STની નોકરીમાં મળતીયાને ગોઠવી દેવા રમવામાં આવી આ રમત! જાણો શું થયુ?

એક તરફ રાજ્ય સરકાર શિક્ષિત બેરોજગારોને નોકરી આપવાના દાવા કરે છે. પરંતુ નોકરીની ભરતી દરમિયાન સરકારી અધિકારીઓ દ્વારા પોતાના અંગત વ્યકિતઓને અથવા ટેબલ નીચે વ્યવહાર કરી ખાસ વ્યકિતઓને ગોઠવી દેવામાં આવે છે. તેનું તાજુ ઉદાહરણ ગુજરાત સરકાર હસ્તક સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની ભરતીમાં જોવા મળી રહ્યું છે. એસટીમાં વિવિધ હોદ્દાઓની નોકરી માટે ઉમેદવારી કરનાર યુવકોને ચોક્કસ […]

Continue Reading

ગુજરાત એટીએસની મહિલા ટીમની વાઇરલ થયેલી તસવીરની કહાણી

સૌરાષ્ટ્રમાં ચાર હત્યા અને અન્ય કેસના આરોપી જુસબ અલ્લારખાંને ઝડપનારી ગુજરાતની એટીએસની મહિલા ટીમની તસવીર વાઇરલ થઈ રહી છે. જુસબ છેલ્લા કેટલાય સમયથી પોલીસની પકડથી દૂર હતો. એટીએસની ટીમે એક સફળ અભિયાન અંતર્ગત તેને ઝડપી પાડ્યા હોવાનું એટીએસના વડા હિમાંશુ શુક્લાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું છે. શુક્લાના જણાવ્યા અનુસાર ‘આ એક મહિલા ટીમના વડપણ […]

Continue Reading

શું ભાજપ આરએસએસના પ્રભાવને લીધે ચૂંટણી જીતે છે?

સંઘના એક રિપોર્ટ અનુસાર દેશમાં 59 હજાર શાખાઓ ચાલી રહી છે. શાખાના માધ્યમથી દરરોજ સંઘના સભ્યો એકઠા થાય છે. રાજસ્થાનમાં સંઘ સાથે સંકળાયેલી પત્રિકાના સંપાદક કે. એલ. ચતુર્વેદી કહે છે કે દેશમાં વિભાગો અને મંડળ સ્તરે સંઘની ઉપસ્થિતિ છે. શું ભાજપનો વધતો પ્રભાવ સંઘની દેણ છે? આ સવાલ પર ચતુર્વેદી કહે છે, ”એવું નથી, ભાજપનું […]

Continue Reading

ગુજરાતના સિંહોને ઉત્તર પ્રદેશમાં લઈ જવાશે, સ્થળાંતરને મળી લીલીઝંડી

ગુજરાતના સિંહોને અન્ય રાજ્યોમાં લઈ જવા માટે છેલ્લા ઘણા વર્ષોથી રાજ્યો વચ્ચે કાયદાકીય આંટી સર્જાઈ છે. હાલ ગુજરાતમાંથી 8 સિંહોને ઉત્તરપ્રદેશમાં મોકલવા માટેની બાબતને લીલીઝંડી મળી ગઈ છે. જુનાગઢના સક્કરબાગ ઝૂમાંથી ઉત્તરપ્રદેશમાં નવા બનતા પાર્કમાં ગુજરાતના આ 8 સિંહોને રાખવામાં આવશે. યુપી ગોરખપુરમાં બની રહેલા આ નવા ઝૂમાં ગીરના સાવજો મોકલવા માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી […]

Continue Reading

મોસ્કો : ઍરપૉર્ટ ઉપર સળગ્યું વિમાન, કમ સે કમ 41નાં મૃત્યુ

રશિયાના મોસ્કો ઍરપૉર્ટ ખાતે એક મુસાફર વિમાને આપાતકાલીન ઉતરાણ કર્યું હતું, દરમિયાન તેમાં આગ લાગી ગઈ હતી. સત્તાવાર અહેવાલો પ્રમાણે, આ આગને કારણે 41 મુસાફરોનાં મૃત્યુ થયાં છે. તપાસકર્તાઓનાં જણાવ્યા પ્રમાણે, વિમાનમાં ક્રૂ મેમ્બર સહિત કુલ 78 મુસાફરો સવાર હતા, જેમાંથી માત્ર 37 જ હયાત બચ્યા છે. રશિયાની સરકારી ઍરલાઇન્સ કંપની ‘ઍરોફ્લૉટ’ના કહેવા પ્રમાણે, ‘ટેકનિકલ […]

Continue Reading

મોદીના 5 વર્ષ સૌથી દર્દનાક અને વિનાશકારીઃ મનમોહન સિંહ

પૂર્વ પીએમ મનમોહન સિંહે રવિવારે ભારતીય અર્થવ્યવસ્થા મંદી તરફ આગળ વધી રહી હોવાની આશંકા જતાવતા મોદી સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. એટલું જ નહિ, તેમણે પીએમ મોદી પર પુલવામા હુમલા બાદ પેદા થયેલ હાલાતથી નિપટવામાં તેમના કમિટમેન્ટને લઈને પણ મોટો આરોપ લગાવ્યો છે. તેમણે મોદીની પાકિસ્તાન વિરોધી નિતીઓ પર પણ સવાલ ઉઠાવ્યા. મોદીના કાર્યકાળ […]

Continue Reading

લોકસભા ચૂંટણી 2019 : નરેન્દ્ર મોદીનો રાજીવ ગાંધી ઉપરનો હુમલો તેમની હતાશાનું પ્રતીક

લોકસભા ચૂંટણી પરિણામ આવવાને આડે ત્રણ અઠવાડિયાથી પણ ઓછો સમય વધ્યો છે. પચાસ ટકા કરતાં વધુ બેઠકો ઉપર ચૂંટણી યોજાઈ ગઈ છે. સત્તા ઉપર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પુનરાગમન સંદર્ભે અનેક સરવે આવી ગયા છે અને ચૂંટણી પરિણામની રાહ જોયા વગર જ ‘આવશે તો મોદી જ’ જેવી વાતો વહેતી થઈ ગઈ છે. પાંચમા તબક્કાની ચૂંટણી […]

Continue Reading

ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી, ચાઇનીઝ વસ્તુઓ પર જકાત વધારાશે

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે લગભગ 200 અબજ અમેરિકન ડૉલરની ચાઇનીઝ વસ્તુઓ પર લાદવામાં આવનારી જકાત વધારી દેવાશે. ટ્રમ્પનું કહેવું છે કે અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ ડીલને લઈને ચાલી રહેલી વાતચીત ‘બહુ જ ધીમી ગતિએ’ આગળ વધી રહી છે, ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું, “10 મહિનાથી ચીન 50 અબજ ડૉલરની વસ્તુઓ પર અમેરિકાને […]

Continue Reading

પીએમ મોદીએ લોકોને કરી વધુમાં વધુ વોટિંગ કરવાની અપીલ

2019ની લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં આજે 7 રાજ્યોની કુલ 51 લોકસભા સીટ પર મતદાન થઈ રહ્યું છે. પાંચમા તબક્કામાં જે લોકસભા સીટો પર વોટિંગ પડશે તેમાં ઉત્તર પ્રદેશની 14, બિહારની 5, મધ્ય પ્રદેશની 7, રાજસ્થાનની 13, ઝારખંડની 4, જમ્મુ અને કાશ્મીરની 2, પશ્ચિમ બંગાળની 7 સીટ સામેલ છે. ચૂંટણી પંચે પાંચમા તબક્કાના મતદાનને લઈ સુરક્ષાના […]

Continue Reading

અક્ષયકુમારને મળેલા નૅશનલ અવૉર્ડ પર ઊઠ્યા સવાલો

અક્ષયકુમાર ઇન્ડિયાનો નાગરિક ન હોવાથી તેને મળેલા નૅશનલ અવૉડને લઈને સવાલો ઊઠી રહ્યા છે. જોકે આ દુનિયાની કોઈ પણ વ્યક્તિએ ભારતીય ફિલ્મમાં કામ કર્યું હોય તો તે નૅશનલ અવૉર્ડ્‍‍સને લાયક છે. અક્ષયકુમારે લોકસભાના ઇલેક્શનમાં વોટિંગ ન કર્યું હોવાથી તે હાલમાં ચર્ચામાં છે. અક્ષયે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે તેની પાસે કૅનેડાનું નાગરિકત્વ છે અને એને લઈને […]

Continue Reading