સંન્યાસીને વોટ નહી આપો તો, મારા પાપ માથે નાંખતો જઇશઃ સાક્ષી મહારાજ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

ઉન્નાવ બેઠકથી ભાજપાના ઉમેદવાર સાક્ષી મહારાજ ફરી એક વાર ચૂંટણી સમયે વિવાદાસ્પદ નિવેદન આપી ચર્ચાનો વિષય બન્યા છે. તાજેતરમાં તેમણે ચૂંટણી પ્રચાર કરતા ધાર્મિક ચેતવણી આપી હતી કે, એક સંન્યાસીને વોટ નહી આપો તો મારા પાપ તમને સોંપતો જઇશ. ઉત્તર પ્રદેશના ઉન્નાવ બેઠક પરથી ઉમેદવાર તરીકે જાહેર થતા સાક્ષી મહારાજ પહેલાંથી ચર્ચાનો વિષય બન્યા હતા અને હવે ઉન્નાવમાં ચૂંટણી પ્રચાર કરતા વિવાદાસ્પદ નિવેદન તેમની સમસ્યા વધારી શકે છે.

ઉન્નાવમાં ચૂંટણી પ્રચાર માટે આવેલ મહારાજે સંબોધન કર્યું હતું કે, હું એક સંન્યાસી છું અને એક સંન્યાસી જ્યારે ભિક્ષા માંગે અને તે ન મળતા ગૃહસ્થીના પુણ્ય લેતો જાય છે, જો સંન્યાસીને વોટ નહી આપો તો હું મારા પાપ તમને આપતો જઇશ. મહારાજે જણાવ્યું કે, હું જે કંઇ પણ કહી રહ્યો છું તે શાસ્ત્રોમાં કહેલ સત્ય છે. હું ધન નથી માંગી રહ્યો, જનતા પાસે વોટ માંગી રહ્યો છું, જેનાથી 125 કરોડ ભારતીયોનું નસીબ બદલાશે.  સાક્ષી મહારાજે ચૂંટણી પ્રચાર કરતા જણાવ્યું કે, મતદાન એ કન્યાદાન બરાબર છે. આથી, બધા જ લોકો ઘરમાંથી બહાર નીકળી મતદાન કરે. પોતાના સંબોધનમાં સાક્ષી મહારાજે વિપક્ષ દળો પર પ્રહારો કરતા જણાવ્યું કે, રાજ્યમાં ગઢબંધનની કોઇ અસર નથી. પહેલા આ લોકો એકબીજાને જોવાનું પસંદ નહોતા કરતા, પરંતુ આજે વડાપ્રધાન મોદીને હટાવવા માટે બધા એકસાથે ભેગા થયેલ છે.