પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો પુત્ર BCAની પરીક્ષામાં ચોરી કરતા ઝડપાયો

જ્યારથી પીએમ મોદીએ પોતાનો ‘ચોકીદાર’ ગણાવ્યા છે ત્યારથી ભાજપના તમામ નેતાઓ પોતાને પણ ‘ચોકીદાર’ ગણાવી ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ગુજરાતના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો પુત્ર કોલેજની પરીક્ષા દરમિયાન ‘નકલ’ કરતો પકડાયો છે. આ અંગે કોંગ્રેસે પણ આક્ષેપો કર્યા છે કે ‘ચોકીદારનો પુત્ર ચોર’ છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો પુત્ર મીત વાઘાણી ભાવનગર યુનિવર્સિટીમાં […]

Continue Reading

સુરત પોલીસ સબ-ઇન્સ્પેક્ટર 20 હજારની લાંચ લેતા ઝડપાયા

સુરત પુણા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર 20 હજારની લાંચ લેતા ઝડપાયો. સુરત પુણા વિસ્તારમાં એક યુવાનની કાર ચોરાતા પોલીસ ફરિયાદ કરી હતી. જેની તપાસ પ્રોબેશનર પોસઈ ઋત્વિક મંગાભાઈ વાળા કરતા હતા. દરમિયાન આ કાર કામરેજ વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં મળી આવતા કારનો કબજો મેળવવા માટે કોર્ટમાં અરજી કરી. એ અરજીમાં પોલીસનો અભિપ્રાય અનિવાર્ય હોય છે. […]

Continue Reading

વિજય માલ્યાના કરજથી વધુ સંપત્તિ કબજે કરી છે : નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સરકારે કાયદો કડક કર્યો તેથી દેશમાંથી નીરવ મોદી અને વિજય માલ્યા ભાગી ગયા. ભારતીય સમાચાર ચૅનલ રિપબ્લિક ભારતને આપેલા ઇંટરવ્યૂમાં નરેન્દ્ર મોદીએ કહ્યું, “જ્યારે મારી સરકાર બની અને દેશની આર્થિક સ્થિતિ મારી સામે આવી તો મારી પાસે બે વિકલ્પ હતા.” “પહેલો વિકલ્પ એ હતો કે હું લોકોને હકીકત જણાવું કે આ […]

Continue Reading

વસુલાત માટે વિજય માલ્યાના 1000 કરોડના શેર વેચવા કોર્ટની લીલી ઝંડી

ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળની કોર્ટે મોટો ઝાટકો આપ્યો છે. કોર્ટે વિજય માલ્યાની માલિકીના લગભગ 1000 કરોડ રુપિયાની કિંમતના શેર વેચવા માટે મંજુરી આપી દીધી છે.આ શેર યુનાઈટેડ બ્રેવરીઝમાં માલ્યાના હિસ્સાના છે.જે કોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલા લિક્વિડેટર દ્વારા વેચવાના હતા. જેની સામે માલ્યાએ પિટિશન ફાઈલ કરી હતી.જોકે માલ્યાની પિટિશન કોર્ટે ફગાવી દીધી […]

Continue Reading

ધોનીએ આમ્રપાલી ગ્રુપ પાસેથી બાકી નિકળતા 40 કરોડ રુપિયા લેવા માટે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને વિકેટ કિપર એમ એસ ધોનીએ આમ્રપાલી ગ્રુપ પાસેથી બાકી નિકળતા 40 કરોડ રુપિયા લેવા માટે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. આમ્રપાલી ગ્રુપ પર એમ પણ હજારો લોકોને ઠગવાનો આરોપ છે ત્યારે ધોનીએ કરેલા કેસથી તેની મુશ્કેલીઓ વધી શકે છે. 2009માં ધોની આ ગ્રુપનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો હતો.તેની સાથે તે 6 વર્ષ જોડાયેલો […]

Continue Reading

શરીર પર દારૂની બોટલો બાંધીને આવતી સાત મહિલાઓ પકડાઇ

લોકસભાની જાહેર થયેલી ચૂંટણી દરમિયાન દારૂની હેરાફેરી પર વધી રહેલ ઘોંચના કારણે હવે વિવિધ તરકીબો અજમાવવામાં આવી રહી છે. શરીર પર સેલોટેપથી દારૂની બોટલો બાંધીને વડોદરામાં દારૂનો જથ્થો ઘુસેડવાનો પ્રયાસ કરતી સાત મહિલાઓને હાઇવે પરથી પકડી પાડવામાં આવી છે. તેમની પાસેથી ૩૩૨ દારૂની બોટલો મળી આવી હતી. પોલીસના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરા નજીક હાઇવે […]

Continue Reading

ઇશરત જહા કેસમાંથી અમને મુક્ત કરો: વણઝારા, અમીન

ઇશરત જહા એન્કાઉન્ટર કેસમાં પૂર્વ આઇપીએસ ડી.જી. વણઝારા અને એન.કે.અમીને કેસમાંથી બિન તોહમત(ડિસ્ચાર્જ) છોડી મૂકવા કરેલી અરજી સ્પેશિયલ CBI કોર્ટે ફગાવી દીધી હતી. જો કે, કોર્ટે CBIને એવો નિર્દેષ આપ્યો હતો કે, અધિકારીઓ સામે કાર્યવાહી કરતા પહેલાં સીબીઆઇએ રાજ્ય સરકારની કોઇ મંજૂરી મેળવી હતી કે નહીં તેનો અહેવાલ CBI એક મહિનાની અંદર કોર્ટમાં રજૂ કરે. […]

Continue Reading

‘હું પણ ચોકીદાર’ વીડિયો શેર કરવા મુદ્દે ભાજપને ચૂંટણી પંચની નોટિસ

દેશમાં જોર-શોરથી શરુ થયેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘હું પણ ચોકીદાર’ અભિયાનને લઈને ચૂંટણી પંચે ભાજપને નોટિસ ફટકારી છે. આ નોટિસ ‘હું પણ ચોકીદાર’ અભિયાનનો વીડિયો વગર મંજૂરીએ સોશ્યલ મીડિયામાં શેર કરવા મામલે ફટકારી છે. ‘હું પણ ચોકીદાર’ અભિયાનનો વીડિયો ભાજપના ચૂંટણી સમિતિના સભ્ય નીરજ કુમારે શેર કર્યો છે. હવે ચૂંટણી પંચે નીરજ કુમારને કારણદર્શક નોટિસ […]

Continue Reading

ગાંધીનગર GIDCમાં આવેલી ત્રણ ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયર ફાઈટર ઘટના સ્થળે

સેક્ટર 26માં આવેલી GIDCમાં આવેલી ત્રણ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. ગાંધીનગર ફાયર ફાઈટરની ટીમ હાલ ઘટના સ્થળે છે. ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગથી નાસભાગ મચી ગઈ હતી. GIDCમાં આવેલી ઈ-વ્હિકલ અને કેમિકલ બનાવતી એમ બે કંપનીમાં એકાએક આગ લાગી હતી. મળતી માહિતી અનુસાર આગની દુર્ધટનામાં અનેક ઈ-વ્હિકલ બળીને ખાખ થયા છે. આગને કાબૂમાં લેવા માટે કડી […]

Continue Reading

પોરબંદરના દરિયામાં 500 કરોડનું ડ્રગ્સ લઈ જતા નવ ઈરાની ઝડપાયા

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા ઘર્ષણ વચ્ચે ગુજરાત સહિત દેશની ચારેબાજુની સરહદો ઉપર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, ત્યાં આજે પોરબંદરમાં મધદરિયે ગુજરાત એટીએસ તેમજ કોસ્ટગાર્ડ અને મરીન ટાસ્કફોર્સની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પ૦૦ કરોડના ડ્રગ્સની દાણચોરીનો પર્દાફાશ કરીને ૯ ઇરાનીની ધરપકડ કરી છે. પાકિસ્તાનથી આવેલું આ ડ્રગ્સ ઇરાનમાં લઈ જવાનું હતું. ત્રણેય […]

Continue Reading