ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ખાતે દેશનો સૌપ્રથમ મેગા લીગલ સર્વિસ કેમ્પ યોજાયો

સર્વોચ્ચ અદાલતના ન્યાયમુર્તિ એમ.આર.શાહે જણાવ્યું કે, ન્યાયિક સેવા એ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે. નેશનલ લીગલ સર્વિસ / રાજ્ય લીગલ સર્વિસ / જિલ્લા લીગલ સર્વિસ અને તાલુકા લીગલ સર્વિસ ઓથોરીટી દરેકને મફત અને કાનુની ન્યાય – સહાય મળે તે માટે સતત કાર્યરત છે. શ્રી શાહે સમાજમાં થતાં ઝઘડા / તકરાર નિવારણ માટે દરેક તાલુકા – […]

Continue Reading

સીએમ રૂપાણીના બહેનના ઘરે ચોરી, પોલીસે કહ્યું ઝડપથી આરોપીઓને પકડી લેવામાં આવશે

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની મોટી બહેન નિરૂપમાં કોઠારીના ધાટકોપર સ્થિત ઘરમાં મોડી રાત્રે ચોરી થઈ હતી. પોલીસ પાસેથી મળેલી જાણકારી પ્રમાણે ચોર મોડી રાત્રે ઘરના દરવાજા પર લગાવેલુ તાળુ તોડી ઘરમાં ઘુસ્યા અને એક લાખ રૂપિયા રોકડા તથા અન્ય કીમતી સામાનને લઈને ફરાર થઈ ગયા હતા. પોલિસે ચોરીનો કેસ નોંધી લીધો છે અને આ બાબતે […]

Continue Reading

અલ્પેશ ઠાકોર સૌથી મોટો તોડબાજ,”રિવોલ્વરની અણીએ મારી જમીન પચાવી પાડી”

પક્ષપલ્ટો કરી રાધનપુરમાં ભાજપમાંથી પેટાચૂંટણી લડતા અલ્પેશે ઠાકોર સમાજના આગેવાનો સામે બેફામ આક્ષેપો કરતા કલોલના ધારાસભ્યે તેનું કાચુ ચીઠ્ઠુ ખોલ્યુ હતુ. બળદેવજીએ કહ્યુ કે ”અલ્પેશના પિતા ખોડાજી મારા મોસાળપક્ષે વેવાઈ છે એ આખુ ગુજરાત જાણે છે, બે મહિના પછી એ પોતાના પિતા ખોડાજીને પણ ભૂલી જશે એવો અંહકાર તેનામા છે. અમારો ઝગડો સગાવ્હાલાનો નથી. ઠાકોર […]

Continue Reading

કમલેશ તિવારી હત્યાકાંડ: સુરત પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં હિંદુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ તિવારીની શુક્રવારે તેમના ઘરે બનાવવામાં આવેલા કાર્યાલયમાં કરપીણ હત્યા થઈ હતી અને બાદમાં હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. કમલેશ તિવારી હત્યાકેસની ગુત્થીને પોલીસે 24 કલાકની અંદર ઉકેલી લેતા 3 આરોપીઓની સુરતમાંથી ધરપકડ કરવામાં આવી છે. શુક્રવારે કમલેશ તિવારીની ગોળી અને બાદમાં ચાકુના 13 જેટલા ઘા […]

Continue Reading

ઉઝબેકિસ્તાનમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સ્વાગત કરવા માટે ઠેરઠેર બેનરો લાગ્યા

મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલ તા.૧૯ ઓક્ટોબરથી પાંચ દિવસ માટે ઉઝબેકિસ્તાનના પ્રવાસે ઉચ્ચસ્તરિય ડેલિગેશન સાથે જઈ રહ્યા છે. મુખ્યમંત્રીના પ્રવાસમાં જુદી જુદી ઈન્ડસ્ટ્રીમાં પાંત્રીસ ઉદ્યોગપતિઓ પણ જોડાયા છે જેમાં ડાયમંડ તથા એન્જિનિયરિંગ અને જેમ્સ એન્ડ જ્વેલરી IT તથા ઓઇલ એન્ડ ગેસ ડેરી ઉદ્યોગ ગોલ્ડ એગ્રો તથા ઓટો જેવી ઇન્ડસ્ટ્રી નો સમાવેશ થાય છે મુખ્યમંત્રીના પ્રવાસમાં CMOના […]

Continue Reading

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 30મી ઓકટોબરે સરકારી કર્મચારીઓ માટે રજા જાહેર કરી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્ય સરકારની કચેરીઓ તેમજ બોર્ડ નિગમો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કચેરીઓમાં તારીખ ૩૦ ઑક્ટોબર ૨૦૧૯ બુધવારે રજા જાહેર કરી છે. આ રજા તારીખ ૯ નવેમ્બર ૨૦૧૯ના બીજા શનિવારની જાહેર રજાની અવેજીમાં જાહેર કરવામાં આવી છે. જેને કારણે સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારી અધિકારીઓને દિવાળી પર્વ નિમિત્તે મીની વેકેશન મળી ગયું છે. 26મી […]

Continue Reading

અમદાવાદ પોલીસ કમિશનર એ.કે.સિંઘની દિલ્હીમાં નેશનલ સિક્યોરિટી ગાર્ડના ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂંક

ગુજરાત કેડરના 1985ના બેચના IPS એ.કે. સિંઘની દિલ્હીમાં નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)ના ડાયરેક્ટર જનરલ (DG)તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. એ.કે સિંઘ હાલમાં અમદાવાદ શહેરના પોલીસ કમિશનર છે. NSGમાં DG તરીકે નિયુક્તિ થતા અમદાવાદ પોલીસ કમિશનર તરીકે CID ક્રાઈમના વડા આશિષ ભાટિયા બની શકે તેવી ચર્ચાઓ શરૂ થઇ છે. શિવાનંદ ઝા પછીના સૌથી સિનિયર IPS છેલ્લા […]

Continue Reading

વડોદરામાં 72 વર્ષના મહિલા મેયરને ઘેરી લઈ ટપલીદાવ, અણછાજતાં વર્તનથી હેબતાઈ ગયેલા મેયર રડી પડ્યાં

શહેરમાં 10 મહિનાથી ચાલી રહેલી પાણીની સમસ્યા માટે પાલિકામાં વિરોધ કરવા માટે પહોંચેલી કોંગ્રેસના તોફાની કાર્યકરોએ 72 વર્ષીય મહિલા મેયરને સભાગૃહમાં જતા અટકાવીને ધક્કા મુક્કી કરીને સંસ્કારી નગરીની ગરિમા લજવી હતી.સયાજીરાવ સભાગૃહની બહાર પરિસરમાં પોલીસ અને સિકયુરિટીની હાજરીમાં મહિલા મેયર રડી પડે તે હદનુ કોંગ્રેસે કરેલા કૃત્યથી વધુ એક વખત સંસ્કારીનગરીના નાગરિકોનુ માથુ શરમથી ઝૂકી […]

Continue Reading

ખેડૂતોને સમયસર પાક વીમાની રકમ ના ચૂકવાતા સરકારે આ કંપનીને કરી દીધી બ્લેકલિસ્ટ

ખેડૂતોને સમયસર પાક વીમાની રકમ ના ચૂકવાતા રાજ્યના કૃષિ વિભાગે એસબીઆઈ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીને બ્લેક લિસ્ટ કરી છે.વર્ષ 2017માં બનાસકાંઠાના પીડિત ખેડૂતોને સમયસર પાક વીમાની રકમ ચૂકવાઈ નહોતી. આ મામલે ભારત સરકારે પણ મધ્યસ્થી કરી વીમા કંપનીને રકમ ચૂકવી દેવા જાણ કરી..પરંતુ કંપની દ્વારા બિનજરૂરી પુરાવાઓ અને દલીલો કરીને રકમ ચૂકવવામાં આનાકાની કરાતી હતી. આખરે […]

Continue Reading

મેડિકલમાં પ્રવેશ માટે NEETની પરીક્ષા ફરજિયાત, કોલેજો પ્રવેશને લઈ મનમાની નહીં કરી શકે: હાઈકોર્ટ

મેડિકલમાં ખાલી પડેલી જગ્યાઓમાં પ્રવેશને લઇને આજે ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હવે મેડિકલમાં પ્રવેશ માટે કોલેજો મનમાની કરી શકશે નહીં.જે વિદ્યાર્થીએ NEETની પરીક્ષા પાસ કરી હશે તેને જ મેડિકલમાં પ્રવેશ મળશે. હાઈકોર્ટે પારૂલ યુનિવર્સિટીના MBBSના 15 વિદ્યાર્થીઓને ચાલુ અભ્યાસમાંથી ડિસ્ચાર્જ કરવાનો આદેશ કર્યો છે. સંસ્થાઓ વિદ્યાર્થીઓની કારર્કીદીને નુકસાન થશે તેવા બહાના કરી છટકી […]

Continue Reading