ડભોઇ તાલુકાનાં ફરતીકૂઈ નજીક આવેલ દર્શન હોટલ માં રાત્રીના 11.00 વાગ્યાના સુમારે કેટલાક મજૂરો પોતાની રોજી રોટી માટે હોટલનો ખાડકૂવો સાફઈ કરવાની કામગીરી કરી રહ્યા હતા તે દરમ્યાન એક થૂવાવીનો એક ઈસમ ખાડકૂવામાં ઝેરીગેસ ના ગુગડામન થી બેહોસ ખારકૂવામાં પડ્યો હતો તેને બચાવા એક પછી એક 6 લોકો ખાડકૂવામાં એક બીજાને બચાવા પડ્યા પણ ઝેરી ગેસ એ સાતે ઇસમો ને ભોગ બનાવ્યા હતા.સમગ્ર બનાવની જાણ ડભોઇ ફાયર અને પોલીસ ને થતાં પોલીસ કર્મીઓ 108 એમ્બ્યુલન્સ અને ફાયરના કર્મચારીઓ સ્થળ ઉપર પહોચી 7 ને બચાવા પ્રયત્નો હાથ ધાર્યા પણ ઝેરી ગેસ ને કારણે સાતે ઇસમોનું ખાડકૂવામાં મોત નીપજયું હતું.
ડભોઇ તાલુકાનાં થૂવાવી ગામના ચાર લોકો પોતાની રોજી રોટી કમાવા માટે ડભોઇ ફરતીકૂઈ નજીક આવેલી દર્શન હોટલના શૌચાલયના પાણી અને મળના નિકાલ માટે બનાવેલ ખાડકૂવાની સફાઈ કરવા માટે ડભોઇ થૂવાવી ગામના રહીશ મહેશ મનીલાલ હરીજન રહે વસાવા ફડીયા,થૂવાવી, અશોક બેચરભાઈ હરીજન રહે વાટા ફાડીયા થૂવાવી, અને અશોકભાઈનો પુત્ર હિતેશ અશોકભાઈ હરીજન હોટલ ના માલીક ના કહેવાથી હોટલનો ખાડકૂવો રાત્રીના 11.30 કલાક બાદ સફાઈ કરવા ઉતાર્યા હતા.જેમાં થૂવાવી ગામના જ મહેશ રમણભાઈ પાટણવાડીયાના ટ્રેક્ટર લઈ મળ ભરી લઈ જવા આવ્યા હતા.જેમાં મહેશ મણીલાભાઈ હરીજન ખાડકૂવો સાફ કરવા ઉતરતા તને ખારકૂવામાં રહેલ ઝેરી ગેસ ને કારણે ગૂંગળામણ થવા લાગતાં તે ખાડકૂવામાં પડી ગયો હતો જેને બચવા એક પછી એક અશોકભાઈ, હીતેશ, અને મહેશ પાટણવાડીયા ખારકૂવામાં કૂદી પડ્યા પરંતુ ચારે જન ખાડકૂવાનો ભોગ બન્યા હતા તો આ બનાવ બનતા ત્યાં જ હોટલમાં રહી વેટર ની નોકરી કરતાં ત્રણ ઇસમો જેમાં અજય વસાવા રહે કાદવાળ જી. ભરુચ, વિજય અરવિંદભાઈ ચૌધરી રહે વેલાવી તા. ઉમરપાડા, જી. સુરત, અને શહદેવ રમણભાઈ વસાવા રહે વેલાવી, તા.ઉમરપાડા, જી.સુરતનાઓ પણ કૂદેલા 4 ઇસમો ને બચવા કૂદી પડ્યા હતા.પણ તે પણ ખારકૂવાનો ભોગ બન્યા આ વાત ની જાણ ડભોઇ પોલીસ ને તેમજ ફાયર સ્ટેશન થતાં પોલીસ અને ફાયર કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સાતે ઇસમો ને બહાર કાડવા પ્રયત્નો હાથ ધાર્યા હતા. પણ ડભોઇ ફાયર કર્મચારીઓ પાસે પૂરતા સાધનો ન હોય વડોદરા થી 3 ફાયર ફાયટર અને 3 મહાનાગર પાલીકાના ખાડકૂવા સાફ કરવાના મોટા મસીનો માંગવી સાતે ઇસમોના મૃત દેહને પાંચ કલાકની ભારે જહેમતે બહાર કાઢવામાં આવ્યા હતા.
આ બનાવ ને પગલે ડી.વાય.એસ.પી. કે.વી. સોલંકી, પી.આઈ. જે.એમ.વાઘેલા, ડભોઇ મામલતદાર ડી.કે.પરમાર, ડભોઇ ધારાસભ્ય શૈલેશભાઈ મહેતા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
સાતે ઇસમોને વડોદરા ફાયર ટીમ દ્વારા પાંચ કલાક ની ભારે જહેમત બાદ સાતે ઇસમનો ને બહાર કાઢી ડભોઇ પોલીસ દ્વારા સાતે ઇસમોની ઓડખ કરાવી પી.એમ.માટે તાજવીજ હાથ ધરી હતી.