વેસ્ટ ઇન્ડિઝને હરાવી બાંગ્લાદેશે મેજર અપસેટ સર્જ્યો

ડાબોડી ઑલરાઉન્ડર સાકીબ હસનની સદી અને લિટ્ટન દાસ સાથેની તેની મહત્ત્વની ભાગીદારીએ આઈસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં સોમવારે અપસેટ સર્જ્યો હતો. જ્યારે બાંગ્લાદેશની પ્રમાણમાં નબળી મનાતી ટીમે જાયન્ટ વેસ્ટ ઇન્ડિઝને સાત વિકેટે હરાવ્યું હતું. 321 રનનો સ્કોર નોંધાવવા છતાં વેસ્ટ ઇન્ડિઝને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. વેસ્ટ ઇન્ડિઝ માટે ક્રિસ ગેઇલ અને આન્દ્રે રસેલ નિષ્ફળ […]

Continue Reading

બિહારમાં ભયંકર ગરમીનો કહેર, બે દિવસમાં જ 113ના મોત

બિહાર સહિત પૂર્વ ભારતમાં આ સમયે ગરમી કાળો કહેર વરસાવી રહી છે. બિહારમાં ગરમ લૂ ના કારણે છેલ્લા બે દિવસમાં 113 લોકોના મોત નીપજ્યાં છે. તો અત્યાર સુધીમાં કુલ 184 લોકો જીવ ગુમાવી ચુક્યાં છે. ગરમીના કારણે બિહારમાં ખાસ કરીને ઔરંગાબાદ, ગયા અને નવાડામાં સૌથી વધુ લોકોના મોત નીપજ્યાં છે. રાજ્ય સરકારે ગરમીનો પ્રકોપને જોતા […]

Continue Reading

પાક. લશ્કર અને ISIના કરતૂતો બહાર લાવનારા 22 વર્ષના પાક. પત્રકારની હત્યા

પાકિસ્તાનના કટ્ટરપંથીઓ વાજબી ટીકા પણ સહન કરી શકતા નથી તેના અનેક ઉદાહરણો જોવા મળે છે. એનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પાકિસ્તાનના ૨૨ વર્ષના બ્લોગર-પત્રકાર મોહમ્મદ બિલાલ ખાનની પાક. લશ્કરની ટીકા કરવા બદલ હત્યા કરી નાખવામાં આવી હતી. પાકિસ્તાનનો ૨૨ વર્ષનો બ્લોગર-પત્રકાર મોહમ્મદ બિલાલ ખાન પાક. લશ્કર અને ગુપ્તચર એજન્સી આઈએસઆઈના કરતૂતો બહાર લાવતો […]

Continue Reading

ગૃહમંત્રી અમિત શાહ આ તારીખે આવશે ગુજરાત, આ પ્રમાણે રહેશે કાર્યક્રમ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રીજી અને ચોથી જુલાઈએ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. જોકે, પ્રદેશ ભાજપ પાસે અમિત શાહનો સત્તાવાર કાર્યક્રમ હજુ આવ્યો નથી જેથી તેમના પ્રવાસમાં થોડો ફેરફાર થવાની પણ શક્યતાઓ છે. હાલમાં જે વિગતો મળી છે તે મુજબ અમિત શાહ બીજી જુલાઈએ મોડી રાત્રે જ અમદાવાદ આવી […]

Continue Reading

શોએબ મલિકને સૌથી વફાદાર જમાઇનો એવોર્ડ આપો..

પાકિસ્તાન સામેની મેચમાં ભારતની શાનદાર જીત થતાં સોશિયલ મિડિયા પર પાકિસ્તાનની ફિરકી ઉતારતા રસપ્રદ મેસેજનો જાણે કે વરસાદ વરસ્યો હતો : સૌથી વધુ વફાદાર જમાઇનો એવોર્ડ શોએબ મલિકને ઘોષિત કરવાની વિચારણા જોરશોરથી ચાલુ ક્રિકેટમાં પાકિસ્તાન એક માત્ર દેશ છે કે જે વટથી ગમે તેને કહી શકે કે વર્લ્ડ કપ અમારા બાપાનો છે ‘વલ્ડકપ જોઈએ છે’ […]

Continue Reading

ભારત-મ્યાનમારનાં સૈન્યે સાથે મળીને ઉગ્રવાદી કૅમ્પો પર હુમલા કર્યા

ભારત અને મ્યાનમારનાં સૈન્યે ત્રણ અઠવાડિયાં સુધી ચાલેલા એક અભિયાન અંતર્ગત પૂર્વોત્તરમાં સક્રીય ઉગ્રવાદી કૅમ્પોને નિશાન બનાવ્યા હોવાના અખબારી અહેવાલો છે. ‘એનડીટીવી’ના અહેવાલ અનુસાર ત્રણ મહિના અગાઉ ‘ઑપરેશન સનરાઇઝ’ના નામે પ્રથમ તબક્કાની સૈન્યકાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં મણિપુર, નાગાલૅન્ડ અને આસામમાં સક્રીય કેટલાય ઉગ્રવાદી કૅમ્પો ખાતમો બોલાવાયો હતો. સુત્રોને ટાંકીને ‘એનડીટીવી’ જણાવે છે કે […]

Continue Reading

પાકિસ્તાનમાં HIVના વધુ 31 પોઝિટિવ કેસ નોંધાતાં હાહાકાર

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આયોજિત સ્વાસ્થ્ય તપાસ શિબિરમાં નવા ૩૧ લોકો એચઆઈવી પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યા મુજબ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(ડબલ્યુએચઓ)ના આંતરરાષ્ટ્રીય વિશેષજ્ઞાો દ્વારા કરવામાં આવેલી તપાસથી આ જાણકારી મળી છે. હકીકતે સિંધ પ્રાંતના શિકારપુર જિલ્લામાં એચઆઈવી કેસની વૃદ્ધિ નોંધાઈ રહી હતી જેથી ત્યાં સ્વાસ્થ્ય શિબિર યોજવામાં આવી હતી. ગત મે મહિનામાં લરકાનાના […]

Continue Reading

હોંગકોંગમાં ચીન સામે રોષ ભભૂક્યો, લાખો લોકો રસ્તા પર ઉતરતા શહેર થંભી ગયું

હોંગકોંગમાં સરકાર સામે રોષ વધી રહ્યો છે. સરકાર દ્વારા લાવવામાં આવેલા પ્રત્યાર્પણ બિલનો સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. જેને પગલે હાલ સરકારે બિલને સસ્પેન્ડ કરી દીધુ છે, જોકે સરકારના આ દાવાઓને વિરોધ પ્રદર્શન કરી રહેલા માનવ અધિકાર સંગઠનો માનવા તૈયાર નથી. પરીણામે બિલ સસ્પેન્ડ કરવાના દાવા વચ્ચે પણ બહુ જ મોટી સંખ્યામાં લોકોએ […]

Continue Reading

Ind Vs Pak : ભારતની પર દમદાર જીત

પાકિસ્તાને મૅચની શરૂઆતમાં જ વિકેટ ગુમાવી દીધી હતી 337 રનના કપરા લક્ષ્‍યાંક સામે રમતાં પાકિસ્તાને પ્રારંભમાં એક વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ ત્યાર બાદ ફખર ઝમાન અને બાબર આઝમે જોરદાર લડત આપી હતી. બંનેએ 104 રનની ભાગીદારી નોંધાવી હતી. ઝમાને તો અડધી સદી પણ પૂરી કરી હતી. જ્યારે બાબર આઝમ 48 રન નોંધાવીને આઉટ થયો […]

Continue Reading

મોદી-ઇમરાન ખાન વચ્ચે કેટલી મિનિટની મુલાકાત થઇ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાંઘાઇ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) શિખર સંમેલનના સમાપન બાદ શનિવાર સવારે એટલે કે આજે ભારત પહોંચ્યા. આ શિખર સંમેલનમાં તેમણે વૈશ્વિક સુરક્ષા સ્થિતિ આર્થિક સહયોગ, લોકોની વચ્ચે સંપર્ક અને આંતરરાષ્ટ્રીય અને ક્ષેત્રીય મહત્વના મુદ્દા પર ચર્ચા કરી. પરંતુ બધાની નજર પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત થશે કે નહીં તેના […]

Continue Reading