વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે માલદીવની સંસદ(પીપલ્સ મજલિસ)ને સંબોધિત કરી. આતંકવાદને લઈ પીએમ મોદીએ પાકિસ્તાન અને ચીનનું નામ લીધા વગર નિશાન સાધ્યો. વર્તમાન સમયમાં આતંકવાદને સૌથી મોટો પડકાર બતાવી પીએમ મોદીએ કહ્યું કે આંતકવાદ દરેક દેશ અને વ્યક્તિ માટે ખતરો છે. ભાષણમાં પીએમ મોદીએ માલદીવ અને ભારતના સંબંધોને મજબૂત કરવા પર ભાર મૂક્યો. તો આવો જાણીએ પીએમ મોદીના ભાષણની 10 મોટી વાતો:
1. પીએમ મોદીએ કહ્યું કે આતંકવાદીઓના ન તો પોતાના બેંક હોય છે અને ન તો શસ્ત્રોની ફેક્ટરી. તેમ છતાં આતંકીઓને ક્યારે ધન અને હથિયારની કમી હોતી નથી. આ બધુ તેમને ક્યાંથી મળે છે? કોણ આપે છે આ બધી સુવિધા? પીએમ મોદીએ કહ્યું આ વિશે એક ગ્લોબલ કોન્ફ્રરન્સ હોવી જોઈએ.
2. પીએમ મોદીએ કહ્યું કે આ મોટું દુર્ભાગ્ય છે કે કેટલાક લોકો હાલ પણ ગુડ ટેરરિસ્ટ અને બેડ ટેરરિસ્ટમાં તફાવત શોધવાની ભૂલ કરી રહ્યા છે. આતંકવાદથી લડવું વિશ્વના નેતૃત્વની સૌથી મોટી પરીક્ષા છે.
3. પીપલ્સ મેજલિસમાં મોદીએ કહ્યું કે માલદીવમાં આઝાદી, લોકતંત્ર, ખુશહાલી અને શાંતિના સમર્થનમાં ભારત હમેશા તેની સાથે ઊભું રહેશે. ભલે એ પછી 1988ની ધટના હોય કે પછી 2004ની સુનામી હોય અથવા કોઈ પાણીનો સંકટ હોય. ભારત દરેક મુશ્કેલીમાં માલદીવ સાથે છે.
4. માલદીવના રાષ્ટ્રપતિ સાથે બેઠકમાં બન્ને દેશો વચ્ચે ફેરી સેવા સર્વિસ પર કરાર પણ થયો છે. ભાષણમાં મોદીએ કહ્યું કે સંબંધો માત્ર બે દેશોની સરકારો વચ્ચે નથી હોતા પરંતુ દેશોના લોકો વચ્ચે સંપર્ક પણ મહત્વનો ભાગ ભજવે છે. તેથી અમે પીપલ્સ-ટૂ પીપલ્સ એક્સચેંજને પ્રોત્સાહન આપીશું.
5. પીએમ મોદીએ પર્યાવરણને લઈને પણ ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે દુષ્કાળ અને હવામાનની અનિશ્ચિતતા ખેડૂતોને અસર કરે છે. માલદીવ જેવા દેશો માટે ગલનશીલ આઇસબર્ગ અને મહાસાગરોના વધતા જતા સ્તર જોખમી બની રહ્યા છે.
6. બન્ને દેશો વચ્ચે વેપારને પ્રોત્સાહન આપવા પર જોર આપતા પીએમ મોદીએ કહ્યું કે ઇન્ડો-પેસિફિક વિસ્તાર આપણી જીવન રેખા છે અને વેપારનું હાઈવે પણ છે. 2018માં સિંગાપોરમાં મે ઇન્ડો-પેસિફિક રીઝનમાં સંતુલન જાળવી રાખવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું.
7. પીએમ મોદીએ કહ્યું કે ભારત તાકાતનો ઉપયોગ માત્ર પોતાની માટે નહીં કરે પરંતુ અન્ય દેશોના વિકાસ અને આપત્તિઓમાં પણ તેમની સાથે ઊભો રહેશે. મોદીએ કહ્યું કે મિત્રોમાં કોઈ મોટું, નાનું અથવા કમજોર કે શક્તિશાળી હોતું નથી.
8. પીએમ મોદીએ કહ્યું કે ભારતે દરેક સમય સિદ્ધિઓને દુનિયા સાથે શેર કરી છે. ભારતની વિકાસ ભાગેદારી લોકોને મજબૂત બનાવવા માટે છે કમજોર કરવા માટે નથી.
9. તેમને કહ્યું કે માલદીવ હિન્દ મહાસાગરનો નહીં પરંતુ સંપૂર્ણ દુનિયામાં સૌંદર્યનો એક વિશિષ્ટ નમૂનો છે. આની સુંદરતા અને પ્રાકૃતિક સંપત્તિ હજારો વર્ષોથી સૌને આકર્ષિત કરી રહી છે.
10. પીએમ મોદીએ કહ્યું કે,‘મને આજે માલદીવના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘નિશાન ઈજ્જુદ્દીન’થી સન્માનિત કરવામાં આવ્યો છે. હું આ સન્માન ખુશીથી સ્વીકાર કરું છું. આ સન્માન બન્ને દેશો વચ્ચેના સંબંધોનું સન્માન છે.’

