કરતારપુર કોરિડોરથી પાકિસ્તાનમાં આવેલા ગુરુદ્ધારા દરબાર સાહિબ જનારા પહેલા ભારતીય ગ્રૂપમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ સામેલ હશે. કેન્દ્ર સરકારના સૂત્રોના જણાવ્યા પ્રમાણે,પહેલા જૂથમાં પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ, કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી, કેન્દ્રીય મંત્રી હરસિરત કૌર બાદલ અને પંજાબના સાંસદ-ધારાસભ્ય પણ સામેલ થયા છે. ભારતે મંગળવારે ગુરુદ્વારા દરબાર સાહિબ જનારા 575 લોકોની યાદી પાકિસ્તાનને સોંપી છે.
ગુરુનાનક દેવની 550મી જયંતીના અવસરે ભારત-પાકિસ્તાનના શ્રદ્ધાળુઓ માટે કોરિડોરનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભારતે સરહદથી ગુરદાસપુર જિલ્લાના ડેરા બાબા નાનક સુધી કોરિડોર બનાવાયો છે. 24 ઓક્ટોબરે બન્ને દેશોએ કરતારપુર કોરિડરના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
મુખ્યમંત્રી અમરિંદર સિંહ કરતારપુર ગુરુદ્વારામાં ગ્રૂપનું નેતૃત્વ કરશે. ગુરુદ્વારામાં કાર્યક્રમ બાદ ગ્રુપ પાછું પંજાબ આવી જશે. ગુરુનાનક દેવે તેમના જીવનની અંતિમ ક્ષણ કરતાપુરમાં જ વિતાવી હતી.
નનકાના સાહિહમાં નગર કિર્તનની મંજૂરી ન મળી
આ સાથે જ સમાચાર મળ્યા છે કે પાકિસ્તાન સરકારે SGPC અને DSGMC સાથે પંજાબ સરકારના નેતૃત્વવાળા પ્રતિનિધિમંડળનને નનકાના સાહિબમાં અખંડ પાઠ અને કીર્તનની મંજૂરી આપવા માટે ઈન્કાર કરી દીધો હતો. જલંધરના સાંસદ ચૌધરી સંતોખ અને સેન્ટ્રલ હલકેના ધારાસભ્ય રાજિંદર બેરી સહિત પંજાબ સરકારના મંત્રી, ધારાસભ્ય, નેતા વિપક્ષ, બ્યુરોક્રેટ્સ સહિત 31 લોકોના નામ ગ્રુપમાં સામેલ હતા.