હીરાપુરમાં આવેલા નિત્યાનંદ આશ્રમમાં બાળકોને ગોંધી રાખવા મામલે ગ્રામ્ય કોર્ટે આશ્રમની બન્ને સંચાલિકા પ્રાણપ્રિયા અને પ્રિયતત્વાની જામીન અરજી ફગાવી દીધી છે. બંન્નેની રેગ્યુલર જામીન અરજી કોર્ટે ફગાવતા બન્નેની મુશ્કેલીઓ વધી છે. આમ હવે બન્નેને જેલમાં રહેવું પડશે. કોર્ટના અવલોકન મુજબ, આ ગંભીર ગુનો હોવાથી જામીન પર મુક્ત કરી શકાય નહીં. આશ્રમની આ બન્ને સંચાલિકા આગામી દિવસોમાં હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરે એવી શક્યતા છે.
પ્રાણપ્રિયા અને પ્રિયતત્વા 20 નવેમ્બરથી જેલમાં બંધ
ઉલ્લેખનીય છે કે, આ બન્ને સાધિકાઓની વિવેકાનંદનગર પોલીસ દ્વારા 20 નવેમ્બરના રોજ ધરપકડ કરવામાં હતી. આમ પ્રાણપ્રિયા અને પ્રિયતત્વા 23 દિવસથી જેલમાં બંધ છે.

