બિહાર કોર્ટ બોમ્બ વિસ્ફોટ કેસ એકને ફાંસી,અન્ય છને જન્મટીપ

બિહારના આરા જિલ્લાની કોર્ટમાં વર્ષ 2015માં વિસ્ફોટ કરવાના કેસમાં ભોજપુરની જિલ્લા કોર્ટે આજે એક આરોપીને ફાંસીની અને અન્ય સાતને જન્મટીપની સજા ફટકારી હતી.અધિક જિલ્લા અને સેશન જજ ત્રિભૂવન યાદવે લમ્બુ શર્માને કલમ 302 અને અન્ય વિવિધ કલમો હેઠળ ગુનેગાર માનેી ફાંસીની સજા ફટકારી હતી. ફાંસીની સજા ઉપરાંત શર્મા પર રૂપિયા 22000નો દંડ પણ ફટકારવામાં આવયો […]

Continue Reading

સરકાર હવે મકાન ભાડે આપવા અંગે લાવશે નવો કાયદો

સરકાર રેરા એક્ટની જોગવાઇઓ સંશોધિત કરી તેને મજબુત કરવાની દિશામાં કામ કરી રહી છે. આ વાત સોમવારે નારેડકોની 15મી નેશનલ કન્વેશન દરમિયાન રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટ બાબત સંબોધન કરતા આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના સચિવ દુર્ગાશંકર મિશ્રાએ કહી. રેરા એક્ટ સંબધમાં જાણકારી આપતા તેમણે જણાવ્યુ કે સરકાર રેરાના જે પ્રવધાન પર કામ કરે છે. તેનાથી […]

Continue Reading

રોગચાળો ડામવાની જવાબદારી આપણા બધાની, મલેરિયાના કેસમાં ઘટાડો નોંધાયોઃ નીતિન પટેલ

રાજયના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજયમાં 86 ટકા જેટલો વરસાદ થઈ ગયો છે ત્યારે હાલની પરિસ્થિતિમાં વાહક જન્ય અને પાણી જન્ય રોગોનું પ્રમાણ વધવાની સંભાવનાને ધ્યાને લઈને રાજ્યના આરોગ્ય અધિકારીઓ-ટીમ આરોગ્ય આ રોગોના નિયંત્રણ માટે જાગૃતતા અને સક્રિયતા સાથે પ્રોએક્ટિવ ભૂમિકા અદા કરે એ ખૂબ જ અનિવાર્ય છે. મલેરિયાના […]

Continue Reading

ઇડીએ રૂ. 354 કરોડના બેંક છેતરપિંડી કેસમાં રતુલ પુરીની ધરપકડ કરી

354 કરોડ રૂપિયાના બેંક લોન છેતરપિંડી કેસ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગના નવા કેસમાં ઇડીએ મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથના ભાણેજ અને ઉદ્યોગપતિ રતુલ પુરીની ધરપકડ કરી છે.ગયા સપ્તાહમાં સીબીઆઇ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઇઆરના આધારે નવો ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવ્યા પછી રિતુલ પુરી ઇડી સમક્ષ હાજર થયા હતાં. ત્યારબાદ ઇડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ […]

Continue Reading

ઇડીએ IL&FS કેસમાં રાજ ઠાકરે અને પૂર્વ CM મનોહર જોશીના પુત્રને સમન્સ પાઠવ્યા

આઇએલએન્ડએફએસના કથિત પેમેન્ટ ડિફોલ્ટ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ એમએનએસ પાર્ટીના વડા રાજ ઠાકરે તથા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન અને શિવસેનાના નેતા મનોહર જોશીના પુત્ર ઉનમેશ જોશીને સમન્સ પાઠવ્યા છે. ઇડીના અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ ઉન્મેશ જોશીનું નિવેદન રેકોર્ડ કરવામાં આવ્યું છે. સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના વડા રાજ […]

Continue Reading

મોહન ભાગવત દ્વારા અનામત અંગે આ નિવેદન આપ્યા બાદ હોબાળો

અનામત અંગે આરએસએસના વડા મોહન ભાગવતે કરેલી ટીપ્પણી અંગે ઊભા થયેલા વિવાદને દબાવી દેવા સંઘ તરફથી એવો ખુલાસો કરાયો હતો કે તેમના નિવેદન પરની ચર્ચા નકામી છે અને સઘ હમેંશા અનામતની તરફેણમાં જ રહ્યું હતું.આવા સંવેદનશીલ મુદ્દાને સમાજની અંદર જ સૌહાર્દપૂર્ણ માહોલમાં આપસી વાતચીત દ્વારા ઉકેલવો જોઇએ. સંઘના પ્રચાર પ્રમુખ અરૂણ કુમારે ટ્વિટ કરીને કહ્યું […]

Continue Reading

શેલા રાશીદે કાશ્મીરમાં સૈન્ય પર જુઠા આરોપો લગાવ્યા, ધરપકડની સુપ્રીમમાં માગણી

વિદ્યાર્થી નેતા હાલ કાશ્મીરમાં સક્રિય શેહલા રાશીદે એક ટ્વીટ કરીને વિવાદ જગાવ્યો છે. શેહલાએ જે ટ્વીટ કર્યું છે તે કાશ્મીર અંગે છે અને તેમાં જે દાવા કરાયા છે તે તદ્દન જુઠા હોવાનું સામે આવ્યું છે જેથી શેહલા રાશીદની મુશ્કેલી વધી શકે છે કેમ કે શેહલાની આ ટ્વિટને લઇને એક વકીલે સુપ્રીમ કોર્ટમાં શેહલાની ધરપકડની માગ […]

Continue Reading

ઉન્નાવ રેપ કેસ : સુપ્રીમે તપાસ પૂરી કરવા સીબીઆઇને વધુ બે સપ્તાહનો સમય આપ્યો

ઉન્નાવ રેપ કેસમાં સુપ્રીમ કોર્ટે સીબીઆઇને વધુ બે સપ્તાહનો સમય આપ્યો છે. હાલ આ કેસની તપાસ સીબીઆઇ પાસે છે અને તેને પુરી કરી લેવા માટે વધુ બે સપ્તાહનો સમય આપવામા આવ્યો છે. સોમવારે સીબીઆઇએ સુપ્રીમ કોર્ટમાં વધુ સમય માગ્યો હતો જેને માન્ય રાખવામા આવ્યો છે. ઉત્તર પ્રદેશના ઉન્નાવના સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્ય કુલદીપ સેંગર પર રેપનો […]

Continue Reading

સૂરજ બડજાત્યાની ફિલ્મમાં સલમાનનું પાત્ર નેગેટિવ હશે

સલમાન ખાન અને સૂરજ બડજાત્યા ફરી એક વખત સાથે કામ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ જોડીએ છેલ્લે પ્રેમ રતન ધન પાયો ફિલ્મમાં કામ કર્યું હતું. હવે આ વખતની ફિલ્મની વાર્તા આઉટ-ઓફ-ધ-બોક્સ હોવાનું કહેવાઇ રહ્યું છે. સૂરજની ટીમ આ ફિલ્મની તૈયારીમાં વ્યસ્ત છે. બડજાત્યા સાથે સંકળાયેલા એક સૂત્રે જણાવ્યું હતું કે, સૂરજજી અને સલમાન સતત […]

Continue Reading

યોગી સરકારનું કેબિનેટ વિસ્તરણ અટક્યું, કારણ અંગેની સ્પષ્ટતા નહીં

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથનું કેબીનેટ વિસ્તરણ હાલના તબક્કે મુલતવી રાખવામાં આવ્યું છે. એવા અહેવાલો પ્રાપ્ત થયાં છે કે, સોમવારે સવારે 11 વાગ્યે યોગી સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે. જો કે, સૂત્રોના જણાવ્યા અનુસાર કેબિનેટ વિસ્તરણનો કાર્યક્રમ હાલ મોકૂફ રાખવામાં આવ્યો છે. કયા કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે તે માટેનું કારણ આપવામાં આવ્યું […]

Continue Reading