ઝારખંડ ચૂંટણી 2019 : ઝારખંડમાં 30 નવેમ્બરે પાંચ ચરણમાં યોજાશે ચૂંટણી,23 ડિસેમ્બરના રોજ આવશે પરિણામ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે બ્યુગલ વાગી ચૂક્યું છે. મુખ્ય ચૂંટણી અધિકારી સુનિલ અરોડાએ ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. ઝારખંડમાં પહેલા ચરણનુ મતદાન 30 નવેમ્બરના રોજ,બીજા ચરણનું મતદાન 7 ડિસેમ્બરના રોજ, ત્રીજા ચરણનું મતદાન 12 ડિસેમ્બરે, ચોથા ચરણનું મતદાન 16 ડિસેમ્બરે અને પાંચમા ચરણનું મતદાન 20 ડિસેમ્બરે યોજાશે. ચૂંટણીના પરિણામ 23મી ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચે કહ્યું હતું, તેમને આ અંગે વ્યાપક તૈયારીઓ કરી દીધી છે અને આજથી આદર્શ આચાર સંહિતા પણ લાગુ કરવામાં આવી છે.

ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ 5 જાન્યુઆરી,2020ના રોજ પૂરો થઇ રહ્યો છે. આ પહેલા નવી સરકારનું ગઠન કરી દેવામાં આવશે. ગતવર્ષે પણ પાંચ ચરણમાં ચૂંટણી યોજાઈ હતી. 81 સભ્યોવાળી વિધાનસભામાં ભાજપ-આજસૂ ગઠબંધને 42 સીટ જીતી હતી. ભાજપ 72 સીટ પર ચૂંટણી લડ્યું હતું અને 37 સીટ જીતી હતી જયારે સહયોગી પાર્ટી આજસૂએ 8 સીટ પર ચૂંટણી લડી હતી અને પાંચ સીટ જીતી હતી.

ઝારખંડમાં ગતવર્ષે મોટા મોટા નેતાઓ ચૂંટણી હારી ગયા હતા. જેમાં સીએમ પદના ઉમેદર અર્જુન મુંડા, તત્કાલીન મુખ્યમંત્રી હેમંત સોરેન, પૂર્વ સીએમ મધુ કોડા, આજસૂ અધ્યક્ષ અને પૂર્વ નાયબ મુખ્યપ્રધાન સુદેશ મહતો સામેલ હતા. ચૂંટણી બાદ ઝાવીમોના છ ધારાસભ્ય ભાજપમાં સામેલ થયા હતા.

આ વાતની પહેલા સંભાવના હતી કે ઝારખંડની સાથે દિલ્હી વિધાનસભા ચૂંટણીનો પણ કાર્યક્રમ જાહેર કરવામાં આવશે પરંતુ ચૂંટણીપંચે ઝારખંડ વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ જ જાહેર કર્યો છે. દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ 22 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થાય છે.