ગાંધીનગરમાં પીવાના પાણીની સમસ્યા

ગુજરાત મુખ્ય સમાચાર

ગાંધીનગરમાં પાણી વિતરણની વ્યવસ્થા પાટનગર યોજના વિભાગ હસ્તક છે અને તાજેતરમાં જુના અને નવા સેક્ટરોમાં પાણી વિતરણની વ્યવસ્થા પણ અલગ-અલગ કરી દેવામાં આવી છે તેમ છતા લાઇનમાં ભંગાણ થવાને કારણે કે અન્ય કોઇ તકનીકી કારણોને પગલે શહેરમાં વારંવાર ઓછા ફોર્સ અને ઓછા પ્રમાણમાં પાણી અપવાની ફરિયાદો ઉઠે છે.આજે પણ આ સમસ્યાને કારણે નાગરિકો હેરાન થાય હતા.

નોંધનીય છે કે પાટનગર ગાંધીનગર શહેરમાં જેમ જેમ વસ્તી વધી તેમ તેમ પાણી વિતરણની વ્યવસ્થા પણ અપગ્રેડ કરવામાં આવી છે જે અંતર્ગત અગાઉ ચરેડી અને સરીતા ઉદ્યાનની ઓવરહેડ ટાંકીમાંથી પાણી વિતરણ કરવામાં આવતું હતું જેમાં જુના સેક્ટરોમાં સવારે અને સાંજે એમ જુદા-જુદા વારા પ્રમાણે પાણી પુરવઠો પુરો પાડવામાં આવતો હતો.

શહેરના સેક્ટર-પાંચમાં પાણીની ટાંકી બન્યા બાદ નવા સેક્ટરો અને જુના સેક્ટરોમાં એક સાથે સવારે જ પાણી પુરવઠો આપવામાં આવે છે. માથાદિઠ પાણી વિતરણમાં ગાંધીનગર પ્રથમ નંબરે હોવા છતા પણ પુરતા પ્રમાણમાં પાણી નહીં મળતું હોવાની ફરિયાદો વારંવાર ગૃહિણીઓ અને રહિશોમાંથી સાંભળવા મળે છે.

તાજેતરમાં છેલ્લાં કેટલાક દિવસોથી જુના અને નવા સેક્ટરોમાં સવારના સમયે આપવામાં આવતો પાણી પુરવઠો ઓછા ફોર્સથી અને ઓછા પ્રમાણમાં જ હતો જેના કારણે નાગરિકોની રાવ ઉઠવા પામી હતી. ત્યારે જુના અને નવા સેક્ટરોમાં ઓછા ફોર્સથી પાણી આપવામાં આવે છે. ગાંધીનગરના નિવાસીઓમાં પાણીની સમસ્યાને લઇને રોષની લાગણી ફેલાઇ છે. ઉલ્લેખનીય છે કે, તકનીકી ખામી અથવા તો લાઇનમાં ભંગાણ થવાને કારણે પાણી પુરવઠો ઓછા પ્રમાણમાં અપાતો હોવાનું જાણવા મળી રહ્યું છે.