બંગલાદેશની રાજધાની ઢાકાના બનાની એરિયામાં 22 મજલી ઈમારતમાં મોટી આગ ફાટી નીકળતા અનેક લોકો મર્યા હોવાની શકયતા છે. ગુરુવારે લાગેલી આગ વખતે બિલ્ડિંગમાં કેટલા લોકો હતા તે હજુ જાણવા મળ્યું નથી. આ આગમાં 19 જણના મોત થયા હતા.
આ બિલ્ડિંગમાં ગારમેન્ટની અનેક દુકાનો હતી. ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર પણ હતા. ઢાકા અગ્નિશમનદળના 21 બંબાવાળા આગ બુઝાવવા પહોંચ્યા હતા. તે ઉપરાંત બંગલાદેશ એરફોર્સના હેલિકોપ્ટર અને નેવી કમાન્ડો ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
બહુમજલી ઈમારતમાંથી અનેક લોકો આગથી બચવા કૂદી પડયા હતા. આગનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી. ઘટનાના સાક્ષીએ જણાવ્યું હતું કે, બિલ્ડિંગના આઠમાં માળે લાગેલી આગ અન્ય ભાગમાં ફેલાઈ હતી. મોટાભાગની આગને કાબૂમાં લેવાઈ હતી. અનેક લોકોને બચાવી લેવાયા હતા. જાનહાનીનો આંકડો હજુ આવ્યો નથી.
થોડા સમય પહેલા ઢાકામાં કેમિકલ ગોદામમાં લાગેલી આગમાં 70 વ્યક્તિના મોત થયા હતા.