મહેન્દ્રસિંહ ધોનીએ પોતાના નામે વધુ એક ઉપલબ્ધી હાંસલ કરી છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સીરીઝની ત્રીજી અને અંતિમ T20 ઇન્ટરનેશનલ મેચમાં ધોની T20 ફોર્મેટમાં 300 મેચ રમનારા પહેલા ભારતીય ખેલાડી બની ગયા છે ધોનીએ 12માં ખેલાડી છે જેમણે 300થી વધારે T20 મેચ રમ્યા હોય. તેઓ ઇંગ્લેન્ડના લ્યૂક રાઇટ સાથે આ ફોર્મેટમાં સૌથી વધારે મેચ રમનારા ખેલાડીઓની યાદીમાં 12માં સ્થાન પર છે. ધોનીએ પોતાના T20 કરિયરમાં 6,136 રન કર્યાં છે. તેમને બેટિંગ સરેરાશ 38.35નો રહ્યો છે. જેમાં 24 અડધી સદી છે. 298 મેચો સાથે ભારતીય ખેલાડીઓની યાદીમાં રોહિત બીજા સ્થાને છે. વેસ્ટ ઇન્ડિઝના ઓલરાઉન્ડર ખેલાડી કાયરન પોવાર્ડ 446 મેચો સાથે આ યાદીમાં પહેલા સ્થાને છે.

