અદાણી ને ટાટા પાવરે વેરિયેબલ ચાર્જ વધારી દીધા

ગુજરાત મુખ્ય સમાચાર

વેરિયેબલ ચાર્જ વધારવા માટે ગુજરાત વીજ નિયમન પંચની પૂર્વ મંજૂરી મળે તે પહેલા જ અદાણી પાવરે યુનિટદીઠ વેરિયેબલ ચાર્જમાં ૯૪ પૈસાનો અન ટાટા પાવરે વેરિયેબલ ચાર્જમાં યુનિટદીઠ ૧૧ પૈસાનો વધારો કરી દીધો છે. જાન્યુઆરીથી માર્ચ ૨૦૧૯ સુધીના ત્રિમાસિક ગાળા માટે વેરિયેબલ કોસ્ટમાં વધારો માગવામાં આવ્યો છે. જેને પરિણામે એક મહિને રૃા.૭૮૭.૨ કરોડનો વધારાનો બોજ ગ્રાહકો પર આવશે. ત્રણ મહિને ગુજરાતના વીજ ગ્રાહકો પર ૨૩૬૨ કરોડનો બીજો બોજ આવશે. ટાટા પાવરે કરેલા વેરિયેબલ ચાર્જના વધારાને પરિણામે મહિને રૃા. ૯૦ કરોડ અને ત્રણ મહિને રૃા.૨૭૦ કરોડનો બોજ વીજજોડાણ ધારકોને માથે આવશે. અદાણી પાવરે ફિક્સ કોસ્ટમાં ૨ પૈસાનો અને વેરિયેબલ કોસ્ટમાં ૯૪ પૈસાનો વધારો કર્યો છે, જ્યારે ટાટા પાવરે ફિક્સ કોસ્ટમાં ૧ પૈસાનો અને વેરિયેબલ કોસ્ટમા ૧૦ પૈસાનો વધારો કર્યો છે. બંને કંપનીઓનો મળીને મહિને રૃા. ૮૭૭ કરોડનો ભાવ વધારાનો બોજ વીજવપરાશકારોને માથે આવશે. ત્રણ મહિને આ વધારો રૃા. ૨૬૩૨ કરોડનો છે.