શહેરમાં આજે વધુ 42 પોઝિટિવ કેસ સામે આવ્યાં, કુલ આંકડો 404એ પહોંચ્યો, મોત 14

અમદાવાદમાં કોરોના પોઝિટિવની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે વધુ 42 કેસો સામે આવ્યા છે. આ સાથે અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 404 પોઝિટિવ કેસો નોંધાયા છે. જેમા 14 લોકોના મોત નિપજ્યા છે અને 14 લોકો સાજા થઈને ઘરે પરત ગયા છે. આજના 42 કેસોમાં 24 પુરુષ તેમજ 18 મહિલાઓ છે.  કોટ વિસ્તારમાં જવાના તમામ […]

Continue Reading

ઈમરાન ખેડાવાલા સાથે સંપર્કમાં આવ્યા બાદ CM વિજય રૂપાણી સેલ્ફ આઈસોલેટ, બંગલા નંબર 26માં 14 દિવસ માટે હોમ ક્વોરન્ટીન

ઈમરાન ખેડાવાલા સાથે ગઈકાલે થયેલી મિટિંગ અને તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આજે  CM વિજય રૂપાણી સેલ્ફ આઈસોલેટ થયા છે. તેઓ તેમના  બંગલા નંબર 26માં  14 દિવસ માટે હોમ ક્વોરન્ટીન થયા છે. ઈમરાન ખેડાવાલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમનો ભત્રીજો અને ડ્રાઈવર હોમ ક્વોરન્ટીન થયા છે. જ્યારે MLAના સંપર્કમાં આવેલા 30 લોકોના સેમ્પલ લેવાયા હતા. […]

Continue Reading

ધારાવીમાં વધુ પાંચ લોકો કોરોના પોઝિટિવ, ઝુપડપટ્ટીમાં સંખ્યા 60ને આંબી

મુંબઈના સ્લમ વિસ્તાર ધારાવીમાં બુધવારે વધુ પાંચ લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ સાથે જ ઝુપડપટ્ટી વિસ્તારમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા 60ને આંબી ગઈ હોવાનું બીએમસીના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું. ધારાવમીમાં થયેલા કુલ પાંચ કેસ પૈકી ત્રણ પુરૂષ અને બે મહિલા છે જે મુકુંદ નગર વિસ્તારમાં રહે છે. આ તમામનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ધારાવી […]

Continue Reading

Covid-19: ભારતમાં કોરોના વાયરસના કુલ 10,815 કેસ, કુલ 353 દર્દીના મોત

કોરોના વિરુદ્ધ લડાઇમાં 21 દિવસના લોકડાઉનના અંતિમ દિવસે રાષ્ટ્રે સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉન 3 મે સુધી લંબાવવાનો નિર્ણય આપ્યો. દેશભરમાં આશરે 500ની આસપાસ કોરોનાના પોઝિટીવ કેસ થયા હતા ત્યારે 21 દિવસના લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ આ 21 દિવસના લોકડાઉન દરમિયાન કોરોના વાયરસ પર અંકુશ મેળવવાને બદલે કેસોમાં ભારે ઉછાળો જોવા મળ્યો, […]

Continue Reading

અમદાવાદના કોટ વિસ્તાર, દાણીલીમડામાં 21મી એપ્રિલ સુધી કરફ્યૂ

અમદાવાદ શહેરના કોરાનાગ્રસ્ત કોટ વિસ્તારમાં આવતીકાલે એટલે કે બુધવારે સવારના છ વાગ્યાથી ૨૧મી એપ્રિલના રાતના બાર વાગ્યા સુધી સંપૂર્ણ કરફ્યુ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું ડીજીપી શિવાનંદ ઝાએ આજે જાહેર કર્યું છે.અમદાવાદ કોટ વિસ્તારમાં આવેલા કારંજ, શાહપુર, કાલુપુર, ખાડિયા, ગાયકવાડ હવેલી, દરિયાપુર અને દાણીલીમડા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં આવતીકાલે એટલે કે બુધવારે સવારે છ વાગ્યાથી […]

Continue Reading

સ્વાઇન ફ્લૂથી 10 ગણો ખતરનાક છે કોરોના વાયરસ: WHO

સમગ્ર વિશ્વમાં આતંક મચાવી રહેલી કોરોના મહામારીને લઇને WHOએ તાજેતરમાં એક રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટનો ખુલાસો સમગ્ર વિશ્વને ચિંતામાં નાંખી દે એવો છે. કારણ કે WHOએ તેના નવા રિપોર્ટમાં કોરોના વાયરસને સ્વાઇન ફ્લૂ કરતાં 10 ગણો ખતરનાક દર્શાવ્યો છે.  સ્વાઇન ફ્લૂ H1N1ના નામથી પણ ઓળખવામાં આવે છે, સ્વાઇન ફ્લૂએ વર્ષ 2009માં વૈશ્વિક મહામારીનું કારણ […]

Continue Reading

અમેરિકાના મિસિસિપિમાં ચક્રવાતના ભારે તોફાનમાં 6 નાં મોત

દક્ષિણ અમેરિકાના રાજ્ય મિસિસિપિમાં આવેલા ભારે વરસાદ-વંટોળ સહિતના ચક્રવાતે છ જણનો ભોગ લીધો છે. અફરાતફરી મચાવી ગયેલી કુદરતી આપત્તિને પહોંચી વળવા રાજ્યે કટોકટી જાહેર કરવી પડી છે. મિસિસિપિમાં એક ઉત્પાત જેટલું નુકસાન વેરી ગયેલા ચક્રવાતની ગંભીરતા જોતાં દેશની નેશનલ વેધર સર્વિસે મહત્તમ ટોર્નેડો એલર્ટની ઘોષણા કરી છે. મિસિસિપિ રાજ્યના ગવર્નર ટાટે રીવેઝે ટ્વીટ કરતા કહ્યું […]

Continue Reading

લૉકડાઉનથી ભારતીય અર્થતંત્રને 8 લાખ કરોડનું નુકસાન

કોરોના વાઇરસની મહામારીના પ્રસારને રોકવા માટે ૨૧ દિવસના લોકડાઉનને કારણે દેશના અર્થતંત્રને સાત થી આઠ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે. આ લોકડાઉનને કારણે મોટા ભાગની કંપનીઓ બંધ રહી, ઉડ્ડયન સેવાઓ બંધ રહી અને ટ્રેનોનું પરિચાલન પણ બંધ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાઇરસનો પ્રસાર અટકાવવા માટે વડાપ્રધાન મોદીએ ૨૫ માર્ચથી ૧૪ એપ્રિલ […]

Continue Reading

અમેરિકામાં પોઝિટિવ કેસ છ લાખની નજીક; મહામારીના કવરેજને લઈને ટ્રમ્પ ભડક્યા; CBS ચેનલની રિપોર્ટરને જુઠ્ઠી કહી

વિશ્વભરમાં કોરોના વાઈરસના 19.25 લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે. 1.20 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. 4.45 લાખ લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે.  ચીન વિશ્વના વિવિધ દેશમાં કોરોનાનો ભોગ બનેલલા પોતાના 1464 નાગરિકોને પરત લાવ્યું છે. અમેરિકામાં પોઝિટિવ કેસની સંખ્યા છ લાખની નજીક અમેરિકામાં અત્યાર સુધીમાં 5 લાખ 87 હજાર પોઝિટિવ કેસ નોંધાયા છે અને […]

Continue Reading

ભારતમાં 3 મે સુધી લોકડાઉન વધારાયું, કોરોના પર વિજય મેળવવા સાત વચન માંગ્યા

દેશમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉનને મંગળવારે 21 દિવસ પુરા થઈ ગયા છે. જેના ભાગ રૂપે વડાપ્રધાન મોદી 14 એપ્રિલે સવારે 10 વાગ્યે દેશને સંબોધન શરૂ કર્યું છે. કોરોના વાઈરસ પર આ તેમનું 26 દિવસમાં દેશના નામે ચોથું સંબોધન છે. આજના સંબોધનમાં વડાપ્રધાને દેશમાં 3 મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે, […]

Continue Reading