અમદાવાદમાં ગેરકાયદેસરના કોલ સેન્ટરો દ્વારા અમેરિકન નાગરિકોના કરોડોના ડોલર પડાવવામાં આવ્યા હોવાનું બહાર આવતા અમેરિકાની એફબીઆઈના અધિકારી તપાસ માટે મુંબઈ આવતા પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. તાજેતરમાં જ પોલીસે ત્રણ દિવસમાં ચાર કોલ સેન્ટરો પર દરોડા પાડીને ૫૦થી વધુ આરોપીની ધરપકડ કરી હતી. અમેરિકન નાગરિકો સાથેની છેતરપિંડીને પગલે ભારતનાં અમેરિકન એમ્બેસી ના એફબીઆઈના એક સિનીયર અધિકારી અમદાવાદ આવ્યા હતા. શહેર પોલીસ કમિશનર એ.કે.સિંઘના જણાવ્યા મુજબ રવિવારે એફબીઆઈના આ અધિકારી તાજેતરમાં કોલ સેન્ટરો પર દરોડા પાડનારા પોલીસ અધિકારીઓને મળ્યા હતા. તેમણે આ કેસને લગતી માહિતી અને ડેટા મેળવ્યા હતા. પોલીસે કોલ સેન્ટરો પર દરોડા પાડીને અનેક આરોપીઓની ધરપકડ કરી છે. આથી પોલીસ પાસે અમેરિકન નાગરિકોના બેન્ક એકાઉન્ટ સહિતની માહિતી છે. પોલીસે ભોગ બનેલા અમેરિકન નાગરિકોની ઓળખ માટે એફબીઆઈના અધિકારી સાથે ચર્ચા કરી હતી.

