મનમોહનસિંઘ રાજસ્થાનથી રાજ્યસભાના ઉમેદવારનું ફોર્મ ભરશે

દેશના પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડો.મનમોહનસિંઘ રાજસ્થાનથી રાજ્યસભાની પેટાચૂંટણી માટે 13મી ઓગષ્ટે ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે. આ સાથે ફરી એક વાર મનમોહનસિંઘનું રાજ્યસભા પહોંચવું લગભગ નક્કી છે. મનમોહનસિંઘ કેટલાક સમય પહેલાં થોડા સમય પહેલાં રાજસ્થાનમાં ધારાસભ્યોના એક કાર્યક્રમના સમાપન સમારોહમાં પહોંચવા અતિથિ તરીકે સામેલ થયા હતાં. ત્યારબાદથી અટકળો શરુ થઈ હતી કે આ […]

Continue Reading

જમ્મુ-કાશ્મીરમાં સીમાંકન બાદ જ વિધાનસભા ચૂંટણી યોજાશે

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી યોજાવવામાં હજુ કેટલાક મહિના લાગી શકે છે. એનું કારણ એ છે કે ચૂંટણી પંચ પહેલાં વિધાનસભા સીટોનું સીમાંકન કરશે અને ત્યારબાદ જ ચૂંટણી પ્રક્રિયા થઈ શકે તેવા અહેવાલ સાંપડી રહ્યાં છે. એમાં ઓછામાં ઓછા ચાર મહિનામો સમય લાગી શકે છે. જમ્મુ-કાશ્મીર પુર્નગઠન એક્ટ-2019 અનુસાર રાજ્યમાં વિધાનસભાની સીટોનુ સીમાંકન જરુરી છે. નવા સીમાંકન […]

Continue Reading

કાશ્મીરી મહિલાઓ પર ખટ્ટરનું નિવેદન RSSની તાલીમનું પ્રમાણ છે: રાહુલ ગાંધી

કાશ્મીરી મહિલાઓને લઇને હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરના નિવેદનની કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આકરી ટીકા કરી છે. શનિવારે તેમણે દાવો કર્યો હતો કે, ખટ્ટરનુ નિવેદન એ વાતનું પ્રમાણ છે કે, આરએસએસની તાલીમ એક વ્યક્તિની વિચારશક્તિને કેવી રીતે બદલી શકે છે. રાહુલ ગાંધીએ આ મામલે ટ્વિટ કરી હતી કે, કાશ્મીરી મહિલાઓ વિશે હરિયાણાના મુખ્યમંત્રીની ટિપ્પણી નિંદનીય […]

Continue Reading

અમદાવાદમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, 24 કલાકમાં પાંચ ઈંચ વરસાદ

અમદાવાદમાં હવામાન વિભાગની આગાહીના પગલે સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં ફરી એક વખત વરસાદનું રૌંદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. રાતભર સમગ્ર શહેરમાં સાર્વત્રિક ભારે વરસાદ વરસ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં 5 ઈંચથી વધુ જ વરસાદ પડ્યો છે. અમદાવાદમાં સૌથી વધુ વરસાદ સરખેજમાં પડ્યો હતો. સરખેજમાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ નોંધાયો […]

Continue Reading

કાશ્મીર પર નિર્ણય વિરુદ્ધ હવે સુપ્રીમ કોર્ટ પહોંચી ફારુક અબ્દુલાની પાર્ટી, આદેશ રદ કરવા માંગણી કરી

નવી દિલ્હી: નેશનલ કોન્ફરન્સ નેતા અકબર લોને સુપ્રીમ કોર્ટમાં અનુચ્છેદ 370 ખતમ કરવા વિરુદ્ધ અરજી દાખલ કરી છે. કાશ્મીરી ભાગલાવાદી અબ્દુલ ગની લોનના દીકરા અકબર લોન અને હસનૈન મસૂદીએ અરજીમાં કોર્ટને અપીલ કરી છે કે, જમ્મુ-કાશ્મીરને બે હિસ્સામાં વહેચવાનું ગેરબંધારણીય અને બિનલોકતાંત્રિક છે. તેથી તેની પ્રક્રિયા પર તુરંત પ્રતિબંધ લગાવવો જોઈએ. અરજીમાં જમ્મુ-કાશ્મીરને રાજ્યની જગ્યાએ […]

Continue Reading

ગુજરાતમાં 19ના મોત-6 હજારનું સ્થળાંતર, સૌરાષ્ટ્ર-કચ્છમાં તારાજી, આર્મી-એરફોર્સ, NRDF-SDRF ખડેપગે

અમદાવાદઃ દક્ષિણ અને મધ્ય ગુજરાતને ધમરોળ્યા બાદ હવે સૌરાષ્ટ્ર-કચ્છમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને આજે(10 જૂલાઈ) સવારથી સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબી, જામનગર અને સુરેન્દ્રનગરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે અધિકારીઓ સાથે વરસાદની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક કરી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, રાજ્યમાં બે દિવસમાં વરસાદને કારણે […]

Continue Reading

વડોદરામાં વિશ્વામિત્રીની સપાટી 30 ફૂટ થઇ, 6 બ્રિજ વાહનો, લોકોની અવર-જવર માટે બંધ કરાયા

વડોદરા: આજે શનિવાર રાત્રે 12 વાગ્યે વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટી 30 ફૂટે પહોંચતા શહેરના 6 બ્રિજ વાહનો તથા લોકોની અવર-જવર માટે બંધ કરવામાં આવ્યા છે. રાત્રે 12 વાગ્યે વિશ્વામિત્રી નદીની સપાટી કાલાઘોડા ખાતે 30 ફૂટ નોંધાઇ હતી. જ્યારે આજવા ડેમની સપાટી 212 ફૂટ હતી. વિશ્વામિત્રી નદીની સપાટી ભયજનક સ્તરે પહોંચતા ફરી એક […]

Continue Reading

બેઠકમાં કમિટીએ પ્રમુખપદનો નિર્ણય અદ્ધરતાલ લટકાવ્યો, સોનિયા ગાંધીને કાર્યકારી અધ્યક્ષ બનાવાયા, કાશ્મીર મુ્દ્દે કરી ચર્ચા

આજે કોંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબ્લ્યૂસી)ની બેઠક મળી હતી. જો કે પાર્ટી અધ્યક્ષના નામની જાહેરાત થવાને બદલે કૉંગ્રેસ વર્કિંગ કમિટીએ પ્રમુખપદનો નિર્ણય અદ્ધરતાલ લટકાવ્યો છે. જ્યારે સોનિયા ગાંધીને કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે. બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાહુલ ગાંધીના રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. બેઠક બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે કાશ્મીરમાં હિંસાના અહેવાલ છે. વડાપ્રધાન મોદી જણાવે […]

Continue Reading

પૂર્વ નાણામંત્રી અરુણ જેટલી આઈસીયુમાં, તબીબોને દેખરખ હેઠળ સારવાર ચાલુ, પીએમ મોદી-અમિત શાહ AIIMS પહોંચ્યા

નવી દિલ્હીઃ ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ નાણાંમંત્રી અરુણ જેટલીની માંદગીએ વધુ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. શુક્રવારે સવારે 11 વાગ્યે તેમનું સ્વાસ્થ્ય કથળતાં AIIMSમાં લાવવામાં આવ્યા હતા. હાલ તેમની આઈસીયુમાં તબીબોની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી છે. આજે(9 જૂલાઈ) રૂટિન ચેકઅપ પછી તરત તેમને હોસ્પિટલમાં ભરતી કરી દેવાયા હતા. મોડી સાંજે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત […]

Continue Reading

વડોદરામાં ફરી પૂરનો ભય, રાત્રે વિશ્વામિત્રી નદી 20 ફૂટે પહોંચી, 9 કલાકમાં વિશ્વામિત્રીની સપાટી 4 ફૂટ વધી

વડોદરાઃ ઉપરવાસમાં વરસાદને પગલે આજવા ડેમની સપાટી હાલ રાત્રે 11 વાગ્યે 213.10 ફૂટ ઉપર પહોંચી છે. જ્યારે વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 20 ફૂટ થઇ છે. સવારથી જ વધી રહેલી સપાટીને પગલે સાવચેતીના ભાગરૂપે વડોદરા જિલ્લા કલેક્ટરે વડોદરા શહેરની શાળા-કોલેજોમાંથી વિદ્યાર્થીઓને છોડી મૂકવાનો આદેશ કર્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે આજે બપોરે 2:30 કલાકે કાલાઘોડા ખાતે વિશ્વામિત્રી […]

Continue Reading