સુરત સેશન્સ કોર્ટમાં આજે નારાયણ સાંઈને સજાનો હુકમ, 10થી આજીવન કેદની શક્યતા

ગુજરાત મુખ્ય સમાચાર

સાધિકા બળાત્કાર કેસમાં આજે મંગળવારના રોજ સંભવત: નારાયણ સામે સજાનો હુકમ થઈ શકે છે. ગત શુક્વારના રોજ એડિશનલ સેશન્સ જજની કોર્ટ દ્વારા નારાયણ સહિત પાંચ આરોપીઓને તકસીરવાર ઠેરવવામાં આવ્યા હતા. કાયદાના જાણકારો કહે છે કે, આ કેસમા જે કલમ લગાવવામાં આવી છે તે અંતર્ગત નારાણનને દસથી આજીવન કેદ સુધીની સજા પણ થઈ શકે છે.

જહાંગીરપુરા સ્થિત આશ્રમમાં સાધિકા પર વર્ષ 2002માં બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો, જેની ફરિયાદ 11 વર્ષ બાદ એટલે કે 2013માં થઈ હતી. ફરિયાદ બાદ નારાયણની 58 દિવસ બાદ કુરુક્ષેત્રથી ધરપકડ કરવામાં આવી હતી. નારાયણ સતત 58 દિવસ સુધી ભાગતો રહ્યો હતો. હાલ સાડા પાંચ વર્ષથી જેલમાં બંધ નારાયણ સામે ટ્રાયલ ચાલી હતી, શુકવાર તા. 26મી એપ્રિલના રોજ નારાયણ સહિત પાંચને તકસીરવાર ઠેરવવામાં આવ્યા હતા અને પાંચને નિર્દોષ છોડતો હુકમ કરાયો હતો.