મેહુલ ચોક્સી અંગે મોદી સરકારનો નવો દાવો

દેશ-વિદેશ

કરોડો રૃપિયાનું કૌભાંડ કરીને વિદેશ ભાગી ગયેલા મેહુલ ચોક્સીએ ભારતની નાગરીક્તાને જતી કરી છે જ્યારે એન્ટીગુઆની નાગરીક્તા અપનાવી લીધી છે. આ સ્થિતિ વચ્ચે સરકારે દાવો કર્યો છે કે મેહુલ ચોક્સી હજુ પણ ભારતનો જ નાગરીક છે અને તેને કોઇ પણ સંજોગોમાં ભારત લાવવામાં આવશે. મેહુલ ચોક્સી અને નિરવ મોદી બન્નેએ પંજાબ બેંક પાસેથી ૧૫ હજાર કરોડથી વધુની લોન લીધી હતી. જોકે તેને પરત કર્યા વગર બન્ને વિદેશ ભાગી ગયા છે. નિરવ મોદી હાલ બ્રિટન અને અન્ય દેશોમા છુપાઇને ફરી રહ્યો છે જ્યારે મેહુલ ચોક્સીએ એન્ટીગુઆમાં નાગરીક્તા લઇ લીધી છે. જ્યારે ભારતનો પાસપોર્ટ પરત આવીને નાગરીક્તા છોડી દીધી છે. બીજી તરફ એન્ટીગુઆ સ્થિત ભારતના હાઇ કમિશનરે જણાવ્યું હતું કે મેહુલ ચોક્સીએ ભલે ભારતની નાગરીક્તા પરત કરી દીધી હોય પણ હજુસુધી તે ભારતનો જ નાગરીક છે.