ભારત સામે હાર્યા બાદ સરફરાઝ એવું બાલ્યો કે, ભળકી શકે છે PAK ફેન્સ

આઈસીસી વર્લ્ડ કપમાં ભારતથી મળેલી 89 રનની હાર બાદ પાકિસ્તાની ટીમ અને કેપ્ટન સરફરાઝ અહમદને ચાહકોના રોષનો સામનો કરવો પડે છે. આ હાર બાદ બધા પાકિસ્તાની ખેલાડીઓને ઘેરવામાં આવ્યા છે. પાક ટીમના ખેલાડીઓની ફિટનેસપર પણ પ્રશ્નો ઉઠ્યા છે. ખાસ કરીને કેપ્ટન સરફરાઝ અહમદની. પરંતુ ભારતથી મળેલી ખરાબ હાર બાદ પણ સરફરાઝને અફસોસ થતો નથી. સરફરાઝે […]

Continue Reading

હાઈ વોલ્ટેજ મેચ : ભારતે અફઘાનિસ્તાનને 11 રને હરાવ્યું

ભારતે આજે અફઘાનિસ્તાનને ભારે રોમાંચકતા બાદ આખરી ઓવરના પાંચમા બોલે ૧૧ રનથી વર્લ્ડકપની મેચમાં પરાજય આપ્યો હતો. ૨૨૫ રનનો ટાર્ગેટ ઝીલવા ઉતરેલ અફઘાનિસ્તાન છેલ્લી ઓવરમાં ૧૬ રનની જરૃર હતી અને તેઓની ત્રણ વિકેટ બાકી હતી ત્યારે શમીએ ત્રીજા, ચોથા અને પાંચમા બોલે વિકેટ લઈને અફઘાનિસ્તાનને ૨૧૩ રનમાં ઓલઆઉટ કર્યું હતું. ભયજનક નબીને (૫૨ રન, ૫૫ […]

Continue Reading

ઝિમ્બાબ્વે સરકાર સાથે ઘર્ષણ થતા ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કરાયું

ઝિમ્બાબ્વની સરકારી એજન્સીએ એક આશ્ચર્યજનક નિર્ણય હેઠળ ઝિમ્બાબ્વે ક્રિકેટ (સ્થાનિક ક્રિકેટ બોર્ડ)ને જ સસ્પેન્ડ કરી દીધું છે. સરકારી સંસ્થા સ્પોર્ટ્સ એન્ડ રિક્રીએશન કમિશન (એસઆરસી) દ્વારા તાત્કાલિક અસરથી ઝિમ્બાબ્વે ક્રિકેટને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત ઝિમ્બાબ્વે ક્રિકેટના મેનેજિંગ ડિરેક્ટર ગીવમોર માકોનીને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સરકારી સંસ્થા એસઆરસીએ એક સપ્તાહ અગાઉ ઝિમ્બાબ્વે […]

Continue Reading

વર્લ્ડ કપ 2019 : મલિંગાની ઘાતક બૉલિંગ સામે વર્લ્ડ કપની દાવેદાર ટીમ હારી ગઈ

21મી જૂન એટલે વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને તેમાંય ઇંગ્લૅન્ડમાં તો મોડે સુધી અજવાળું રહેતું હોય છે. જોકે, શ્રીલંકાએ આ દિવસે ઇંગ્લૅન્ડના ક્રિકેટ પર અંધકાર પાથરી દીધો હતો. આઈસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની લીગ મૅચમાં શુક્રવારે અનુભવી બૅટ્સમૅન એન્જેલો મેથ્યુઝની અડધી સદી બાદ લસિત મલિંગા અને ધનંજય ડી સિલ્વાની ઘાતક બૉલિંગની મદદથી શ્રીલંકન ક્રિકેટ […]

Continue Reading

વિશ્વ કપની મૅચમાં વૉર્નર અને મેક્સવેલના આઈપીએલ મૂડ સામે બાંગ્લાદેશ બન્યું લાચાર

ઓપનર ડેવિડ વોર્નરની સદી અને ફિંચ, ઉસ્માન ખ્વાજા અને ગ્લેન મેક્સવેલની મજબુત બૅટિંગની ઑસ્ટ્રેલિયાએ આઇસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં ફરીથી મોખરાનું સ્થાન હાંસલ કરતાં ગુરુવારે બાંગ્લાદેશને 48 રનથી પરાજય આપ્યો હતો. બાંગ્લાદેશની હાર છતાં જે રીતે એમણે ઑસ્ટ્રેલિયા સામે પરાજયને નાનો કર્યો અને પીચ પર ટકી રહી 50 ઓવરમાં 333 રન નોંધાવ્યા એ આવનાર સમયમાં […]

Continue Reading

દક્ષિણ આફ્રિકાની વિશ્વ કપમાં કમનસીબી નથી, ન્યૂઝીલૅન્ડ એક ખતરનાક ટીમ છે

કૅપ્ટન કેન વિલિયમ્સન અને કોલિન ડી ગ્રેન્ડહોમની શાનદાર બૅટિંગની મદદથી ન્યૂઝીલૅન્ડે આઈસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં પોતાની વિજયકૂચ જારી રાખીને બુધવારે સાઉથ આફ્રિકા સામે ચાર વિકેટે રોમાંચક વિજય હાંસલ કર્યો હતો. આ સાથે વર્તમાન ટુર્નામેન્ટની સેમી ફાઇનલમાં પ્રવેશવાની સાઉથ આફ્રિકાની આશા ઉપર પાણી ફરી ગયું હતું. સાઉથ આફ્રિકાની કમનસીબી જારી રહી છે કેમ કે […]

Continue Reading

સરફરાઝે હારનો દોષ પોતાની લીડરશીપની જગ્યાએ ખેલાડીઓ પર ઢોળી દીધો

ભારતના હાથે વર્લ્ડકપમાં મળેલા પરાજય બાદ પાક ટીમના કેપ્ટન સરફરાઝ અહેમદે સાથી ખેલાડીઓને લાંબુ લચક ભાષણ આપ્યુ હતુ. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે, આ દરમિયાન સરફરાઝે ખેલાડીઓને પ્રદર્શન સુધારવા માટે રીતસરની ધમકી જ આપી દીધી હતી. સરફરાઝે કહ્યુ હતુ કે, તમારે જવાબદારી લઈને રમવુ પડશે અને સારૂ પ્રદર્શન કરવુ પડશે.નહીતર પાકિસ્તાની ચાહકોના ગુસ્સા અને […]

Continue Reading

ભારતીય હોકી ટીમે ફાઇનલ ટુર્નામેન્ટમાં જીત મેળવી, ઓલમ્પિક તરફ કરશે કૂચ

ભારતીય પુરુષ હોકી ટીમે દક્ષિણ આફ્રિકાને 5-1 ગોલથી હરાવીને એફઆઇએચ હોકી સિરીઝ ફાઇનલ્સ ટૂર્નામેન્ટ જીતી લીધી હતી. ટીમ ઇન્ડિયા આખી ટૂર્નામેન્ટમાં વિજયી રહેતા મજબૂત છાપ ઉભી કરી હતી. ટૂર્નામેન્ટમાં ભારતે પાંચ મેચમાં 35 ગોલ ફટકાર્યા હતાં. જ્યારે ભારત સામે હરીફ ટીમો માત્ર ચાર જ ગોલ નોંધાવી શકી હતી. ભારતીય હોકી ટીમનું લક્ષ્‍ય આવતા વર્ષે યોજાનારા […]

Continue Reading

ઈંગ્લેન્ડની પોતાના વિશ્વ કપના ઈતિહાસની સૌથી મોટી જીત, અફઘાનિસ્તાનને 150 રનોથી હરાવ્યું

કપ્તાન ઇઓન મોર્ગનની રેકોર્ડ બ્રેકિંગ સદી સાથે, ઈંગ્લેન્ડે મંગળવારે વર્લ્ડકપ 2019 માં અફઘાનિસ્તાનને 150 ની સરસાઈથી હરાવ્યું હતું. ઇંગ્લેન્ડનો વર્લ્ડ કપના ઇતિહાસમાં આ સૌથી મોટી જીત છે. અગાઉ 2015 ના વર્લ્ડ કપમાં તેમના પડોશી સ્કોટલેન્ડને 119 રનથી હરાવ્યું હતુ. આ જીત સાથે ઇંગ્લેન્ડ હવે પોઈન્ટ ટેબલમાં નંબર વન પર પહોંચી ગયું છે.આ મેચમાં, ઈંગ્લેન્ડ ટૉસ જીત્યો […]

Continue Reading

શોએબની હુક્કા પાર્ટી પર સાનિયાએ કહ્યું – ‘હું પાક ટીમની મા નથી’

વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનની મેચની આગલી રાત્રે પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેટલાક ખેલાડીઓએ કાફેમાં હુક્કા પાર્ટીની મજા માણી હતી. પાકિસ્તાનને મેચમાં મળેલા કારમા પરાજય બાદ આ તસવીર સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ હતી. વર્લ્ડ કપની ભારત સામેની મેચની આગલી રાત્રે ખેલાડીઓને હુક્કા પાર્ટી કરતા જોઈને પાકિસ્તાની ફેન્સ તેમના પર ભડકી ઉઠ્યા હતા. ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા […]

Continue Reading