દિલ્હી દુનિયાનું સૌથી વધારે પ્રદૂષિત શહેર, ટોચના દસ શહેરોમાં આઠ એશિયાઇ શહેરો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

દેશની રાજધાની દિલ્હી હવા પ્રદૂષણની ગંભીર સમસ્યા સામે લડી રહી છે. એવામાં હવાની ગુણવત્તા પર નજર રાખતી એજન્સી એર વિઝુઅલના તાજેતરના અહેવાલે દિલ્હીવાસીઓની ચિંતામાં વધારો કર્યો છે. અહેવાલ મુજબ દિલ્હી વિશ્વના સૌથી વધારે પ્રદૂષણ ધરાવતા શહેરોની યાદીમાં પહેલા સ્થાને પહોંચી ગયું છે. હાલમાં જ જાહેર કરાયેલા આંકડાઓ મુજબ ભારતમાં હવાની ગુણવત્તા દર્શાવતો ઇન્ડેક્સ 622 નોંધવામાં આવ્યો છે જે સૌથી ખતરનાક સપાટી માનવામાં આવે છે.

જો કે ધ્યાનમાં લેવા જેવી બાબત એ છે કે વિશ્વમાં સૌથી વધારે પ્રદૂષણ ધરાવતા ટોચના 10 શહેરોમાંથી આઠ એશિયા ખંડના અલગ-અલગ દેશોના છે અને બે યુરોપીયન શહેરો છે. આ યાદીમાં ભારત અને ચીનના બે દેશ છે. વિશ્વસ્તરે સૌથી વધારે પ્રદૂષણ ધરાવતા દેશોમાં દિલ્હી પછી લાહૌર છે.

આ યાદીમાં લાહૌર પછી કોલકાત્તા, પોલેન્ડનું પોજનૈન અને ક્રાકો, ચીનનું હાંગજઉ, નેપાળનું કાઠમાંડૂ, બાંગ્લાદેશનો ઢાકા, દક્ષિણ કોરિયાનું બુસાન શહેર, ચીનનું ચોન્કિંગ શહેર સામેલ છે.

ઉલ્લેખનીય છે કે પરાળ સળગાવવાથી અને દિવાળીમાં ફટાકડાને કારણે દિલ્હીમાં હવા ઝેરી સ્તરે પહોંચી હતી. સરકાર આ મામલે તકેદારી દાખવી રહી હોવાના દાવો કરી રહી છે, પરંતુ દિલ્હીવાસીઓ હાલમાં શ્વાસ લેવાનું ભારે પડી રહ્યું છે.

દિલ્હીમાં હવા પ્રદૂષણની સ્થિતિ અંત્યત ગંભીર સ્થિતિમાં છે. ગેસ ચેમ્બરમાં ફેરવાયેલા દિલ્હીની સ્થિતિ પર સુપ્રીમ કોર્ટે પબ્લિક હેલ્થ ઇમરજન્સી જાહેર કરી છે. દિલ્હીમાં પ્રદૂષણને અંકુશમાં લેવા માટે પાંચ નવેમ્બર સુધી તમામ કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. દિલ્હીમાં પ્રદૂષણને કારણે લગભગ બધી જ શાળાઓને પાંચ નવેમ્બર સુધી બંધ રાખવાની આદેશ કરવામાં આવ્યા છે.

વિશ્વ સ્વાસ્થ સંગઠનના રિપોર્ટ મુજબ, પ્રદૂષણે આપણી જીવનના 10 વર્ષ ઓછા કરી નાંખ્યા છે.