અમેરિકા અને ઈરાન વચ્ચે હવે યુદ્ધની શક્યતા : ઈરાને કહ્યું, ‘અમે ઘૂંટણીએ નહીં પડીએ

સાઉદી અરેબિયામાં યમનના બળવાખોરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેને પગલે સાઉદી અરેબિયાની મોટી ઓઇલ કંપનીના બે બ્લાન્ટમાં આગ લાગી હતી અને રોજનું કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. આ સ્થિતિ વચ્ચે હવે અમેરિકા અને ઇરાન વચ્ચે સિૃથતિ વધુ તંગદીલ બની રહી છે. બીજી તરફ ઇરાને પણ સ્પષ્ટતા કરી દીધી છે કે અમેરિકાની સાથે કોઇ પણ […]

Continue Reading

અફઘાનિસ્તાનમાં ચૂંટણી પહેલાં તાલિબાનોના બે હુમલામાં 48નાં મોત

અફઘાનિસ્તાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં તાલિબાનોએ મંગળવારે બે આત્મઘાતી હુમલા કર્યા હતા, જેમાં 48 લોકો માર્યા ગયા હતા અને ડઝનબંધને ઈજા પહોંચી હતી. તાલિબાનોએ એક આત્મઘાતી હુમલો કાબુલમાં રાષ્ટ્રપતિના ચૂંટણી અભિયાનની રેલી પર કર્યો હતો. તેમણે અફઘાનિસ્તાનમાં ચૂંટણી પહેલાં વધુ ઘૂસણખોરી અને હિંસાની પણ ચેતવણી આપી હતી. તાલિબાનોએ પહેલો હુમલો કાબુલની ઉત્તરે મધ્ય પરવાન પ્રાંતમાં રાષ્ટ્રપતિ […]

Continue Reading

હેપી બર્થ ડે / PM મોદી આ ઉંમરે પણ 18 કલાક ઍક્ટિવ રહે છે, આ છે તેમની ફિટનેસનું રહસ્ય

17 સપ્ટેમ્બરે પીએમ મોદીનો જન્મદિવસ છે. આ દિવસે તેઓ ગુજરાત આવવાના છે. પીએમ મોદી સવારે વહેલા ઊઠે છે અને નક્કી જીવનશૈલી મુજબ પોતાના તમામ કામ કરે છે. દિવસની શરૂઆતમાં યોગા અને મોર્નિંગ વોક બાદ આદુ વાળી ચા અને નાસ્તો કરે છે. સિમ્પલ ફૂડ, ઓછી ઊંઘ, લાઈટ લંચ અને ડિનર સાથે ફિટ રહે છે પીએમ. જાણો […]

Continue Reading

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી પબ્લિક સેફ્ટી એક્ટ હેઠળ નજરકેદ

એમડીએમકેના નેતા વાયકોએ ફારૂક અબ્દુલ્લાની અટકાયત મુદ્દે સુપ્રીમમાં અરજી કરી હતી. અરજીમાં દાવો કરાયો હતો કે અબ્દુલ્લાની અટકાયત ગેરકાયદે રીતે થઈ છે. તે સંદર્ભમાં સુપ્રીમે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવીને સ્પષ્ટતા કરવાનો આદેશ કર્યો છે.પબ્લિક સેફ્ટી એક્ટ યાને જન સુરક્ષા કાનૂન અંતર્ગત જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાની અટકાયત કરવામાં આવી છે. આ કાયદા અંતર્ગત બે વર્ષ […]

Continue Reading

મોદી અને ટ્રમ્પ જે કરવાના છે તે ઈતિહાસમાં પહેલી વખત બનશે

વ્હાઇટ હાઉસ દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે રવિવારે હ્યુસ્ટનમાં જે કાર્યક્રમ યોજાવાનો છે તેમાં નરેન્દ્ર મોદીની સાથે ડોનાલ્ડ ટ્રમ્પ પણ જોડાશે. આ કાર્યક્રમમાં આશરે 50 હજાર ભારતીય-અમેરિકાન જોડાશે. અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધોને મજબુત બનાવવામાં આ કાર્યક્રમ મહત્વપૂર્ણ સાબીત થશે. વ્હાઇટ હાઉસ દ્વારા જારી એક નિવેદનમાં આ કાર્યક્રમ અંગે જાણકારી આપવામાં આવી […]

Continue Reading

2018માં 43,600 લોકો હેલમેટ વિના ટુ-વ્હિલર ચલાવતાં મૃત્યુ પામ્યાં

હાલ દેશભરમાં અને ગુજરાતમાં ટ્રાફિકના દંડની રકમમાં વધારો થયો છે. અનેક જગ્યાએ લોકોએ હેલમેટ અને પીયુસી લેવા માટે લાઇનો લગાવી છે. ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર ગયા વર્ષે 2018માં હેલમેટ વિના ટુ-વ્હીલર ચલાવતા 43,600 લોકો અકસ્માતમાં મૃત્યુ પામ્યાં હતાં. આ મોતનો આંકડો 2017ના વર્ષ કરતાં 21 ટકા વધારે હતો. 2017માં હેલમેટ વિના અકસ્માતમાં 35,975 લોકોનાં […]

Continue Reading

આંધ્ર પ્રદેશઃ ગોદાવરી નદીમાં પ્રવાસી નૌકા પલટી જતા 12ના મોત, 10 લાખના વળતરનુ એલાન

આંધ્ર પ્રદેશમાં ગોદાવરી નદીમાં એક પ્રવાસી નૌકા પલટી જતા લગભગ 12 લોકોના મોત નીપજ્યા છે. પોલિસ સૂત્રો મુજબ લગભગ 10 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. નૌકામાં 61 લોકો સવાર હતા. 30 સભ્યોની એનડીઆરએફ ટીમે બચાવ કામગીરી હાથ ધરી. મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ જિલ્લાના બધા મંત્રીઓને ઘટના સ્થળે બચાવ કાર્યોની દેખરેખ કરવાનો આદેશ આપી દીધો હતો. સાથે […]

Continue Reading

ઇરાનની અમેરિકાને ધમકી : તમે અમારી મિસાઈલ રેન્જમાં છો

ઇરાન અને અમેરિકાની વચ્ચે સ્થિતિ વધુ તંગ બની રહી છે. હવે ઇરાને ખુલ્લેઆમ યુદ્ધની પણ ધમકી આપી દીધી છે. ઇરાને કહ્યુ છે કે અમેરિકા ઇરાનને બદનામ કરવાનું બંધ કરે, સાઉદી અરેબિયા પર જે ડ્રોન હુમલો થયો તેમાં અમારે કઇ જ લેવાદેવા નથી. તેમ છતા અમેરિકા અમારા પર જુઠા આરોપો લગાવી રહ્યું છે. અમે અમેરિકા સાથે […]

Continue Reading

સરદાર સરોવર ડૅમ ઇતિહાસમાં પ્રથમ વખત સંપૂર્ણ ભરાયો, મોદી લેશે મુલાકાત

ડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત અગાઉ સરદાર સરોવર ડૅમ ઐતિહાસિક જળસપાટીએ પહોંચ્યો છે. કેવડિયા કૉલોની ખાતે આવેલા સરદાર સરોવર ડૅમની જળસપાટી 138.68 મીટર પહોંચી ગઈ છે. અત્યાર સુધી ડૅમમાં કુલ સાત લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 17મી તારીખે ગુજરાત આવશે. તેઓ સરદાર સરોવર ડૅમની મુલાકાત લઈને પૂજાવિધિ કરશે. 17 […]

Continue Reading

પાકિસ્તાનને વધુ એક ઝટકો આપવાની અમેરિકાની તૈયારી, ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં ટ્રમ્પ આપશે હાજરી

જમ્મુ કાશ્મીર મુદ્દે અમેરિકાએ પાકિસ્તાનને આપેલા ઝાટકા બાદ અમેરિકા વધુ એક ઝાટકો આપવાની તૈયારીમાં છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હ્યુસ્ટનમાં આયોજિત હાઉડી મોદી કાર્યક્રમમાં હાજરી આપવાના છે. ટ્રમ્પ સિવાય આ કાર્યક્રમમાં અમેરિકાના 60થી વધારે સાંસદો હાજરી આપશે. આ કાર્યક્રમ 22મી સપ્ટેમ્બરે એનઆરજી સ્ટેડિયમમાં યોજાઈ રહ્યો છે. જેમા 50 હજારથી વધારે લોકો હાજરી આપશે. મળતી માહિતી […]

Continue Reading