ભાજપ ડરી ગઇ હોવાથી કોંગ્રેસના ધારાસભ્યોને બંધક બનાવી રાખ્યા છે: કમલનાથ

મધ્ય પ્રદેશના રાજકારણમાં નાટકીય ઘટનાક્રમ પછી આવતી કાલે કમલનાથ સરકારનું બહુમતી પરીક્ષણ થાય એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ આ મુદ્દે સીએમ કમલનાથ નિશ્ચિત મુદ્રામાં જોવા મળ્યા હતા. મીડિયા સાથે વાતચીત કરતા તેમણે દાવો કર્યો હતો કે એમની સરકારને કોઇ ખતરો નથી અને જો ફ્લોર ટેસ્ટ થાય છે તો તેમની સરકાર ખરી ઉતરશે. […]

Continue Reading

કોરોના વાયરસને ગંભીરતાથી નથી લઈ રહી સરકાર, બરબાદ થઈ જશે અર્થવ્યવસ્થાઃ રાહુલ ગાંધી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના વાયરસ માટે સરકાર પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યુ કે કોરોના વાયરસ લોકો અને અર્થવ્યવસ્થા માટે ઘણો ગંભીર ખતરો છે. સરકાર આને બિલકુલ ગંભીરતાથી નથી લઈ રહી. સમયે પગલા લેવા ઘણા જરૂરી છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ, કોરોના વાયરસ એક મોટી સમસ્યા છે, મુશ્કેલીને ઈગ્નોર કરવી આનો ઉપાય […]

Continue Reading

જમ્મુ-કાશ્મીર: ફારુક અબ્દુલ્લાની કસ્ટડીનો અંત, આદેશ જારી

જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રે ભૂતપૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લાની કસ્ટડી સમાપ્ત કરવાનો આદેશ આપ્યો છે. ગયા વર્ષે 5 ઓગસ્ટે ફારૂક અબ્દુલ્લાની અટકાયત કરવામાં આવી હતી. અબ્દુલ્લા છેલ્લા આઠ મહિનાથી કસ્ટડીમાં છે. જમ્મુ-કાશ્મીરના ગૃહ વિભાગે શુક્રવારે તેમની અટકાયત સમાપ્ત કરવાના આદેશો જારી કર્યા છે. જમ્મુ-કાશ્મીરના મુખ્ય સચિવ (આયોજન) રોહિત કંસલે આ માહિતી આપી છે. જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રે શુક્રવારે ફારૂક અબ્દુલ્લા […]

Continue Reading

ભાજપમાં જોડાયા બાદ જ્યોતિરાદિત્યનું ભોપાલમાં જોરોશોરોથી સ્વાગત કરવાની ભવ્યાતિભવ્ય તૈયારીઓ

  ભાજપમાં સામેલ થયા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયા પહેલીવાર ભોપાલ આવી રહ્યા છે. તેમના સ્વાગત માટે ભાજપના કાર્યાલયમાં ભવ્ય તૈયારી કરવામાં આવી છે. ભાજપે શહેરમાં ઠેર-ઠેર સિંધિયાના સ્વાગતના માટે પોસ્ટર લગાવવામાં આવ્યા છે. સિંધિયા દિલ્હીથી ભોપાલ પહોંચાતાની સાથે ભાજપ કાર્યાલય જશે. મળતી માહિતી પ્રમાણે સિંધિયા શુક્રવારે રાજ્યસભા માટે ઉમેદવારી પત્રક ભરવાના છે. મહત્વપૂર્ણ છે કે, સિંધિયાએ […]

Continue Reading

જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાયા, જે. પી. નડ્ડાએ ખેસ પહેરાવ્યો

કૉંગ્રેસ છોડનાર જ્યોતિરાદિત્ય સિંધિયા આજે ભાજપમાં જોડાઈ ગયા છે. દિલ્હીમાં ભાજપની હૅડ ઑફિસે તેઓ ભાજપ પ્રમુખ જેપી નડ્ડા અને અન્ય નેતાઓની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આ દરમિયાન રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગહેલોતે કહ્યું છે કે આવા તકવાદીઓએ પાર્ટી વહેલી જ છોડી દેવી જોઈતી હતી. 18 વર્ષ કૉંગ્રેસે એમને ઘણું આપ્યું છે અને લોકો […]

Continue Reading

જ્યોતિરાદિત્ય સિંધિયા આજે બપોરે ભાજપમાં જોડાશે, રાજ્યસભા મોકલાયા પછી કેન્દ્રમાં મંત્રીપદ મેળવે તેવી શક્યતા

મધ્ય પ્રદેશમાં ચાલી રહેલા રાજકીય ડ્રામાની વચ્ચે જ્યોતિરાદિત્ય સિંધિયા હવે 2 વાગ્યે ભાજપમાં સામેલ થશે. પાર્ટી જોઈન કરાવવા માટે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને અમિત શાહ હાજર રહેશે. બીજી તરફ ગ્વાલિયર-ચંબલ પ્રાંતના લોકો ઈચ્છે કે સિંધિયા ભાજપમાં સામેલ ન થઈને અલગ પાર્ટી બનાવે. જ્યોતિરાદિત્ય ગુરુવારે સાંજે 4 વાગે ભોપાલ પહોંચશે. બાદમાં શુક્રવારે રાજ્યસભા માટે નામાંકન […]

Continue Reading

બીજેપી મારા લોહી-હ્રદયમાં છે, ટૂંકી દ્રષ્ટિના માણસો ખોટી લાલસા છોડી દેઃ નીતિન પટેલ

છેલ્લા કેટલાય સમયથી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વચ્ચે રાજકીય શીતયુદ્ધ જામ્યું છે. બંને નેતાઓ વચ્ચે એટલો રાજકીય ઝઘડો જામ્યો છે કે, હવે તો નીતિન પટેલની સરકારી કાર્યક્રમમાં જાહેરમાં અવગણના થવા લાગી છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં એક ચાર્ચાએ ભારે જોર પકડ્યું છે શું નીતિન પટેલે ખરેખર એકલા પડી ગયા છે? […]

Continue Reading

દિલ્હી હિંસા પર 11 માર્ચના રોજ સંસદમાં ચર્ચા થશે, ગૃહમંત્રી અમિત શાહ આપશે જવાબ

દિલ્હીમાં થયેલી હિંસા પર સંસદમાં હોળીના આગળના દિવસે એટલે કે 11મી માર્ચના રોજ ચર્ચા થશે અને દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહ ચર્ચામાં જવાબ આપશે. આ ખુલાસો શુક્રવારના રોજ થયો છે. આ સંવેદનશીલ મુદ્દા પર વિપક્ષના દબાણ બાદ પણ સરકારે ચર્ચાની માંગને હોળી પછી ટાળી દીધી હતી. લોકસભા અધ્યક્ષે જણાવ્યું હતું કે, ચર્ચા માટે યોગ્ય સમય નથી. […]

Continue Reading

નિર્ણય / દિલ્હી હિંસા મામલે સંસદમાં હોબાળા વચ્ચે મોદી સરકાર ઉઠાવવા જઇ રહી છે આ પગલું, વિપક્ષને લાગશે ઝટકો

દિલ્હી હિંસાને લઇને સંસદમાં ચાલી રહેલા હંગામાની વચ્ચે મોદી સરકારે બજેટ સત્રમાં તમામ મંત્રાલયોને અનુદાન માટેની માંગણીઓ પસાર કરવા માટે ‘ગિલોટિન’ નક્કી કર્યું છે. આ અંગેનો નિર્ણય સરકાર પહેલા પણ કરતી રહી છે. સરકારને ત્રણ એપ્રિલ પહેલા બજેટ મંજૂર કરવાનું હોય છે. મોદી સરકારે ‘ગિલોટિન’ લાવવાનું નક્કી કર્યું સરકારને ત્રણ એપ્રિલ પહેલા બજેટ મંજૂર કરવાનું […]

Continue Reading

નિર્ણય / 6 કરોડ નોકરીયાતો માટે ખરાબ સમાચાર! મોદી સરકારે PFમાં કરેલા આ ફેરફાર થી લાગશે ઝટકો

આપના પ્રોવિડન્ડ ફન્ડ (PF) પર વ્યાજદરોને લઇને નિર્ણય લેવાયો છે. નાણાકીય વર્ષ 2019-20 માટે વ્યાજદર 8.65થી ઘટાડીને 8.50 ટકા કરી દેવામાં આવ્યો છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)નું ટોચનું એકમ CBTની બેઠકમાં આમ નિર્ણય લેવાયો છે. પ્રોવિડન્ડ ફન્ડ (PF) પર વ્યાજદરોને લઇને મોટો નિર્ણય નાણાકીય વર્ષ 2019-20 માટે વ્યાજદર 8.50 ટકા કરી દેવાયો ઇપીએફઓ પર […]

Continue Reading