ચક્રાવાત ‘વાયુ’ની આફત હજી ટળી નથી ત્યાં અંબાજીમાં ભુકંપનો આંચકો અનુભવાયો

ગુજરાત મુખ્ય સમાચાર

ચક્રાવાત ‘વાયુ’ને લઇને સૌરાષ્ટ્રના દરિયા કિનારામાં એલર્ટ છે. તંત્ર પણ સ્થિતીને પહોંચી વળવા સજ્જ થયું છે. હજી ચક્રવાત ‘વાયુ’ ગુજરાતના દરિયા કિનારે પહોંચ્યું નથી ત્યાં અંબાજીમાં ભુકંપનો આંચકો આવ્યો છે. આ ભુકંપની તિવ્રતા 2.3ની નોંધવામાં આવી છે. આ ભુકંપનું કેન્દ્રબિંદુ પાલનપુરથી 32 કિલોમીટર દુર નોંધયું છે.

નોંધનીય છે કે, આ અગાઉ પણ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતની ધરા ધ્રુજી હતી. આ પહેલા આવેલો ભૂકંપનો આંચકો 4.3ની તિવ્રતાનો હતો ત્યારે ફરી ભુકંપ આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.