અમદાવાદમાં રોડ પર ભુવા પડતા હતા પરંતુ હવે તો ઘરમાં ભુવો પડ્યો

અમદાવાદમાં સામાન્ય વરસાદમાં ભુવો પડવાની ઘટના જાણે સામાન્ય બની ગઈ છે. ત્યારે આજે તો ઘરમાં ભુવો પડવાની ઘટના સામે આવી છે. શહેરના દરિયાપુરમાં ઘરમાં ભુવો પડ્યો છે. આંબલી પોળમાં આવેલા એક ઘરમાં ભુવો પડ્યો છે. જો કે પરિવારના સભ્યોનો આબાદ બચાવ થયો છે. ભુવો પડ્યાની ઘટનાની માહિતી મળતાં ફાયરબ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા.

Continue Reading

દિવાળીના દિવસે ગુજરાતીઓ માટે રાહતના સમાચાર: ‘ક્યાર’નો ખતરો ટળ્યો, ઓમાન તરફ ફંટાશે

દિવાળીના દિવસે ગુજરાતને રાહતના સમાચાર મળ્યા છે. ગુજરાત પરથી ‘ક્યાર’ વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે. આ વાવાઝોડું હવે ઓમાન તરફ ફંટાઇ ગયું છે. આ વાવાઝોડાને કારણે ગુજરાતના ઘણા ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. તેમ છતાં પણ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોને અસર કરશે. દરિયામાં કરંટ વધુ હોવાના કારણે બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવી […]

Continue Reading

આગામી થોડા કલાકોમાં ભારતના કિનારે ટકરાશે ‘સાયક્લોન ક્યાર’, તંત્ર એલર્ટ

કર્ણાટકમાં સાયક્લોન ‘ક્યાર’નો ખતરો વધી રહ્યો છે. હવામાન વિબાગ તરફથી જાહેર કરવામાં આવેલી ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે, આ તોફાન આગામી કેટલાંક કલાકોમાં ભારતીય દરિયા કિનારે ટકરાશે. હવામાન વિભાગ અનુસાર તોફાન આગળ વધવાની સાથે-સાથે વધારે મજબૂત બનતું જાય છે. કર્ણાટકના દરિયા કિનારે તોફાન આવવાની આશંકાને જોતા રાજ્ય સરકારે સંભવિત વિસ્તારના લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું […]

Continue Reading

દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો, સુરત-વલસાડમાં ધોધમાર વરસાદ

અરબી સમુદ્રમાં સક્રિય થયેલાં ક્યાર વાવાઝોડની અસરથી આગામી ચાર દિવસ સુધી રાજ્યનું વાતાવરણ ડિસ્ટર્બ થયું છે. વાદળિયા વાતાવરણ વચ્ચે દિવાળી અને બેસતા વર્ષે નવરાત્રીની જેમ વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે. દરમિયાન બપોર બાદ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો. વલસાડ અને સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. લોકોને મુશ્કેલીનો સામનો કરવો […]

Continue Reading

ગાંધીનગર સ્થિત અક્ષરધામ 10,001 દીવડાઓની ભવ્ય રોશનીથી ઝગમગી ઉઠ્યું

શનિવારના રોજ સંધ્યા સમયે ગાંધીનગર સ્થિત અક્ષરધામ દસ હજાર દીવડાઓની ભવ્ય રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું. દરવર્ષની જેમ આ વર્ષે પણ ગાંધીનગર અક્ષરધામ ખાતે ભવ્ય રોશની કરવામાં આવી છે છે. દિવાળીના દિવસથી સતત આઠ દિવસ સુધી દસ હજાર દીવડા ઝગમગશે અને જાહેર જનતા પણ આ ભવ્ય રોશનીના દર્શન સાંજે ૬થી રાત્રે ૭-૪૫ સુધી કરી શકશે. ગાંધીનગર […]

Continue Reading

દિવાળીમાં કોઝવે ખુલ્લો મુકવા માટે સાફ કરાવ્યો ત્યાં ફરી પાછો ઓવરફલો

આ વખતે ભારે વરસાદના કારણે છેલ્લા ઘણાં સમયથી બંધ રાંદેર- કતારગામને જોડતો વિયર કમ કોઝવને દિવાળીમાં ખુલ્લો મુકવાનો હતો જેના પગલે સુરત મહાનગરપાલિકા દ્વાર છેલ્લા અઠવાડિયાથી તેની સાફસફાઈનું કામ ચાલતું હતું. પરંતુ આ બધી જ મહેનત પર પાણી ફરી વળ્યું છે. કેમકે ઉકાઈમાંથી છોડાયેલા પાણીના કારણે કોઝવે અત્યારે ઓવરફલો થઈ ગયો છે. મોટાભાગે તો ધનતેરસ […]

Continue Reading

આગામી ચાર-પાંચ દિવસ પડી શકે છે વરસાદ, માછીમારોને દરિયો નહી ખેડવા જવા સુચના

દિવાળીના તહેવારોની મૌસમ વચ્ચે જ વરસાદી મૌસમની આગાહી હવામાન વિભાગે કરી છે. અરબી સમુદ્રમાં સાયક્લોન સર્જાયું છે. જેની અસર હેઠળ આગામી ચારથી પાંચ દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વાવાઝોડાને ‘ક્યાર’ નામ આપવામાં આવ્યું છે. જે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાને અસર કરશે. વાવાઝોડાના કારણે સમુદ્રમાં પવનની ઝડપ વધી […]

Continue Reading

ગુજરાતમાં 60 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતી મહિલા કેદીઓની આઠ દિવસીય પેરોલ મંજૂર

ગુજરાત સરકારે 60 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતી મહિલા કેદીઓ દિવાળીનું પર્વ તેમના પરિવાર સાથે રહીને ઉજવી શકે તે માટે નિર્ણય કર્યો છે. આ નિર્ણય અંતર્ગત રાજ્યની જેલોમાં રહેલી મહિલા કેદીઓ ની આઠ દિવસીય પેરોલ મંજૂર કરી શકાશે. ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ સંદર્ભમાં જણાવ્યું કે દિવાળીના શુભ પર્વે રાજ્ય સરકારના સ્તુત્ય નિર્ણયથી […]

Continue Reading

અમિત શાહે અંજલિ બ્રિજ, SP રિંગ રોડ પર 2 બ્રિજ, 5 મલ્ટિલેવલ પાર્કિંગ સહિત 800 કરોડનાં કાર્યોનું લોકાર્પણ કર્યુ

મ્યુનિ. તેમજ ઔડા દ્વારા તૈયાર કરાયેલા 800 કરોડના લોકોપયોગી કામોનું શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કર્યું હતું, જેમાં શહેરનો સૌથી લાંબો અંજલિ બ્રિજ, 5 જેટલા મલ્ટિલેવલ પાર્કિંગ, સરદાર પટેલ રિંગ રોડ પર બનેલા બે બ્રિજ અને રિવરફ્રન્ટ ખાતે તૈયાર કરાયેલા ચિલ્ડ્રન પાર્કનું બોપલ ખાતે આયોજિત કાર્યક્રમમાં લોકાર્પણ કર્યું હતું. જેમાં બાળકો રમી શકે […]

Continue Reading

વાવાઝોડા ‘ક્યાર’નાં કારણે ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ફેરી સર્વિસ બંધ કરાઈ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

ગુજરાતમાં સંભવિત ત્રાટકનાર વાવાઝોડા ‘‘ક્યાર’ની અસરને પગલે અરબી સમુદ્રમાં તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે. જેના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. વાવાઝોડાના પગલે ઓખા અને બેટદ્વારકા વચ્ચેની ફેરી સર્વિસ બંધ કરવામાં આવી છે. ઓખાથી બેટદ્વારકા વચ્ચે દરરોજ ફેરી સર્વિસ ચાલે છે. પરંતુ સંભવિત વાવાઝોડાના કારણે ફેરી સર્વિસ બંધ કરી દેવામાં આવી છે. […]

Continue Reading