બસે અડફેટે લેતા સગા બે ભાઈના ઘટના સ્થળે જ મોત, દુર્ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા

શહેરના પાંજરાપોળ વિસ્તારમાં આવેલા ચાર રસ્તા પર બીઆરટીએસ બસે બાઈકસવાર બે સગાભાઈઓને કચડ્યા હતા. જયેશ રામ અને નયન રામ નામ બે ભાઈઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. આ ગોઝારા અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજ અસ્પષ્ટ છે અને તેમાં અકસ્માત બાદની અડધી મિનિટને કટ કરી દેવામાં આવી છે. અકસ્માત બાદ યુવાનો બસના […]

Continue Reading

દિલ્હી ગેરકાયદેસર વસાહતોને કાયદેસર કરવાની મંજૂરી

દિલ્હી ગેરકાયદેસર કોલોનીઓમાં રહેતા ચાલીસ લાખ દિલ્હીવાસીઓને કેન્દ્ર સરકારે મોટી ભેટ આપી છે. તાજેતરમાં દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે દિલ્હીની ગેરકાયદેસર વસાહતો (Delhi unauthorised colonies)ને કાયદેસર કરવાની મંજૂરી આપી દીધી છે. દિલ્હી ઉપરાજ્યપાલે ટ્વિટ કરી આ અંગેની જાણકારી આપી છે. ટ્વિટ મુજબ વડાપ્રધાન અનઓથોરાઇઝડ કોલોનીઝ ઇન દિલ્હી આવાસ અધિકાર યોજના (PM-unauthorized Colonies in Delhi Awas Adhikar […]

Continue Reading

ભારતને જાન્યુઆરી સુધી મળી શકે છે પહેલા ‘ચીફ ઓફ ડિફેન્સ’

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલના નેતૃત્વવાળી સમિતિ આગામી ત્રણ અઠવાડિયામાં દરમિયાન ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિમણૂક માટે નિયમાવલીને અંતિમ રુપ આપશે. જે થકી સરકારને જાન્યુઆરી સુધી એકીકૃત સેન્ય સલાહકાર મળવાનો રસ્તો મોકળો થશે. સૈન્ય સલાહકારની ભલામણ 1999માં કારગિલ સમીક્ષા સમિતિએ કરી હતી.  સેનાના સત્તાવાર સૂત્રો મુજબ આર્મી, નૌકાદળ અને વાયુસેના પેહલાથી જ આ નવા પદ […]

Continue Reading

અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશ મેળવનાર 150 ભારતીયો પરત ધકેલાયા

અમેરિકાએ વિઝાના નિયમોનું ઉલ્લંઘન કરનારા અને ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરનારા આશરે 150 જેટલા ભારતીય નાગરિકોને વિશેષ વિમાન મારફતે ભારત પરત મોકલી આપ્યા છે. અમેરિકામાં વધુ સારી જિંદગી વિતાવવાના તૂટેલા સ્વપ્ન સાથે આશરે 150 જેટલા ભારતીયો 20 નવેમ્બરના રોજ સ્વદેશ પરત ફર્યા છે અને તેમણે પોતાની બચતની રકમમાંથી ઘણાં બધા રૂપિયા પણ ગુમાવી દીધા છે. […]

Continue Reading

વાજપેયીની સુરક્ષામાં કોંગ્રેસે કોઈ ઘટાડો કર્યો નહોતોઃ રાજ્યસભામાં કોંગ્રેસ

ગાંધી પરિવારની સભ્યોની એસપીજી સુરક્ષા હટાવવાના મુદ્દે આજે રાજ્યસભામાં ઘમાસાણ સર્જાયુ હતુ. કોંગ્રેસના સાંસદ આનંદ શર્માએ કહ્યુ હતુ કે, સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની એસપીજી સુરક્ષા પાછી લેવાઈ છે. મનમોહન સિંહ 10 વર્ષ સુધી પીએમ હતા. સોનિયા ગાંધી પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના પત્ની અને ઈંદિરા ગાંધીના પુત્રવધુ છે. આ બંને […]

Continue Reading

યશરાજ ફિલ્મ્સે કર્યો ફિલ્મ જગતમાં ભયંકર કાંડ, એક ઝાટકે કલાકારોનું 100 કરોડનું કરી નાખ્યું!

બોલિવૂડના પ્રોડક્શન હાઉસ યશ રાજ ફિલ્મ્સની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. મુંબઈ પોલીસની આર્થિક ગુનાની વિંગે 100 કરોડ રૂપિયા પડાવવાના આરોપમાં યશ રાજ ફિલ્મ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ કેસ ગીતકાર, સંગીતકાર, ગાયક અને સંગીત નિર્માતાને લગતો છે. ભારતીય પરફોર્મિંગ રાઇટ્સ સોસાયટી (IPRS)એ આ કેસ નોંધ્યો છે. આ સંસ્થા ગીતકારો, સંગીતકારો, ગાયકો અને સંગીત […]

Continue Reading

દરોડામાં આ વર્ષે જપ્ત રકમમાં 2000ની નોટોનો માત્ર 43 ટકા હિસ્સો, 2 વર્ષ પહેલા 68 ટકા હતો

સરકારના જણાવ્યા મુજબ ઈન્કમ ટેક્સની રેડમાં જપ્ત રકમમાં 2000ની નોટોનો હિસ્સો ઘટી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે નાણાંકીય વર્ષ 2017-18માં ઈન્કમ ટેક્સની રેડમાં મળેલી રકમમાં 67.9 ટકા મુદ્રા 2000ની નોટના રૂપમાં હતી. નાણાંકીય વર્ષ(2018-19)માં આ આંકડો 65.9 ટકા અને ચાલુ નાણાંકીય વર્ષ(2019-20)માં અત્યાર સુધીમાં 43.2 […]

Continue Reading

શરદ પવાર PM મોદીને મળ્યા ,કહ્યું- રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ છે, ખેડૂતોની મદદ માટે તમારી દખલગીરી જરૂરી છે

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા અંગે કોંગ્રેસ, NCP અને શિવસેનામાં ચાલી રહેલી વિચારણા વચ્ચે NCP નેતા શરદ પવારે આજે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. મળતી માહિતી પ્રમાણે, NCP પ્રમુખ શરદ પવારની વડાપ્રધાન મોદી સાથેની આ મુલાકાત મહારાષ્ટ્રમાં ખેડૂતોની સમસ્યા અંગે થઈ છે. પણ આજે આ મુલાકાતની બધે ચર્ચા થઈ રહી છે. દેશના 2 દિગ્ગજ […]

Continue Reading

DPSએ નિત્યાનંદ આશ્રમ સાથેની પાંચ વર્ષનો કરાર રદ કર્યો, ફ્રીમાં ભાડાપટ્ટે જમીન આપી હતી

નિત્યાનંદના આશ્રમમાંથી કથિત રીતે ગુમ થયેલી યુવતી અને બાળકોને ગોંધી રાખવા ડીપીએસ-હિરાપુર કેમ્પસની બાજુમાં આવેલા નિત્યાંનદ આશ્રમની જમીન મુદ્દે વિવાદ વધ્યો છે. નિત્યાંનદ આશ્રમની જગ્યા કેલોરેક્સ ફાઉન્ડેશને લીઝ પર આપેલી છે. પરંતુ એ જ જમીન પર ચાલી રહેલી ડીપીએસ સ્કૂલે FRCમાં રજૂ કરેલા દસ્તાવેજોને આધારે એફઆરસીએ કરેલા ફાઇનલ ઓર્ડરમાં ક્યાંય આશ્રમની જગ્યાનો ઉલ્લેખ કર્યો નથી. […]

Continue Reading

વસતિ ગણતરી 2021, ગુજરાતમાં મે 2020થી પ્રારંભ, પ્રથમવાર મોબાઈલ એપનો ઉપયોગ કરાશે

વર્ષ 2021માં દેશમાં યોજાનારી વસતિ ગણતરીના પડઘમ વાગવાની શરૂઆત થઈ ગઈ છે. વસતિ ગણતરી 2021 વર્ષ 1872થી સળંગ શૃંખલામાં 16મી અને આઝાદી પછીની 8મી વસતિ ગણતરી છે. ગજરાતમાં આ વસતિ ગણતરીનો પ્રથમ તબક્કો મે-જૂન-2020થી શરૂ થશે અને સપ્ટેમ્બર 2020 સુધી ચાલશે. આ વસતિ ગણતરીની કામગીરી રાજ્યના 33 જિલ્લાના 251 તાલુકાઓમાં હાથ ધરાશે. આ વસતિ ગણતરીમાં […]

Continue Reading