જેણે વિરપ્પનનું ઢીમ ઢાળી દીધેલું સરકાર તેને જ કાશ્મીરનો નવો રાજ્યપાલ બનાવવા જઈ રહી છે, આતંકીઓમાં ફફડાટ

જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલના સુરક્ષા સલાહકાર કે.વિજયકુમાર આગામી સમયમાં કેન્દ્રશાસિત કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર બને તેવી અટકળો વહેતી થઈ છે. અત્યારે વિજયકુમાર કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકના સુરક્ષા સલાહકાર છે. ઉપરાંત તેઓ અજિત દોવાલની ખાસ ટીમમાં સ્થાન ધરાવે છે. કાશ્મીરની સુરક્ષા સ્થિતિ અત્યારે મહદ અંશે તેમના હાથમાં છે. કાશ્મીરમાંથી કલમ-370 હટાવતા પૂર્વે સુરક્ષાની પૂરી જવાબદારી તેમને સોંપવામાં આવી હતી. […]

Continue Reading

પૂર્વ નાણામંત્રી અરુણ જેટલી આઈસીયુમાં, તબીબોને દેખરખ હેઠળ સારવાર ચાલુ, પીએમ મોદી-અમિત શાહ AIIMS પહોંચ્યા

નવી દિલ્હીઃ ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ નાણાંમંત્રી અરુણ જેટલીની માંદગીએ વધુ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. શુક્રવારે સવારે 11 વાગ્યે તેમનું સ્વાસ્થ્ય કથળતાં AIIMSમાં લાવવામાં આવ્યા હતા. હાલ તેમની આઈસીયુમાં તબીબોની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી છે. આજે(9 જૂલાઈ) રૂટિન ચેકઅપ પછી તરત તેમને હોસ્પિટલમાં ભરતી કરી દેવાયા હતા. મોડી સાંજે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત […]

Continue Reading

કોંગ્રેસની કઠણાઈ: 370 જોઈએ છે, નથી જોઈતી, તટસ્થ રહેવાનું છે, મૂંગા રહેવાનું છે… શું કરવાનું છે એ જ ખબર નથી!

ભૂતકાળનો ભાર કોંગ્રેસ હવે ખમી શકતી નથી કોંગ્રેસ દેશનો સૌથી જૂનો પક્ષ છે એટલે સ્વાભાવિક રીતે જ તેના માથે કરેલાં કામોનું અને કરેલી ભૂલોનું ભારણ પણ સૌથી મોટું હોય. પરંતુ રાજનીતિ એને જ કહેવાય જે થયેલી ભૂલોને ભૂલવાડીને કરેલા કામોને મોટા કરી બતાવે. આ બાબતમાં કોંગ્રેસની સરખામણીએ ટૂંકી કારકિર્દી છતાં ભાજપ ગુરુ સાબિત થાય છે. […]

Continue Reading

બે દિવસીય ભૂટાનની યાત્રા પર જશે PM મોદી, RuPay Card કરશે લોન્ચ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભૂટાનની બે દિવસીય મુલાકાતે જશે. તેમની મુલાકાત 17-18 ઓગસ્ટની હશે. આ બે દિવસીય મુલાકાતે, બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની બાબતે વધુ પ્રાધાન્ય આપવામાં આવશે. વળી, વડા પ્રધાન મોદી ત્યાં રુપે કાર્ડ શરૂ કરશે. વડા પ્રધાન ભૂટાનની મુલાકાત વડા પ્રધાન લોતેય ત્શેરીંગના આમંત્રણ પર થઈ રહી છે. વડા પ્રધાન […]

Continue Reading

15મી ઓગસ્ટે જમ્મુમાં ત્રિરંગો લહેરાશે, રાજ્યની પંચાયતોને કેન્દ્રીય મંત્રીની સલાહ

જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાની હટાવી ભારત સાથે જોડવાના કેન્દ્રના નિર્ણય પછી કેન્દ્રીય રાજ્ય મંત્રી જી કિશન રેડ્ડીએ જમ્મુ-કાશ્મીરની તમામ ગ્રામ પંચાયતોને 15મી ઓગસ્ટના રોજ ત્રિરંગો ફરકાવવાની સલાહ આપી છે. રેડ્ડીએ આ નિવેદન મીડિયા સાથે વાતચીત દરમિયાન આપ્યું હતું. બીજી તરફ પૂરી સંભાવનાઓ છે કે ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અવિનાશ રાય ખન્ના જમ્મુ-કાશ્મીરમાં ત્રિરંગો ફરકાવવાના […]

Continue Reading

કાશ્મીર મામલે પાકિસ્તાન હવે શું કરી શકે તેમ છે?

હાલ એવી સ્થિતિ છે કે કોઈ પણ બાબતે અંદાજ લગાવવો મુશ્કેલ છે કે આગળ શું થશે. 5 ઑગસ્ટના રોજ કાશ્મીરના ખાસ રાજ્યના દરજ્જાને ખતમ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે મુસ્લિમ બહુમતી ધરાવતા ભારત પ્રશાસિત કાશ્મીરને સમવાયી સરકારના તાબામાં લઈ લીધું. આ સાથે જ વિશ્વના સૌથી જૂના અને લાંબા ચાલેલા વિવાદને વાટાઘાટો સુધી પહોંચાડી દીધો […]

Continue Reading

ભારત સાથેના વેપારી સંબંધો તોડીને પાક.ને રૂા. 3.6 લાખ અબજનું નુકસાન

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 દૂર કરવાના વિરોધમાં પાકિસ્તાને ભારત સાથેના વેપારી સંબધો સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. ભારતીય વાણિજય મંત્રાલયના આંકડાઓ અનુસાર વર્ષ 2018-19માં ભારતે પાકિસ્તાનને કુલ 2.3 અબજ રૂપિયાની નિકાસ કરી હતી. જ્યારે ભારતે પાકિસ્તાન પાસેથી કુલ 3.6 લાખ અબજ રૂપિયાની આયાત કરી હતી. સરળ શબ્દોમાં કહીેએ તો છેલ્લા નાણાકીય વર્ષમાં ભારતની સરખામણીમાં પાકિસ્તાને આપણને […]

Continue Reading

ગુલામ નબી આઝાદ વિરોધ કરવા કાશ્મીર પહોંચ્યાં પરંતુ એરપોર્ટથી જ પાછા કાઢ્યા

જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370ને હટાવવાનો કોંગ્રેસ પક્ષ વિરોધ કરી રહ્યો છે. રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ ગુલામ નબી આઝાદ આજે પક્ષના નેતાઓ સાથે બેઠક કરવા માટે શ્રીનગર પહોંચ્યા.પરંતુ તંત્રે તેમને આગળ જવા દીધા નહીં અને શ્રીનગર એરપોર્ટ પર જ અટકાવી દીધા. આઝાદને વિસ્તારાની આગામી ફ્લાઈટથી પાછા દિલ્હી મોકલી દેવામાં આવ્યા. તેમણે કહ્યું કે […]

Continue Reading

જમ્મુ-કાશ્મીર અંગે કેન્દ્રના પગલાંનો આંધળો વિરોધ કરવા નથી માગતો : કરણસિંહ

જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 રદ કરવા અંગે પક્ષ કરતાં અલગ વલણ અપનાવતાં કોંગ્રેસના પીઢ નેતા અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મહારાજા હરીસિંહના પુત્ર કરણસિંહે ગુરૂવારે જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીર મુદ્દે સરકારના નિર્ણયની આંખો બંધ કરીને ટીકા કરવામાં વિશ્વાસ ધરાવતા નથી. તેમણે સરકારના આ નિર્ણયના કેટલાક સકારાત્મક પાસા હોવાનું જણાવ્યું હતું. કરણસિંહે કહ્યું કે વર્ષો પહેલાં લદ્દાખને […]

Continue Reading

પાકિસ્તાન સ્થિત ભારતના હાઇકમિશ્નર ભારત આવવા રવાના

પાકિસ્તાને ભારતીય હાઇકમિશ્નર અજય બિસારિયાને ભારત મોકલવાનો નિર્ણય કર્યો છે. જે બાદ અજય બિસારિયા ઈસ્લામાબાદથી લાહૌર રવાના શઇ ચૂક્યા છે. તેઓ વાઘા અટારી બોર્ડર પરથી ભારત આવશે. પાકિસ્તાન સરકારે બુધવારે ભારતીય હાઇકમિશ્નર અજય બિસારીયાને પરત મોકલવાનો નિર્ણય અને દ્વિપક્ષીય સંબંધોમાં રોકવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશીએ બેઠક બાદ કહ્યું કે, અમારા રાજદૂત […]

Continue Reading