ઉન્નાવ દુષ્કર્મ કાંડ: આરોપી ધારાસભ્યની પુછપરછ કરવા સીતારપુર જેલ પહોંચી CBI

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

ઉન્નાવ દુષ્કર્મ કાંડમાં તપાસ કરનારી CBI ટીમ આરોપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની પુછપરછ કરવા સીતાપુર જેલ પહોંચી. CBI ટીમમાં ચાર ઑફિસર હાજર રહ્યા. આ અગાઉ એજન્સીએ પીડિતાના પરિવારનું નિવેદન લીધું હતું.

આ અગાઉ CBI અને કેન્દ્રીય ફોરેન્સિક ટીમ એક વખત ફરી ઘટનાસ્થળે પહોંચી હતી અને નજીકથી નિરીક્ષણ કર્યું હતું. સાથે જ સર્વિલાંસ અને SOGની ટીમ પણ હાજર રહી હતી.

ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની ગનનું લાઈસન્સ રદ્દ કરવાની સુનવણી બાદ જિલ્લા મેજિસ્ટ્રેટે શુક્રવારે તેની 3 ગનનું લાઈસન્સ રદ્દ કરી નાખ્યું. આમા એક બંદુક, એક રાઈફલ અને એક રિવોલ્વર સામેલ છે.

ઉલ્લેખનીય છે કે, એપ્રીલ 2018માં ભાજપના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર વિરૂદ્ધ દુષ્કર્મનો કેસ દાખીલ કરવામાં આવ્યો હતો. ધારાસભ્યની ધરપકડ કરીને તેને જેલ ભેગો કરી નાખ્યો હતો. કેસ CBI કોર્ટમાં ચાલી રહ્યો છે. ત્યારબાદ પીડિપ પક્ષ તરફથી ધારાસભ્યની ગનનું લાઈસન્સ રદ્દ કરવાની માગ કરવામાં આવી હતી. ધારાસભ્ય પાસે તેના નામથી એક રાઈફલ, એક રિવોલ્વર અને એક બંદુક છે. રાયબરેલીમાં થયેલા રહસ્યમય માર્ગ અકસ્માત બાદ કેસ ફરી પાછો ચર્ચામાં આવ્યો છે.