કાશ્મીરના સોપોરમાં અથડામણ, એક આતંકવાદી ઠાર

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં જવાનોને એક આતંકવાદીને ઠાર કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. બારામૂલા જિલ્લાના સોપોરના પયીન વિસ્તારમાં ચાલી રહેલી અથડામણમાં જવાનોએ એક આતંકવાદીને ઠાર કર્યો છે. સેનાના વિશ્વાસુ પાસેથી યોગ્ય માહિતી મળ્યા બાદ તેમણે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તેવામાં અચાનક આતંકવાદીઓએ જવાનો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. જવાનો તરફથી કરવામાં આવી રહેલી […]

Continue Reading

મોદીના વિમાનને પાકિસ્તાને પોતાના એર સ્પેસમાંથી પસાર થવાની મંજૂરી આપી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન પહેલી વખત સાંઘાઇ સમિટમાં મળશે. જોકે આ સાંઘાઇ સમિટ કિર્ગિસ્તાનમાં યોજાવાની હોવાથી ભારતથી ત્યાં જવા માટે પાકિસ્તાન પરથી પ્લેન પસાર કરવું જરુરી હોય છે. પરીણામે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્લેનને પાકિસ્તાનના હવાઇ માર્ગેથી પસાર કરવા માટે પાકિસ્તાન પ્રશાસનની અનુમતી લેવી પડી હતી. છેલ્લી ઘડી સુધી […]

Continue Reading

અમિત શાહ ગૃહ પ્રધાનની સાથે ભાજપ અધ્યક્ષનું પદ સંભાળશે: હાલ કોઇ વિકલ્પ નથી

અમિત શાહ મોદી સરકારના બીજા કાર્યકાળમાં ગૃહ પ્રધાન બન્યા છે. જેને પગલે હવે તેઓ ભાજપ અધ્યક્ષ પદે રહીને કામગીરી કેવી રીતે સંભાળી શકશે તેને લઇને પક્ષમાં ચર્ચાએ જોર પકડયું છે. સાથે ગૃહ પ્રધાન રહીને પણ શુ પક્ષના અધ્યક્ષ પદે રહી શકાય કે કેમ તેને લઇને પણ ચર્ચા ચાલી રહી છે. આ સ્થિતિ વચ્ચે એવા અહેવાલો […]

Continue Reading

‘વાયુ’ના કારણે ચીને 10 જહાજ રાખવા માટે ભારતની મદદ માંગી

અરબ સાગરમાં સર્જાયેલા લો-પ્રેશરના કારણે ગુજરાત સહિત પશ્ચિમ ભારતના દરિયા કિનારાઓ પર એલર્ટ છે ત્યારે  સાયક્લોન ‘વાયુ’થી બચવા ચીનના 10 જહાજોએ ભારતની શરણ લીધી છે. મહારાષ્ટ્રના રત્નાગિરી બંદર પર આ જહાજને શરણ આપી છે. ઇન્સપેક્ટર જનરલ ઓફ ઇન્ડિયન કોસ્ટગાર્ડ કે.આર.સુરેશે જણાવ્યું કે, ઇન્ડિયન કોસ્ટગાર્ડ તેમને સિક્યોરિટી સર્કલ હેઠળ તેમને ત્યાં રહેવાની મંજુરી આપી છે. હવામાન […]

Continue Reading

શિખર ધવનના અંગુઠામાં ફ્રેક્ચર, ટૂર્નામેન્ટની બહાર થવાની શક્યતા

ભારતીય ટીમના ઓપનર શિખર ધવનના અંગુઠામાં ઈજા થઈ હોવાથી તેઓ 3 સપ્તાહ માટે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. ધવનને 9 જૂને ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં કુલ્ટર નાઈલનો બોલ વાગ્યો હતો. તપાસમાં ખબર પડી કે, શિખરના અંગુઠામાં ફ્રેક્ચર થયું છે. શંકા છે કે, આ ઈજાના કારણે શિખર ધવન સમગ્ર ટૂર્નામેન્ટમાંથી પણ બહાર થઈ શકે છે. ધવનને હાથમાં […]

Continue Reading

અરુણાચલમાં 12 હજાર ફૂટની ઉંચાઈ પર જોવા મળ્યો ગુમ AN-32 વિમાનનો કાટમાળ

ભારતીય વાયુસેનાએ મંગળવારે સર્ચ ઓપરેશન દરમિયાન અરુણાચલ પ્રદેશમાં AN-32 એરક્રાફ્ટનો કાટમાળ જોવા મળ્યો છે. વાયુસેનાના હેલિકોપ્ટર MI-17એ ટાટોના ઉત્તરપૂર્વ વિસ્તારમાં અંદાજે 12 હજાર ફૂટની ઉંચાઈ પર તેનો કાટમાળ જોયો છે. 3 જૂને વિમાને આસામના જોરહાટ એરબેઝથી ઉડાન ભરી હતી. તેમાં 13 લોકો હતા. ઉડાન ભર્યાના થોડા સમયમાં જ વિમાનનો ગ્રાઉન્ડથી સંપર્ક ટૂટી ગયો હતો. ખરાબ […]

Continue Reading

પ્રચંડ વાયુ સામે ટકરાશે ગુજરાત: સૌરાષ્ટ્ર-કચ્છના 11 જિલ્લામાં 3 લાખથી વધુ લોકોને ખસેડવા યુદ્ધના ધોરણે મિશન

અરબી સમુદ્રમાં વેરાવળથી 650 કિલોમીટર દૂર કેન્દ્રિત થયેલું વાયુ વાવાઝોડું 12મી જૂનની મધરાતે અને 13મીના પરોઢે લગભગ બેથી ત્રણ વાગ્યા આસપાસ વેરાવળથી દીવ વચ્ચેના દરિયાકાંઠે 120 -145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ત્રાટકે તેવી સંભાવના છે. વાયુ વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર- કચ્છના 11 જિલ્લા કચ્છ, ભાવનગર, અમરેલી, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, […]

Continue Reading

દક્ષિણ ગુજરાતના વ્યારા, વઘઈ, સાપુતારામાં ગાજવીજ સાથે વરસાદ,ડાંગમાં સ્કૂલના પતરા ઉડ્યાં

દક્ષિણ ગુજરાતમાં વાયુ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. ત્યારે આજે દક્ષિણ ગુજરાતના વ્યારા, ઉનાઈ, નવસારીના આસપાસના વિસ્તારો સહિત વલસાડના અમુક વિસ્તારો સાથે ડાંગ અને સાપુતારામાં ભારે ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. વરસાદના પગલે અને વાવાઝોડાની આગાહીના પગલે લોકોમાં ભયનો માહોલ પેદા થયો છે. ડાંગના ગાઢવી ગામમાં શાળાના પતરા ઉડતાં ત્રણ વિદ્યાર્થીઓને ઈજા પહોંચતા સારવાર […]

Continue Reading

દિલ્હીમાં રેકોર્ડ બ્રેક ગરમી, 48 ડિગ્રી ઉંચા તાપમાને દિલ્હીને તપાવ્યું

દિલ્હી સહિત દેશના ઘણા રાજ્યો ગરમીનો પ્રકોપ સહન કરી રહ્યા છે. સ્કાઇમેટના વાઇસ પ્રેસિડન્ટ મહેશ પાલાવત મુજબ દિલ્હીનો પાલમ વિસ્તાર હાલ અસહ્ય સૌથી ઉંચા તામપાનનો શિકાર છે, જ્યાં તાપમાન લગભગ 48 ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગયું છે. દિલ્હીમા પહેલી વાર રેકોર્ડ બ્રેક ગરમી નોંધવામાં આવી છે. દિલ્હીમાં 9 જૂનનો દિવસ સૌથી ગરમ દિવસ પૂરવાર થયો હતો. […]

Continue Reading

વર્લ્ડ કપ-2011ના હીરો યુવરાજ સિંઘે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલ-રાઉન્ડર યુવરાજ સિંઘે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. 2011ના વર્લ્ડ કપના હીરો રહેલા યુવરાજ સિંઘે સોમવારે એક પત્રકાર પરિષદ બોલાવીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. યુવરાજ સિંઘની ગણના વિશ્વના મહાન ઓલ-રાઉન્ડરમાં થાય છે. આ ઉપરાંત ક્રિકેટ પ્રેમીઓ તેને આક્રમક બેટ્સમેન અને સર્વશ્રેષ્ઠ ફિલ્ડર તરીકે હંમેશા યાદ રાખશે. 2011ના વર્લ્ડ […]

Continue Reading