પાંજરાપોળ પાસે BRTS બસની અડફેટે બે સગાભાઈઓના મોત, બંનેના મોબાઈલ સ્ક્રિન લોક હતા, સ્થાનિકોમાં રોષ

આજે બીઆરટીએસ બસે પાંજરાપોળ પાસે બાઈકને અડફેટે લીધું હતું. બે સગા ભાઈઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માતને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો અને બસ પર પથ્થરમારો કર્યો હતો. જ્યારે બસ સળગાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસ ઘટના સ્થળે પહોંચતા બસને નુકસાન પહોંચતું અટકાવાયું હતું. બે ભાઈઓના મૃતદેહો એક કલાક સુધી […]

Continue Reading

બસે અડફેટે લેતા સગા બે ભાઈના ઘટના સ્થળે જ મોત, દુર્ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા

શહેરના પાંજરાપોળ વિસ્તારમાં આવેલા ચાર રસ્તા પર બીઆરટીએસ બસે બાઈકસવાર બે સગાભાઈઓને કચડ્યા હતા. જયેશ રામ અને નયન રામ નામ બે ભાઈઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. આ ગોઝારા અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજ અસ્પષ્ટ છે અને તેમાં અકસ્માત બાદની અડધી મિનિટને કટ કરી દેવામાં આવી છે. અકસ્માત બાદ યુવાનો બસના […]

Continue Reading

પ્રિયંકાની કામ કરવાની રીતથી નેતા નારાજ, કહ્યું- કૉંગ્રેસ પ્રાઇવેટ લિ. કંપની નથી

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)માં કૉંગ્રેસ (Congress)ની બગડતી હાલતને સંભાળવા માટે પ્રિયંકા ગાંધીએ કમાન પોતાના હાથમાં તો લઈ લીધી છે પરંતુ અંદર બધુ બરાબર નથી લાગી રહ્યું. પાર્ટીના જૂના અને દિગ્ગજ સ્થાનિક નેતાઓને ઉત્તર પ્રદેશ કૉંગ્રેસ કમિટિમાંથી (UPCC) બહાર કાઢવા અંગે હવે નારજગી સ્પષ્ટ જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશ કૉંગ્રેસના કાર્યાલય ખાતે પૂર્વ સાંસદ, ધારાસભ્ય […]

Continue Reading

કેજરીવાલ શિક્ષણ-સ્વાસ્થ્ય સંભાળતા રહ્યા ને મોદી સરકારે ખેલી નાખ્યો મોટો દાવ

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલા જ ભાજપે મોટો દાવ ખેલી નાખ્યો છે. મોદી કેબિનેટની બુધવારે યોજાયેલી બેઠકમાં ગેરકાયદે કોલોનીઓને રેગ્યુલરાઈઝ કરવાના બિલને મંજૂરી આપી દેવામાં આવી છે. હવે આ વિધેયક સંસદના બંને ગૃહમાં લાવવામાં આવશે. આ ગેરકાયદે કોલોનીઓને રેગુલરાઈઝ કરવાની માંગણી અનેક વર્ષોથી ઉઠી રહી હતી, જેને પુરી કરી ભાજપે વિરોધ પક્ષો પર અત્યારથી જ સરસાઈ […]

Continue Reading

NRC મામલે ગરમાયું રાજકારણ, ભાજપના વિરોધમાં આવ્યા પ્રશાંત કિશોર

સંસદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આખા દેશમાં NRC લાગૂ કરવાની વાત કર્યા બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ મુદ્દા પર ભાજપ અને જેડીયૂ વચ્ચે મતભેદ નવી વાત નથી. એવામાં જેડીયૂના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોરે અમિત શાહના નિવેદનની આલોચના કરી છે. તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ અમિત શાહની આલોચના કરી […]

Continue Reading

દિલ્હી ગેરકાયદેસર વસાહતોને કાયદેસર કરવાની મંજૂરી

દિલ્હી ગેરકાયદેસર કોલોનીઓમાં રહેતા ચાલીસ લાખ દિલ્હીવાસીઓને કેન્દ્ર સરકારે મોટી ભેટ આપી છે. તાજેતરમાં દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે દિલ્હીની ગેરકાયદેસર વસાહતો (Delhi unauthorised colonies)ને કાયદેસર કરવાની મંજૂરી આપી દીધી છે. દિલ્હી ઉપરાજ્યપાલે ટ્વિટ કરી આ અંગેની જાણકારી આપી છે. ટ્વિટ મુજબ વડાપ્રધાન અનઓથોરાઇઝડ કોલોનીઝ ઇન દિલ્હી આવાસ અધિકાર યોજના (PM-unauthorized Colonies in Delhi Awas Adhikar […]

Continue Reading

ભારતને જાન્યુઆરી સુધી મળી શકે છે પહેલા ‘ચીફ ઓફ ડિફેન્સ’

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલના નેતૃત્વવાળી સમિતિ આગામી ત્રણ અઠવાડિયામાં દરમિયાન ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિમણૂક માટે નિયમાવલીને અંતિમ રુપ આપશે. જે થકી સરકારને જાન્યુઆરી સુધી એકીકૃત સેન્ય સલાહકાર મળવાનો રસ્તો મોકળો થશે. સૈન્ય સલાહકારની ભલામણ 1999માં કારગિલ સમીક્ષા સમિતિએ કરી હતી.  સેનાના સત્તાવાર સૂત્રો મુજબ આર્મી, નૌકાદળ અને વાયુસેના પેહલાથી જ આ નવા પદ […]

Continue Reading

અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશ મેળવનાર 150 ભારતીયો પરત ધકેલાયા

અમેરિકાએ વિઝાના નિયમોનું ઉલ્લંઘન કરનારા અને ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરનારા આશરે 150 જેટલા ભારતીય નાગરિકોને વિશેષ વિમાન મારફતે ભારત પરત મોકલી આપ્યા છે. અમેરિકામાં વધુ સારી જિંદગી વિતાવવાના તૂટેલા સ્વપ્ન સાથે આશરે 150 જેટલા ભારતીયો 20 નવેમ્બરના રોજ સ્વદેશ પરત ફર્યા છે અને તેમણે પોતાની બચતની રકમમાંથી ઘણાં બધા રૂપિયા પણ ગુમાવી દીધા છે. […]

Continue Reading

વાજપેયીની સુરક્ષામાં કોંગ્રેસે કોઈ ઘટાડો કર્યો નહોતોઃ રાજ્યસભામાં કોંગ્રેસ

ગાંધી પરિવારની સભ્યોની એસપીજી સુરક્ષા હટાવવાના મુદ્દે આજે રાજ્યસભામાં ઘમાસાણ સર્જાયુ હતુ. કોંગ્રેસના સાંસદ આનંદ શર્માએ કહ્યુ હતુ કે, સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની એસપીજી સુરક્ષા પાછી લેવાઈ છે. મનમોહન સિંહ 10 વર્ષ સુધી પીએમ હતા. સોનિયા ગાંધી પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના પત્ની અને ઈંદિરા ગાંધીના પુત્રવધુ છે. આ બંને […]

Continue Reading

યશરાજ ફિલ્મ્સે કર્યો ફિલ્મ જગતમાં ભયંકર કાંડ, એક ઝાટકે કલાકારોનું 100 કરોડનું કરી નાખ્યું!

બોલિવૂડના પ્રોડક્શન હાઉસ યશ રાજ ફિલ્મ્સની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. મુંબઈ પોલીસની આર્થિક ગુનાની વિંગે 100 કરોડ રૂપિયા પડાવવાના આરોપમાં યશ રાજ ફિલ્મ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ કેસ ગીતકાર, સંગીતકાર, ગાયક અને સંગીત નિર્માતાને લગતો છે. ભારતીય પરફોર્મિંગ રાઇટ્સ સોસાયટી (IPRS)એ આ કેસ નોંધ્યો છે. આ સંસ્થા ગીતકારો, સંગીતકારો, ગાયકો અને સંગીત […]

Continue Reading