રાજકોટમાં MLA લલિત વસોયાના કાફલાની કારની ટક્કરે દિશાની મહેતા નામની યુવતીનું મોત

ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાના કાફલાની કાર સાથે અથડાતા ઘાયલ થયેલ દિશાની મહેતા નામની યુવતીનું આજે સોમવારે સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયું છે. દિશાની ખાનગી સ્કૂલમાં શિક્ષિકા તેમજ સારી ગાયક કલાકાર હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગઇકાલે સાંજે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા એક ટીવી ચેનલની ડિબેટમાં ભાગ લેવા કાર દ્વારા જઇ રહ્યા […]

Continue Reading

સુરત : કતારગામમાં સરકારી આવાસ આપવાના બહાને લાખો રૂપિયા પડાવી લેનાર આરોપીની થઈ ધરપકડ

દુનિયાનો છેડો એટલે ઘર.ગરીબ અને સામાન્ય લોકોનું સપનું હોય છે પોતાના સપનાનું ઘરનું ઘર.પોતનું ઘર કે જ્યાં તે પોતાના પરિવાર સાથે રહી શકે. પરંતુ જો આ જ સપના સાથે રમત રમી ઠગાઈ કરે તો ? જી હા સુરતમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં લોકોને સરકારી યોજના હેઠળ ઘર આપવાની વાત કરી એક […]

Continue Reading

હાર્દિક પટેલને કૉંગ્રેસની સ્ટાર પ્રચારકોની યાદીમાં કેમ સ્થાન અપાયું?

હાર્દિક પટેલ ગુજરાતમાં પાટીદાર નેતા તરીકે જ જાણીતા છે અને પાટીદાર અનામત વખતે તેમણે દેશમાં વિવિધ વિસ્તારોમાં પ્રવાસ ખેડ્યો હતો. હાર્દિક પટેલની ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન ઊભું કરવામાં ચાવીરૂપ ભૂમિકા રહી છે. તેમની સભામાં હજારો માણસો આવતા હતા અને હાર્દિકની સભાઓ માનવમેદનીથી છલકાતી હતી. ઉત્તર પ્રદેશના પૂર્વાંચલની અનેક બેઠકો ઉપર કુર્મીઓ 6થી 11 ટકા વસતી ધરાવે છે. વિધાનસભામાં […]

Continue Reading

ગાંધીધામમાં ફુડ ઈન્સ્પેક્ટરની ટીમ દ્વારા મેઈન બજારમાં સપાટો

ગાંધીધામ નગરપાલિકાના ફુડ ઈન્સ્પેક્ટરની ટીમ દ્વારા મેઈન બજારમાં સપાટો બોલાવીને એક્સપાયર ડેટ થઈ ગયેલા ચોકલેટ બિસ્કીટના 1 લાખ 89 હજારના માલનો નાશ કરવામા આવ્યો હતો. ખાધ્ય ખોરાકીનો ધંધો કરતા ધંધાર્થીઓ વાસી ખોરાક તેમજ એક્સપાયર ડેટ થઈ ગયેલી ખાદ્ય ચીજોનું વેંચાણ કરતા હોય છે. તેવામાં ગાંધીધામ નગરપાલિકાના ફુડ ઈન્સ્પેક્ટર આનંદ ઉદવાણી અને સેનિટેશન શાખાની ટીમે ગાંધીધામની મેઈન […]

Continue Reading

કેટલાક નેતા શોખ પૂરો કરવા માટે PM બનવા માગે છે: અમિત શાહ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે વિપક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કટાક્ષ કરતા કહ્યું હતું કે જનતા માત્ર એટલા માટે વોટ ન આપી દે કે કોઈને વડાપ્રધાન બનવાનો શોખ થયો હોય કે પીએમ બનવાની લ્હાયમાં ઉંમર વીતતી જતી હોય. ભાજપ અધ્યક્ષે વિપક્ષ પર નિશાન તાકીને કહ્યું હતું કે એક તરફ દેશનો વિકાસ કરનારા નરેન્દ્ર […]

Continue Reading

કોંગ્રેસમાં ઠાકોર સમાજને ટિકિટ આપવા અંગે અલ્પેશ-જગદીશ ઠાકોર આમનેસામને

કોંગ્રેસમાં ઠાકોર સમાજમાં કોને ટિકિટ આપવી અને કોને નહીં તે બાબતે ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે પાટણમાં જગદીશ ઠાકોરને ટિકિટ આપવાના મુદ્દે બાંયો ચડાવી હોવાનું સૂત્રોનું કહેવું છે, જેના પગલે જગદીશ ઠાકોર અને ધારાસભ્ય બળદેવજી ઠાકોરે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને મળ્યા હતા. આ પછી ચાવડાએ અલ્પેશ અને જગદીશ ઠાકોરને એકમત થઇને ઠાકોર સમાજમાં કોને ટિકિટ […]

Continue Reading

ગુજરાતમાં બે દિવસમાં કાળઝાળ ગરમી

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં શિયાળો હજુ ચાલુ રહેશે એવી આગાહી કરનારા ગુજરાત વેધર ડિપાર્ટમેન્ટને જાણે કે ખોટું પાડવું હોય એ રીતે ગઈ કાલે ગુજરાતના હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો અને વેસ્ટર્ન ડિસ્ટબન્ર્સ ક્લિયર થઈ જતાં ગુજરાતમાં ગરમી વધવી શરૂ થઈ ગઈ હતી. ગુજરાત હવામાન વિભાગની નવી આગાહી મુજબ, આવતા અડતાલીસ કલાકમાં ગુજરાતમાં કાળઝાળ ગરમી શરૂ […]

Continue Reading

અમદાવાદ હોય કે રાજકોટ 151ના કેસમાં રૂ. 200 ને ખૂન કેસમાં રૂ. 5000માં જામીનદાર તૈયાર

આપણી ન્યાયિક પ્રણાલિની કઠણાઈ કહો કે પછી ભવિષ્યમાં ‘ભરાઈ’ ન જવાની માનસિકતા… પરંતુ હકીકત તો એ છે કે, આપણા સગા ભાઈના કોર્ટ કેસમાં જ્યાં જામીનદાર થવાની વાત આવે તો આપણા હાંજા ગગડી જાય છે. આવામાં જો તમને માત્ર 200-500 રૂપિયામાં તૈયાર જામીનદાર મળી જાય તો..? જી હા, માત્ર 500 રૂપિયામાં જામીન તૈયાર. અમદાવાદ અને રાજકોટની કોર્ટના […]

Continue Reading

બાલાકોટ પર એર સ્ટ્રાઇકનો ભાજપના ચૂંટણી પ્રચાર પત્રિકામાં ઉલ્લેખ થતા હોબાળો

ભારતીય વાયુસેના દ્વારા બાલાકોટ ઉપર કરવામાં આવેલા એર સ્ટ્રાઇકનો વડોદરામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચાર પ્રત્રિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાના મુદ્દે હોબાળો મચી ગયો છે. કોંગ્રેસ દ્વારા આ મુદ્દે વડોદરાના ચૂંટણી અધિકારી સમક્ષ આદર્શ આચારસંહિતાના ભંગ બદલ કાયદાકીય કાર્યવાહી કરવાની માંગણી કરી છે. પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ઋત્વિક જોષીના નેતૃત્વ હેઠળ એક પ્રતિનિધિમંડળ આજે વડોદરા […]

Continue Reading

સી.જે. ચાવડાએ કરી સ્પષ્ટતા કે “અમિત શાહ સામે હું જ ચૂંટણી લડીશ”

ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારતાં જ કોંગ્રેસની ચિંતા વધી જવા પામી છે. એકસમયે આ સીટ પર કોંગ્રેસે ધારાસભ્ય સી.જે.ચાવડાના નામ પર સહમતી સાધી હતી, પરંતુ હવે કોંગ્રેસ તેમાં ફેરવિચારણા કરશે તેવી વિગતો છે. અમિત શાહની સામે કોંગ્રેસ કદાચ પાટીદાર ઉમેદવાર ઉતારે તેવી સંભાવના સેવાઈ રહી છે. આમ […]

Continue Reading