ગુજરાત પધાર્યા ગૃહમંત્રી અમિત શાહ, ઈન્ક્મ ટેક્સ ફ્લાય ઓવરનું કર્યું લોકાર્પણ

ગુજરાત મુખ્ય સમાચાર

બુધવારના રોજ અમિત શાહ દેશના ગૃહમંત્રી બન્યા બાદ તેઓ પહેલીવાર આવ્યા છે. અમિત શાહનું એરપોર્ટ પર ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી,આઇ.કે જાડેજા, ભીખુભાઇ દલસાણીયા સહિતના નેતાઓએ સ્વાગત કર્યું હતું. અમિત શાહને આવકારવા માટે એરપોર્ટથી એરપોર્ટ સર્કલ સુધી રોડની બંને બાજુ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ એરપોર્ટ થી અમિત શાહ સીધા ઈન્ક્મ ટેક્સ સર્કલ ખાતે પહોંચ્યા હતા. ઈન્ક્મ ટેક્સ સર્કલ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા નવનિર્મિત ફ્લાય ઓવરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણ સમયે અમદાવાદ મેયર બીજલ પટેલ, મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા સહિત ભાજપના નેતાઓ,કોર્પોરેટર સહિત ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.