વકીલો અને પોલીસ વચ્ચેનો ગજગ્રાહ રાજસ્થાન સુધી પહોંચ્યો, દિલ્હીમાં દેખાવો યથાવત

દિલ્હીથી શરૂ થયેલો પોલીસ અને વકીલો વચ્ચેનો ગજગ્રાહ યુપી અને હરિયાણા બાદ હવે રાજસ્થાન સુધી પહોંચી ચુક્યો છે. હરિયાણાથી રાજસ્થાનના અલવર આવેલા એક પોલીસ કર્મી સાથે વકીલોએ કરેલી મારામારી બાદ પોલીસ બેડામાંરોષ જોવા મળી રહ્યો છે. અલવરમાં પણ વકીલોએ પોલીસ સામે ભેગા થઈને મોરચો માંડ્યો હતો. એ પછી પોલીસ કાફલાને કોર્ટમાં ધસી જવુ પડ્યુ હતુ. […]

Continue Reading

અયોધ્યા કેસ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલા સરકારે દરેક સાંસદોને આપ્યો આદેશ

અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલા સરકારે દરેક સાંસદો(NDA) અને મંત્રીઓને પોતા-પોતાના મતવિસ્તારમાં રહેવા જણાવ્યું છે. આ સાથે જ નિર્ણયના થોડાં દિવસો બાદ શાંતિ વ્યવસ્થા જાળવી રાખવાની અપીલ કરી છે. સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા મુદ્દે નિર્ણયની ઘડી જેમ-જેમ નજીક આવી રહી છે. કાયદો વ્યવસ્થા જાળવનારી એજન્સીઓ એલર્ટ છે. પોલીસ હેડક્વાટરે સાંપ્રદાયિક રૂપથી સંવેદનશીલ 34 જિલ્લાના મુખ્ય […]

Continue Reading

ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપ્યો જોરદાર ઝાટકો, એચ-1બી વિઝાને લઈને આવ્યા માઠા સમાચાર

ટ્રમ્પ વહીવટીતંત્રની નીતિ ખૂબ જ કડક હોવાથી એચ-1બી વિઝા અરજીને નકારી કાઢવાનો દર ખૂબ જ ઊંચો થઈ ગયો છે. એક અમેરિકી થિંક ટેન્કે જણાવ્યા મુજબ વર્ષ 2015માં એચ -1બી વિઝા અરજી નકારી કાઢવાનો દર જે છ ટકા હતો તે વર્તમાન નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં વધીને 24 ટકા થઈ ચૂક્યો છે. અમેરિકી નાગરિકો અને ઇમિગ્રેશન સેવાઓ […]

Continue Reading

ડુંગળીના ભાવ 80 રૂપિયા કિલોએ પહોંચ્યા, 7 દિવસમાં 45% વધારો; સરકાર ઈરાન સહિત 4 દેશોમાંથી આયાત કરશે

ડુંગળીના ભાવ આકાશને અડવા લાગ્યા છે. હવે કાંદા 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે પહોંચી ગયા છે. દિલ્હીમાં 7 દિવસમાં 45% ભાવ વધી ગયો છે. 31 ઓક્ટોબરે ભાવ 55 રૂપિયા હતો. સપ્લાઈ પર પ્રતિબંધ હોવાના કારણે દિલ્હી-NCRમાં છેલ્લા એક મહિનામાં ભાવમાં ઉછાળો આવ્યો છે. હાલનો ભાવ એક વર્ષ પહેલાની સરખામણીમાં બમણા કરતા પણ વધારે થઈ ગયો […]

Continue Reading

રિયલ એસ્ટેટમાં તેજી લાવવા સરકારની કવાયત, 25 હજાર કરોડના ફન્ડની જાહેરાત

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે રિયલ એસ્ટેટ સેક્ટર માટે મોટી રાહતની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે દેશભરમાં અટકેલા હાઉસિંગ પ્રોજેક્ટ માટે સરકાર તરફથી 10 હજાર કરોડ રૂપિયાનું ફન્ડ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે સિવાય તેમણે કહ્યું કે LIC હાઉસિંગ અને એસબીઆઇ તરફથી પણ તેમાં પૈસા ઉમેરવામાં આવશે. તેમણે કહ્યું કે કુલ ફંડ અત્યારે 25 હજાર […]

Continue Reading

ભારતે આતંકી ખતરાના ઇનપુટ પાકિસ્તાનને મોકલ્યા, કહ્યું- થીમ સોંગમાંથી આપત્તિજનક સામગ્રી હટાવે

શીખોના પ્રથમ ગુરુ ગુરુનાનક દેવની 550મી જયંતી પર 9 નવેમ્બરના પાકિસ્તાનમાં કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન થશે. કરતારપુર જનારા પહેલા ભારતીય ગ્રુપના 550 શ્રદ્ધાળુઓના નામ ભારતે પાકિસ્તાનને સોંપી દીધા છે. ન્યૂઝ એજન્સી પ્રમાણે ભારત સરકારે પાકિસ્તાન સરકારને એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે કરતારપુર જનારા લોકો માટે પાસપોર્ટની જરૂરિયાત રહેશે. તે સિવાય ભારતે આતંકી ખતરાના ઇનપુટ […]

Continue Reading

પાકિસ્તાન જ નહીં ચીનની પણ ફાટી પડશે, ભારત કરવા જઈ રહ્યું છે આ મિસાઇલ પરિક્ષણ

સબમરિનની અંદરથી મિસાઈલ લોન્ચ કરવા માટેનુ વધુ એક પરિક્ષણ ભારત કરવા જઈ રહ્યુ છે.ભારતે પોતાની પરમાણુ સબમરિન અરહિંત પરથી લોન્ચ કરી શકાય તેવા પરમાણુ મિસાઈલ ડેવલપ કરવાની કવાયત હાથ ધરી છે. ડો.અબ્દુલ કલામના નામ પરથી આ મિસાઈલને કે-4 નામ અપાયુ છે. જેની રેન્જ 700 થી માંડીને 3500 કિલોમીટરની હશે. આ મિસાઈલનુ વધુ એક પરીક્ષણ આંધ્રપ્રદેશના […]

Continue Reading

વકીલાતનો વ્યવસાય બદનામ થઈ રહ્યો છે: બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા

લ્હીમાં પોલીસ અને વકીલો વચ્ચેના ઘર્ષણનો મુદ્દો વધારે ગરમાઈ રહ્યો છે. એક તરફ પોલીસ કર્મચારીઓ પર ગઈકાલે થયેલા હુમલા બાદ ભાગ્યે જોવા મળે તેવી સ્થિતિ સર્જાઈ છે અને પોલીસ કર્મચારીઓ પોતે દેખાવો કરવા રસ્તા પર ઉતર્યા છે ત્યારે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ હડતાળ કરનારા વકીલોની ઝાટકણી કાઢી છે અને કહ્યુ છે કે, મારપીટ કરવાના કારણે […]

Continue Reading

દિલ્હી પોલીસ કમિશ્નર સામે જ પોલીસ જવાનોએ કિરણ બેદીના નારા લગાવ્યા

દિલ્હી પોલીસ અને વકીલો વચ્ચે ચાલી રહેલા વિવાદમાં આજે દિલ્હી પોલીસના જવાનોએ સવારથી પોલીસ હેડક્વાર્ટરની બહાર દેખાવો કર્યા છે. દિલ્હી પોલીસના જવાનોને સમજાવવા માટે કમિશ્નર અમુલ્ય પટનાયક આવ્યા હતા તો તેમને પણ જવાનોના વિરોધનો સામનો કરવાનો વારો આવ્યો હતો.જવાનોએ તો તેમની સામે જ નારા લગાવ્યા હતા કે, હમારા કમિશ્નર કેસા હો..કિરણ બેદી જેસા હો… દિલ્હી […]

Continue Reading

CBIએ 7,000 કરોડના બેંક ફ્રોડ મામલે 35 કેસ દાખલ કર્યા

કેન્દ્રીય તપાસ એજન્સી (સીબીઆઇ)એ 7000 કરોડ રૂપિયાના બેંક ફ્રોડ મામલે 35 કેસ દાખલ કર્યા છે. આ મામલે દેશભરમાં 169 જગ્યાઓ પર મંગળવારે દરોડા પાડવામાં આવ્યા છે. સીબીઆઇએ આંધ્રપ્રદેશ, ચંદીગઢ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, પંજાબ, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, દાદર અને નગર હવેલીમાં કાર્યવાહી કરવામાં આવી છે. જો કે તપાસ એજન્સીએ આરોપીઓના નામ […]

Continue Reading