બંગાળના હાવડામાં પ્રદર્શનકારીઓએ હાઇવે જામ કરીને 10 બસો સળગાવી, સંકરાઇલ રેલવે સ્ટેશન કોમ્પ્લેક્સમાં પણ આગચંપી

નાગરિકતા બિલના વિરોધમાં શનિવારે બંગળાના ઘણા શહેરોમાં હિંસા અને આગની ઘટનાઓ થઇ. કોલકાતા પાસે હાવડામાં પ્રદર્શનકારીઓએ હાઇવે જામ કરીને 10 બસોમાં આગ લગાવી દીધી હતી. ઘણા અન્ય વાહનો અને કચેરીઓમાં તોડફોડ કરી. તે સિવાય ભીડે સંકરાઇલ સ્ટેશન કોમ્પ્લેક્સ પર પણ તોડફોડ કરીને આગ લગાવવામાં આવી હતી. આ ઘટનામાં બે CRPFના જવાનો સાથે પણ મારપીટ કરવામાં […]

Continue Reading

નિત્યાનંદ આશ્રમ વિવાદઃ ગ્રામ્ય કોર્ટે 23 દિવસથી જેલમાં બંધ બન્ને સંચાલિકાઓની જામીન અરજી ફગાવી

હીરાપુરમાં આવેલા નિત્યાનંદ આશ્રમમાં બાળકોને ગોંધી રાખવા મામલે ગ્રામ્ય કોર્ટે આશ્રમની બન્ને સંચાલિકા પ્રાણપ્રિયા અને પ્રિયતત્વાની જામીન અરજી ફગાવી દીધી છે. બંન્નેની રેગ્યુલર જામીન અરજી કોર્ટે ફગાવતા બન્નેની મુશ્કેલીઓ વધી છે. આમ હવે બન્નેને જેલમાં રહેવું પડશે. કોર્ટના અવલોકન મુજબ, આ ગંભીર ગુનો હોવાથી જામીન પર મુક્ત કરી શકાય નહીં. આશ્રમની આ બન્ને સંચાલિકા આગામી […]

Continue Reading

15 ડિસેમ્બરથી વાહનો પર ફાસ્ટેગ લગાવવો ફરજિયાત, નહીં તો ડબલ ટોલ ચૂકવવો પડશે

કેન્દ્ર સરકારે 15 ડિસેમ્બરથી ફાસ્ટેગ દ્વારા ટોલ ટેક્સની વસૂલાત ફરજિયાત કરી દીધી છે. તેના માટે ટોલ પર ફાસ્ટાગનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. જો 15 ડિસેમ્બર સુધીમાં કોઈ વ્યક્તિ પોતાની કારમાં આ ફાસ્ટેગ નહીં લગાવે તો તેને ડબલ ટોલ ચૂકવવો પડશે. ફાસ્ટેગનું સંચાલન નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવે છે. ફાસ્ટેગની […]

Continue Reading

આંધ્ર પ્રદેશ વિધાનસભાએ પાસ કર્યું ‘દિશા બિલ’ દુષ્કર્મના આરોપીઓને 21 દિવસમાં ફાંસી થશે

દેશમાં વધી રહેલા મહિલાઓ અને બાળકો વિરુદ્ધ યૌન શોષણના અપરાધો પર લગામ લેવા અને આરોપીઓને જલ્દીથી સજા મળે એ માટે આંધ્ર પ્રદેશ વિધાનસભા એક બિલ પાસ કર્યું છે. આ બિલ થકી ભારતીય દંડ સહિતા અને દંડ પ્રક્રિયા સંહિતામાં સુધારો કરી આ પ્રકારના ગંભીર મામલાઓમાં ઝડપથી તપાસ અને સુનવણી કરવા તથા આરોપીને તેમના અંજામ સુધી પહોંચાડવાની […]

Continue Reading

આશા છે કે ભારત એવું પગલુ નહીં ઉઠાવે જેનાથી બંને દેશોના સંબંધો ખરાબ થાય: બાંગ્લાદેશ

Citizenship Amendment Act 2019ની અસર હવે ભારત-બાંગ્લાદેશના સંબંધો પર પણ જોવા મળી રહી છે. ભારતના પૂર્વ-ઉત્તર રાજ્યોમાં તથા કોંગ્રેસ સહિત તમામ વિપક્ષો દ્વારા આ કાયદાના વિરોધ વચ્ચે બાંગ્લાદેશે પણ પ્રતિક્રિયા આપી છે. બાંગ્લાદેશે ફરી એકવાર સ્પષ્ટતા કરી છે કે 1971 પછી તેનો એકપણ નાગરિક ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસ્યો નથી, બીજી તરફ ગૃહમંત્રી અમિત શાદે સતત […]

Continue Reading

CAB Protest: વિરોધ પ્રદર્શને લીધે અમિત શાહની શિલોન્ગ યાત્રા રદ કરવી પડી

Citizenship Amendment Actના વિરોધમાં દેશના પૂર્વોત્તર રાજ્યોમાં થઇ રહેલા વિરોધ પ્રદર્શનો હિંસક બન્યા છે. જેને કારણે ઉભી થયેલી પ્રતિકૂળ સ્થિતિઓ હેઠળ ગૃહમંત્રી અમિત શાહની મેઘાલયની રાજધાની શિલોન્ગની યાત્રા રદ કરવામાં આવી છે. તેઓ રવિવારે શિલોન્ગની મુલાકાતે જવાના હતા.  આ કાયદાનો વિરોધ કોંગ્રેસ સહિત વિપક્ષ દળો કરી રહ્યા છે. જોકે કેન્દ્ર સરકાર દ્વારા તેને લાગુ કરવામાં […]

Continue Reading

કાશ્મીર મુદ્દે ભારતનો વિરોધ કરનારી લેબર પાર્ટીની બ્રિટનમાં હાર, ભારત તરફી કન્ઝર્વેટિવનો વિજય થયો

બ્રિટનમાં ગુરૂવારે થયેલી સામાન્ય ચૂંટણીમાં ભારત તરફી ઝોક ધરાવતા કન્ઝર્વેટિવ પક્ષે ઐતિહાસિક બહુમતી મેળવી લીધી હતી. લેબર પાર્ટીના જેરેમી કોર્બિને પરાજય  સ્વીકારીને પક્ષના વડા પદેથી રાજીનામું આપ્યું હતું. અત્રે એ યાદ રહે કે બ્રિટનમાં વસતા ભારતીય કૂળના હિન્દુઓ સતત કન્ઝર્વેટિવ પક્ષના ઉમેદવારો માટે પ્રચાર કરતા હતા. ભારત સરકારે જમ્મુ કશ્મીરને ખાસ દરજ્જો આપતી બંધારણની 370મી […]

Continue Reading

“વિધવા સહાય પેન્શન યોજના’’ હવે ‘‘ગંગા-સ્વરૂપ બહેનોને સહાયતા યોજના”ના નામે ઓળખાશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઓલપાડ વિધાનસભા મતવિસ્તારની સાત હજાર વિધવા બહેનોને વિધવા સહાય પેન્શન યોજના મંજુરીના હુકમોનું એક જ સ્થાનેથી વિતરણ કરતાં જણાવ્યું કે, વિધવા સહાય પેન્શન યોજનાને વિધવા બહેનોના સન્માન માટે ગંગા-સ્વરૂપ બહેનોને સહાયતા યોજના તરીકે નામકરણ કરાશે. ઓલપાડ વિધાનસભા મતક્ષેત્રને એક જ સ્થળેથી 7 હજાર બહેનોને વિધવા પેન્શન હુકમો એનાયત કરવા બદલ એશિયા બુક […]

Continue Reading

રાજ્યોને નાગરિકતા કાનૂન લાગી કરવાનો ઈનકાર કરવાનો કોઈ હક નથી: કેન્દ્ર

નાગરિકતા કાનૂન પર મચેલા વિવાદ વચ્ચે કેન્દ્રના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, રાજ્ય સરકારો તેને લાગૂ કરવાનો ઈનકાર કરી શકે નહી. અધિકારીએ જણાવ્યું કે, નાગરિકતા સંશોધન વિધેયક 2019ને લાગૂ કરવાનો ઈનકાર કરવાનો અધિકાર રાજ્યોને નથી કારણ કે આ કાનુન બંધારણની સાતમી અનુસુચીની સંઘ યાદી હેઠળ બનાવવામાં આવી છે. ગૃહમંત્રાલયના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, રાજ્યોને આવા […]

Continue Reading

નાગરિકતા સુધારા ખરડો કાયદો બની ગયો, રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે સહીસિક્કા કર્યા

રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે ગુરૂવારે મોડી રાત્રે નાગરિકતા સુધારા ખરડા પર સહીસિક્કા કરતાં આ ખરડો હવે કાયદો બની ચૂક્યો હતો. આ ખરડો બુધવારે રાજ્યસભામાં રજૂ થયો હતો ત્યારે એ ફરી એકવાર નામંજૂર થવાની ધાસ્તી હતી પરંતુ ભાજપની નેતાગીરીએ સાથી પક્ષોને અગાઉથી વિશ્વાસમાં લઇ લીધા હતા એટલે સહેલાઇથી ખરડો પાસ થઇ ગયો હતો. જો કે ઇન્ડિયન […]

Continue Reading