નર્મદા ડેમનું પાણી કાળુ પડયું, પુરવઠો બંધ કરાયો

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં કેમિકલને કારણે પાણીની ગુણવત્તા બગડી છે અને પાણી રીતસરનુ કાળુ પડયુ છે જેના લીધે રાજય સરકાર હરકતમાં આવી છે. પાણી પીવાયુક્ત ન હોવાથી નર્મદા જિલ્લાના બે તાલુકાના આશરે ૧૩૮ ગામોમાં પાણીનો પુરવઠો હાલપુરતો બંધ કરાયો છે. કાળા પાણીના સેમ્પલ અમદાવાદ-આણંદની લેબમાં મોકલાયાં, પાણીમાં ઓક્સિજનની માત્રા ઘટતાં હજારો માછલીઓ મરી ગઇ […]

Continue Reading

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ વિરુધ્ધ અસંતોષ ભભૂક્યો

ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે રાજીનામુ ધરી દીધા બાદ કોંગ્રેસમાં જૂથવાદ ચરમસિમાએ પહોંચ્યો છે. આશા પટેલે સંગઠનના કોઇ ઠેકાણાં જ નથી તેવો આક્ષેપ કર્યો છ. આ જ મુદ્દે હવે અમિત ચાવડા હટાવો અભિયાન શરુ થયુ છે. પાટીદાર ધારાસભ્યોએ દિલ્હીમાં ધામા નાખ્યાં છે. આ ઉપરાંત દસથી વધુ અસંતુષ્ટ ધારાસભ્યોએ તો હાઇકમાન્ડને પત્ર લખી સંગઠનમાં આમૂલ ફેરફાર કરવા […]

Continue Reading

જાહેરાતથી વિપરીત પરિપત્ર થતાં ઉદ્યોગો સરકારથી નારાજ

ગુજરાત ઔદ્યોગિક વસાહતમાં એક લાખ ચોરસ મીટર વિસ્તારમાં ઔદ્યોગિક એકમો નાખવા આગળ આવેલા ઉદ્યોગોને ઉત્પાદન શરૃ કરવા માટે પ્લોટ ફાળવાયા પછી ૪ વર્ષનો સમય ગાળો આપવાની જાહેરત મુખ્યમંત્રી વિજય રૃપાણીએ ૧૨મી ડિસેમ્બરે કરી તો ખરી, પરંતુ તે અંગેના પરિપત્રમાં માત્ર નવા સ્થપાનારા ઉદ્યોગોને જ આ નવી જોગવાઈનો લાભ આપવાનો નિર્ણય કરતો પરિપત્ર કરવામાં આવ્યો છે. […]

Continue Reading

અદાણી ને ટાટા પાવરે વેરિયેબલ ચાર્જ વધારી દીધા

વેરિયેબલ ચાર્જ વધારવા માટે ગુજરાત વીજ નિયમન પંચની પૂર્વ મંજૂરી મળે તે પહેલા જ અદાણી પાવરે યુનિટદીઠ વેરિયેબલ ચાર્જમાં ૯૪ પૈસાનો અન ટાટા પાવરે વેરિયેબલ ચાર્જમાં યુનિટદીઠ ૧૧ પૈસાનો વધારો કરી દીધો છે. જાન્યુઆરીથી માર્ચ ૨૦૧૯ સુધીના ત્રિમાસિક ગાળા માટે વેરિયેબલ કોસ્ટમાં વધારો માગવામાં આવ્યો છે. જેને પરિણામે એક મહિને રૃા.૭૮૭.૨ કરોડનો વધારાનો બોજ ગ્રાહકો […]

Continue Reading

બનાસકાંઠામાં ચાર યુવતીઓનો સામૂહિક આપઘાત

ગુજરાતમાં સોમવારે બનાસકાંઠાના વાવ તાલુકાના દેથળી ગામે એક સાથે ચાર યુવતીએ સામૂહિક આપઘાત કરતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી. બે યુવતીઓએ બીમારીના કારણે કેનાલમાં કૂદકો લગાવ્યા બાદ તેની બે મિત્ર યુવતીએ પણ તેમની સાથે મોતનો કૂદકો લગાવ્યો હતો. આ ઘટનાની વિગત એવી છે કે, બનાસકાંઠાના વાવ તાલુકાના દેથળી ગામ પાસેની નર્મદાની કેનાલમાં મીનાક્ષી ઠાકોર […]

Continue Reading

ગુજરાતમાં માવઠાનો માહોલ, વાતાવરણમાં પલટો

ઉત્તર ભારતમાં પડી રહેલી હીમવર્ષાને લઈ રાજ્યમાં કોલ્ડવેવ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ઠંડીમાં જબરો ઘટાડો નોંધાયો હતો. અમદાવાદ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, પાટણ સહિત વિવિધ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા ખેડૂતો માવઠું થવાની ભીતિથી ચિંતિત બન્યા હતા. વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે અમદાવાદ અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા અરવલ્લી, મહેસાણા […]

Continue Reading

પ્રિયંકા ગાંધી વિરુદ્ધ ટિપ્પણી મામલે પોલીસને આવેદન

કૉંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી વિરુદ્ધ સોશ્યલ મીડિયામાં અભદ્ર ટીપ્પણી કરનાર અજાણ્યા વ્યક્તિ સામે સાઇબર ક્રાઇમમાં ગુનો નોંધી કાર્યવાહી કરવાની માગ સાથે વડોદરા શહેર કૉંગ્રેસ મહિલા મોરચા દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પ્રદેશ કૉંગ્રેસ મહિલા મોરચાના ઉપ પ્રમુખ તૃપ્તિ ઝવેરીએ જણાવ્યું હતું કે, કેટલાક તત્ત્વો દ્વારા પ્રિયંકા ગાંધીની સોશ્યલ મીડિયા પર અભદ્ર ટીપ્પણી શરૂ […]

Continue Reading

B.J મેડિકલ કોલેજના ડીનનું ઈમેઈલ આઈડી હેક

અમદાવાદસ્થિત બી.જે.મેડિકલ કોલેજના ડીનનું ઈમેઈલ આઈડી હેક કરીને તેમના નામે ડોક્ટરો સહિત અનેક લોકો પાસેથી મેઈલ દ્વારા રૃપિયાની માંગણી કરવામા આવી છે. જેને લઈને ડીન દ્વારા સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરવામા આવી છે.અગાઉ પણ તત્કાલીન ડીનનું ઈમેઈલ આઈડી હેક કરી દેવામા આવ્યુ હતું. બી.જે.મેડિકલના ઈન્ચાર્જ ડીન ડૉ.પ્રણય શાહનું કોલેજ ડીનનું ઈમેઈલ આઈડી  હેક કરીને તેમના નામે […]

Continue Reading

નશાબંધી કી ઐસીતૈસી : અમદાવાદ જિલ્લામાંથી મહિનામાં કરોડનો દારૂ ઝડપાયો

કડક દારૂબંધીના અમલના દાવા વચ્ચે છેલ્લાં એક અઠવાડિયા દરમ્યાન ફક્ત અમદાવાદ જિલ્લામાંથી એક કરોડ રૂપિયા કરતાં વધારેનો દારૂ પોલીસ ચોપડે પકડાયો હોવાનું જાણવા મળે છે. મળતી માહિતી અનુસાર અમદાવાદ જિલ્લા પોલીસે વિઠ્ઠલાપુર પોલીસ સ્ટેશનના વાસણાથી સોલગામ જવાના માર્ગ પરથી પોલીસે રૃા.૨,૯૮,૬૦૦નો દારૃના જથ્થો કારમાંથી પકડી પાડયો હતો. ઉપરાંત આર.આર. સેલની ટીમે અમદાવાદ-રાજકોટ બગોદરા ટોલટેક્ષથી આગળ […]

Continue Reading

ગાંધીનગરમાં સીરીયલ કીલરને પકડવા કોમ્બીંગ

ગાંધીનગરના અડાલજ વિસ્તારમાં ચાર મહિનામાં ત્રણ વ્યક્તિઓની ગોળી મારીને હત્યા કરનાર સીરીયલ કીલરને પકડવા પોલીસ દોડધામ કરી રહી છે ત્યારે લોકો પાસેથી પણ મદદથી માંગણી કરવામાં આવી છે ત્યારે આ ગુનાનો ભેદ ઉકેલવા માટે બનાવાયેલી એસઆઈટીની ટીમોએ અડાલજ વિસ્તારમાં વિવિધ સ્થળોએ કોમ્બીંગ પણ હાથ ધર્યું હતું. શંકાસ્પદ ઈસમોની પુછપરછ અને તેમના ઘરની તપાસ પણ કરી […]

Continue Reading