ભારત – પાકિસ્તાનના તણાવ વચ્ચે રમાનાર ડેવીસ કપ સ્થગિત, નવેમ્બરમાં રમાવાની શક્યતા

ભારત અને પાકિસ્તાન વચ્ચે આવતા મહિને ઈસ્લામાબાદમાં યોજાનારી ડેવિસ કપ ટાઈને સ્થગિત કરવાનો નિર્ણય ઈન્ટરનેશનલ ટેનિસ ફેડરેશને (આઇટીએફ) લીધો છે. આઈટીએફના નિર્ણયને કારણે ભારતે રાહત અનુભવી છે. પાકિસ્તાન સાથેના સંબંધોમાં વધેલા તનાવના પગલે ભારતીય ટેનિસ ખેલાડીઓ સપ્ટેમ્બરમાં યોજાનારી ડેવિસ કપ ટાઈ રમવા માટે ઈસ્લામાબાદ જવા માટે તૈયાર નહતા. ભારતની રજુઆતના પગલે આઇટીએફે જાહેર કર્યું છે […]

Continue Reading

શ્રીસંતને મળી મોટી રાહત, આજીવન પ્રતિબંધ હટાવવામાં આવ્યો,આવતા વર્ષથી રમી શકશે મેચ

BCCI એ 36 વર્ષના ક્રિકેટર શ્રીસંત પર લાગેલો આજીવન પ્રતિબંધ ઘટાડીને 7 વર્ષનો કરી દીધો છે. હવે 13 સપ્ટેમ્બર,2020ના રોજ શ્રીસંત પર લાગેલો પ્રતિબંધ પૂર્ણ થશે. BCCI લોકપાલ તરફથી જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે શ્રીસંત પર લાગેલા પ્રતિબંધને ઘટાડીને સાત વર્ષનો કરી દેવામાં આવ્યો છે. 13 સપ્ટેમ્બર,2013ના રોજ આઇપીઍલ મેચમાં સ્પોટ ફિક્સિંગ […]

Continue Reading

આંતરરાષ્ટ્રીય સાઈકલિંગમાં મેડલ જીતનાર પહેલા ભારતીય બન્યા 18 વર્ષીય ઇસો અલબેન

અંદમાન નિકોબારના 18 વર્ષીય યુવા સાઇકલિસ્ટ ઇસો અલબેને સ્વિટઝરલેન્ડના એગલેમાં યોજાઇ ગયેલી યૂસીઆઇ જૂનિયર ટ્રેક સાઇકલિંગ વિશ્વ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. આ સાથે જ તેઓ ભારત માટે પદક જીતનાર સાઇકિલિસ્ટ બની ગયા છે. આ સિવાય તેમણે બ્રોન્ઝ મેડલ પણ પોતાના નામ કર્યું હતું. ભારતના આ યુવા સાઇકલિસ્ટે ફાઇનલ સ્પ્રિંટમાં ચેક ગણરાજ્યના જાકુબ […]

Continue Reading

પૂર્વ ભારતીય ક્રિકેટર વી બી ચંદ્રશેખરે આત્મહત્યા કરી

પૂર્વ ભારતીય ક્રિકેટર અને સ્ફોટક બેટ્સમેન વી બી ચંદ્રશેખરનું 57 વર્ષની ઉંમરે ચેન્નઈમાં નિધન થયું હતું. છ દિવસ બાદ તેમનો 58મો જન્મદિવસ હતો તે પહેલા જ તેમના નિધનથી દિગજ્જ ક્રિકેટર્સ અને તેમના ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પોલીસના મતે વી બી ચંદ્રશેખરે આત્મહત્યા કરી હોવાની આશંકા છે. ગુરુવારે ચંદ્રશેખરે તેમના ઘરે ગળે ફાંસો ખાઈ […]

Continue Reading

નિવૃત્તિની અફવાઓ પર બોલ્યા ક્રિસ ગેઇલ, મેં હજુ નિવૃત્તિ જાહેર કરી નથી

પ્રવાસી ભારત સામેની ત્રીજી વન-ડે ક્રિકેટ મેચ વેસ્ટ ઇન્ડિઝના આક્રમક બેટ્સમેન ક્રિસ ગેઇલની અંતિમ વન-ડે મનાતી હતી પરંતુ મેચને અંતે યુનિવર્સ બોસ તરીકે જાણીતા ક્રિસ ગેઇલે જાહેર કર્યું હતું કે તે હજી નિવૃત્ત થયો નથી. બુધવારની મેચમાં ક્રિસ ગેઇલ ખાસ 301 નંબરની જર્સી પહેરીને આવ્યો હતો. વેસ્ટ ઇન્ડિઝ માટે સૌથી વધુ વન-ડે ગેઇલ રમ્યો છે […]

Continue Reading

હોકી : ભારતીય મહિલા ટીમે જાપાનને ૨-૧ થી હરાવ્યું

ભારતીય ટીમે આક્રમક શરૂઆત કરી અને પ્રથમ જ ૧૦ મિનીટમાં જ તેમને ઘણી તક મળી ગઈ હતી. બંને ટીમો ઓલોમ્પિક રમતોના માર્ગદર્શિકા મુજબ ૧૬ ખેલાડીઓની સાથે રમી રહી હતી. બંનેએ સમય-સમય પર સંપૂર મેચ દરમિયાન ખેલાડીઓને અંદર બહાર કર્યા હતા. જાપાનને અવેજી ખેલાડીઓનો ફાયદો થયો અને ૨૯ વર્ષની મિતસુહાસીએ ટીમને બરાબરી અપાવી હતી. ભારતીય ટીમ […]

Continue Reading

રવિન્દ્ર જાડેજા અને પુનમ યાદવને મળશે અર્જુન એવોર્ડ

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને મહિલા ક્રિકેટર પુનમ યાદવને આ વર્ષના અર્જુન એવોર્ડ માટે પસંદ કરાયા છે. આ વર્ષના અર્જુન પુરસ્કારો માટે 19 એથલિટ્સને પસંદ કરાયા છે. BCCIએ આ વર્ષે અર્જુન એવોર્ડ માટે ચાર ક્રિકેટરોના નામ મોકલ્યા હતા. જેમાં રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ અને પુનમ યાદવનું નામ સામેલ છે. જ્યારે પેરા […]

Continue Reading

રોજર ફેડરર 70માં ક્રમાંકિત ખેલાડી સામે હારી જતા મેજર અપસેટ સર્જાયો

વર્લ્ડ રેન્કિંગમાં ત્રીજું સ્થાન ધરાવતા સ્વિત્ઝર્લેન્ડના લેજન્ડરી સુપરસ્ટાર ફેડરરને રશિયાના ૭૦મો ક્રમાંક ધરાવતા ૨૧ વર્ષીય ખેલાડી રૃબ્લોવે ૬-૩, ૬-૪થી સિનસિનાટી માસ્ટર્સના રાઉન્ડ ઓફ ૧૬માં હરાવીને મેજર અપસેટ સર્જયો હતો. ૩૭ વર્ષીય ફેડરરને રૃબ્લોવ સામે કારકિર્દીના સૌપ્રથમ મુકાબલામાં જ હારનો સામનો કરવો પડયો હતો. રૃબ્લોવે માત્ર ૬૨ જ મિનિટમાં ફેડરર સામે વિજય મેળવ્યો હતો. સ્વિત્ઝર્લેન્ડના લેજન્ડરી […]

Continue Reading

ઈન્ડિયાના હેડ કોચ તરીકે રવિ શાસ્ત્રીની સતત બીજી વખત પસંદગી કરાઈ, 2021ના ટી-20 વર્લ્ડ કપ સુધી ફરજ નિભાવશે

2017 પછી સતત બીજી ટર્મમાં રવિ શાસ્ત્રીને ટીમ ઇન્ડિયાના હેડ કોચ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. બીસીસીઆઈએ શુક્રવારે જાહેર કર્યું હતું કે, “કપિલ દેવની આગેવાનીમાં ક્રિકેટ એડવાઈઝરી કમિટી (CAC)એ વિવિધ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લીધા પછી શાસ્ત્રીની પસંદગી કરી છે. બીસીસીઆઈ CACના નિર્ણયથી સહમત છે ને શાસ્ત્રી 2021ના ટી-20 વર્લ્ડકપ સુધી કોચ પદ જાળવી રાખશે.” કપિલ દેવે […]

Continue Reading

વિરાટ કોહલીએ પોન્ટિંગનો રેકૉર્ડ તોડ્યો

ભારતીય કૅપ્ટન વિરાટ કોહલીએ વેસ્ટ ઇન્ડીઝ સામે ચાલી રહેલી વન ડે સિરીઝમાં એક સિદ્ધિ નોંધાવી છે અને રિકી પોન્ટિંગનો રેકૉર્ડ તોડ્યો છે એમ હિન્દુસ્તાન ટાઇમ્સનો અહેવાલ જણાવે છે. વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક દશકમાં 20,000 રન કરનારા ક્રિકેટ ઇતિહાસના પ્રથમ બૅટ્સમૅન બન્યા છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી અને અંતિમ વન ડેમાં વિરાટ કોહલીએ તેમની કારકિર્દીની […]

Continue Reading