મિર્જાપુરઃ આનંદ વિહાર એક્સપ્રેસમાં લાગી ભીષણ આગ, 3 બોગી આવી ગઈ લપેટામાં

ઉત્તર પ્રદેશના મિર્જાપુર જિલ્લામાં ગુરુવારે આનંદ વિહાર એક્સપ્રેસમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ટ્રેનમાં અચાનક લાગેલી આગને કારણે હડકંપ મચ્યો હતો. લોકો આમથી તેમ ભાગવા લાગ્યા હતા, ટ્રેન ડ્રાઈવરે સમજદારી દેખાડતા ટ્રેનને રોકી જનરેટર રૂમ અને પાર્સલ કોચને ટ્રેનથી અલગ કરી દીધા હતા. જાણકારી મુજબ મિર્જાપુરના કેલહટ રેલવે સ્ટેશન પાસે સવારે 11.30 વાગ્યે આનંદ […]

Continue Reading

મુંબઇ અને પંજાબને સિંહની જોડી આપવા મુખ્યમંત્રીની સિદ્ધાંતિક મંજૂરી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એનીમલ એક્સચેન્જ પ્રોગ્રામ અન્વયે મહારાષ્ટ્રના મુંબઇને સિંહની બે જોડી તથા પંજાબને સિંહની એક જોડી આપવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. દેશના વિવિધ રાજ્યોના વન્ય પ્રાણી અને પક્ષી સંપદાનથી અન્ય રાજ્યના નાગરિકો અને પ્રવાસીઓ પરિચિત થાય તેવા હેતુથી આ એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ શરૂ કરવામાં આવેલો છે. મુખ્યમંત્રીએ આપેલી આ સૈદ્ધાંતિક મંજૂરી અનુસાર જૂનાગઢના શક્કરબાગ […]

Continue Reading

Paytm ટૂંક સમયમાં જ તેનું ડેબિટ કાર્ડ લોન્ચ કરવા જઈ રહ્યું છે

ગ્લોબલ પેમેન્ટ કંપની Visa એ તેના નેટવર્કમાં Paytm Payments Bank નો સમાવેશ કર્યો છે. ટૂંક સમયમાં તમે Paytm ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી શકશો. આના હેઠળ, પેટીએમ ટૂંક સમયમાં Visa લખેલા ડેબિટ કાર્ડને જારી કરી શકે છે. ભારતમાં આશરે 30 કરોડ લોકો પેટીએમનો ઉપયોગ કરે છે. પેટીએમ સાથે જોડાઈને વિઝા કંપની તે ગ્રાહક વર્ગને […]

Continue Reading

વડોદરા: પાદરાની ટ્રાન્સપેક કંપનીમાં બ્લાસ્ટ: પાંચ કર્મચારીઓ ઈજાગ્રસ્ત

પાદરાના એકલબારા ગામ પાસે આવેલી ટ્રાન્સપેક ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી. કંપનીના ACL પ્લાન્ટમાં અચાનક બ્લાસ્ટ થતા 5 કામદારો દઝાયા હતા. જેઓ તાત્કાલિક પાદરાના ડભાસા ગામ પાસેની ખાનગી કંપનીમાં પ્રાથમિક સારવાર આપી વડોદરા ખાનગી હોસ્પિટલે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે પોલીસ સહિત મામલતદાર કંપની પર દોડી આવ્યા હતા. આ કંપની વિરૂદ્ધ છેલ્લા 25 વર્ષ પહેલાં […]

Continue Reading

કેવી રીતે થઈ હતી ‘રૂહ અફ્જા’ની શોધ, કેમ હવે માર્કેટમાંથી થઈ ગઈ ગાયબ?

ઉનાળાની શરૂઆત હોય કે રમજાનનો તહેવાર.. ભારતમાં ઠંડા પીણા માટે રૂહ અફ્જા પહેલીથી જ બહુ જાણીતું નામ છે. હાલમાં જ બજારમાં રૂહ અફ્જાની અછત જોવા મળી છે. રૂહ અફ્જા બનાવતી હમદર્દ કંપનીએ જણાવ્યું છે કે, આગામી 10 કે 15 દિવસમાં ભારતીય બજારમાં રૂહ અફ્જા ઉપલબ્ધ કરાવી આપવામાં આવશે. તો આવો જાણીએ રૂહ અફ્જાનો ઈતિહાસ વિશે. […]

Continue Reading

ધો. 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં ઘટાડો, કોંગ્રેસ પ્રવક્તાએ સરકાર પર સાધ્યુ નિશાન

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધો.12 સાયન્સની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થઈ ગયું છે. બોર્ડે ધો.12 સાયન્સના પરિણામની સાથે ગુજકેટનું પરિણામ તથા ધો.12 સાયન્સ સેમેસ્ટર પદ્ધતિનું પરિણામ પણ એકસાથે જ જાહેર કરવાની જાહેરાત કરી હતી. આ વર્ષે 71.90 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું. આ પરિણામ ગત વર્ષ કરતાં એક ટકો ઓછું છે. છેલ્લા […]

Continue Reading

શું ચીનની ઘાતક પરમાણું સબમરિન માત્ર ‘શોભાનો ગાંઠીયો’? નિષ્ણાંતોએ ઉઠાવ્યા ગંભીર સવાલ

ચીની નેવીની વધતી જતી તાકાતને લઈ સમગ્ર દુનિયા શંકાની દ્રષ્ટિએ જોઈ રહી છે, પણ સેનાના વિશેષજ્ઞોએ તેની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા છે. કહેવાઈ રહ્યું છે કે, સપ્ટેમ્બર 2017 બાદ ચીનની એક પણ પરંપરાગત અને પરમાણુ સબમરિન હિંદ મહાસાગર ક્ષેત્રમાં આવી નથી. જેનાથી ચીની સબમરિનની લાંબી દૂરી સુધીની તહેનાતીની ક્ષમતા પર સવાલ ઉભા થવા લાગ્યા છે. […]

Continue Reading

પેરિસથી મુંબઇ આવતી ફ્લાઇટમાં મોટી દુર્ઘટના ટળી, ઇમરજન્સીમાં ઇરાન ઉતારવામાં આવ્યું

ફ્રાન્સની રાજધાની પેરિસથી મુંબઇ આવી રહેલી એક ફ્લાઇટને ઇમરજન્સીમાં ઇરાન ઉતારવામાં આવી છે. જેના કારણે એક મોટી દુર્ઘટના ટળી. આ ઘટના બુધવારની છે, બાદમાં વિમાન કલાકો સુધી ઇરાનમાં રોકાયા બાદ મુંબઇ માટે દુબઇ થઇને ઉડાન ભરી. વિમાન કંપની જૂનનું એરબસ એ340 વિમાન ઇરાનના ઇસ્ફહાન શહેરમાં ઉતર્યું. વિમાન કંપની જૂને એક નિવેદનમાં કહ્યું કે, ફ્લાઇટ નંબર […]

Continue Reading

પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને સુપ્રીમ કોર્ટનો ઝાટકો, NDPS કેસમાં જામીન આપવાનો ઈન્કાર કર્યો

ગુજરાતના પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને સુપ્રીમ કોર્ટે ઝાટકો આપ્યો છે. કોર્ટે તેમને NDPS (નારકોટીક ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબસ્ટેન્સ એકટ,1985) કેસમાં જામીન આપવાનો ઈન્કાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે સંજીવ ભટ્ટ સપ્ટેમ્બર 2018થી જેલમાં બંધ છે. અગાઉ ગુજરાત હાઈકોર્ટે પણ ભટ્ટની જામીન અરજી ફગાવી દીધી હતી. પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટની ગુજરાત સીઆઈડીએ સપ્ટેમ્બર 2018ના રોજ […]

Continue Reading

LRD પેપરકાંડઃ મુખ્ય આરોપીની ધરપકડ, દિલ્હી પોલીસમાં કરતો હતો નોકરી

રાજ્યમાં બહુચર્ચિત LRD પેપરલીક કાંડમાં ગુજરાત એટીએસએ વધુ એક આરોપીની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલો શખ્સ પ્રોફેશનલ ગેંગનો મુખ્ય સુત્રધાર હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2018ના ડિસેમ્બર મહિનામાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડની પરીક્ષાનું પેપર લીક થયું હતું. ગુજરાત પોલીસે સમગ્ર કેસ ઉકેલી મુખ્ય આરોપીઓને જેલ હવાલે કર્યા છે. પેપરલીકનો ગુનો દાખલ થયા બાદ ગુજરાત એટીએસ […]

Continue Reading