રાજનીતિ / અશોક ગેહલોત બની શકે છે કોંગ્રેસના અધ્યક્ષ, જલ્દી થઇ શકે છે એલાન

સ્થાનના મુખ્યમંત્રી અને કોંગ્રેસના સીનિયર નેતા અશોક ગેહલોત જલ્દી રાહુલ ગાંધીની જગ્યાએ પાર્ટીના નવા અધ્યક્ષ બને તેવી શક્યતા છે. સૂત્રોનું માનીએ તો કોંગ્રેસ તરફથી અશોક ગેહલોતને આ અંગે તૈયાર રહેવાનું પણ જણાવી દેવામાં આવ્યું છે. જો કે હજુ સુધી આ અંગે નક્કી થયું નથી કે અશોક ગેહલોત એકલા કોંગ્રેસ અધ્યક્ષ હશે કે બીજા બે-ત્રણ નેતાઓ […]

Continue Reading

આગામી બજેટમાં આવકવેરા ધારામાં મોટાપાયે સુધારા જાહેર થવા સંભવ

પ્રત્યક્ષ વેરાના કાનૂનમાં ઘણા લાંબા સમયથી સુધારો કરવામાં વિલંબ થઈ રહ્યો છે. હવે એમાં સક્રિયતા આવવાની અપેક્ષા છે. નવી સરકારને સંપૂર્ણ બહુમતી મળી ગઈ છે તેમજ જીએસટીના અમલીકરણની ગાડી પાટે ચઢી ગઈ છે એટલે હવે સરકાર આવકવેરા ધારામાં મોટાપાયે સુધારા કરવા બાબતે ફોક્સ કરવા માગે છે. માહિતગાર સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતમુજબ પાંચમી જુલાઈએ રજૂ […]

Continue Reading

‘એક દેશ, એક ચૂંટણી’ પર રાજકિય પક્ષોની બેઠક પૂર્ણ

‘એક દેશ, એક ચૂંટણી’ મુદ્દે ચર્ચા કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સર્વદળિય બેઠક બોલાવી. જો કે, કોંગ્રેસ સહીત ઘણી રાજકિય પાર્ટીઓ બેઠકમાં સામેલ થઇ નહી. સંસદમાં બપોરે મળેલી આ બેઠક લગભગ ત્રણ કલાક ચાલી જેમાં કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ, અમિત શાહ, નીતીન ગડકરી, થાવરચંદ ગહેલોત, નરેન્દ્રસિંહ તોમાર રહ્યાં. વડાપ્રધાન મોદીએ બેઠકમાં કહ્યું કે, એક સાથે ચૂંટણી યોજવાના […]

Continue Reading

રાજ્યમાં કથળેલી જાહેર આરોગ્ય સેવા મામલે હાઇકોર્ટે સરકારને નોટિસ ફટકારી

રાજ્યમાં જાહેર આરોગ્ય સેવાઓની ઉણપને લઈને હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. જેમાં કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, પ્રાયમરી હેલ્થ સેન્ટર, સબ સેન્ટર અને જિલ્લા કક્ષાએ હોસ્પિટલોની મોટા પાયે ઊણપ હોવાની કોર્ટમાં રજૂઆત કરવામા આવી છે. અને તેને કારણે જાહેર આરોગ્ય જોખમમાં મુકાયું હોવાની પણ રજૂઆત હાઈકોર્ટમાં થઈ છે. ઉપરાંત અરજદારે હાઈકોર્ટ સમક્સ એવી પણ રજુઆત કરી […]

Continue Reading

ઓવૈસીએ શપથ લીધા તો લાગ્યા જય શ્રીરામના નારા, ઓવૈસીએ જવાબ આપ્યો, ‘જય ભીમ’

લોકસભાના ચોમાસુ સત્રના બીજા દિવસે પણ સાંસદોએ શપથ લીધા હતા. આ દરમિયાન ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમીન પાર્ટીના ચીફ અને હૈદ્રાબાદ સાંસદ અસદુદ્દીન ઓવૈસી શપથ લેવા માટે ઉભા થતાની સાથે જ ભાજપના કેટલા સાંસદોએ જય શ્રી રામ અને વંદેમારતમના નારા લગાવ્યા હતા. ઓવૈસીએ સાંસદોને હાથથી ઈશારો કરીને વધારે જોરથી નારા લગાવવા માટે કહ્યુ હતુ. […]

Continue Reading

સંસદ સભ્ય તરીકે શપથ લીધા બાદ સહી કરવાનુ ભુલી ગયા રાહુલ ગાંધી

લોકસભાના 17મા સત્રનો ગઈકાલે પ્રારંભ થઈ ચુક્યો છે. લોકસભાના સત્રના પહેલા દિવસે પીએમ મોદી સહીત તમામ સંસદ સભ્યોએ લોકસભાના સભ્યપદના શપથ લીધા હતા.જેમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો પણ સમાવેશ થતો હતો. ચોથી વખત લોકસભાના સભ્ય બનેલા રાહુલ ગાંધીએ જોકે શપથ લીધા બાદ છબરડો વાળ્યો હતો. રાહુલ ગાંધીએ શપથ તો લીધા હતા પણ એ પછી સંસદ […]

Continue Reading

અર્થવ્યવસ્થામાં સુધારા અને બજેટ પહેલા વડાપ્રધાને તમામ ખાતાઓ સાથે બેઠક યોજી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના બીજી કાર્યકાળના પહેલા બજેટ પહેલા જ નાણા ખાતુ અને અન્ય મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની બેઠક કરી હતી. આ બેઠકનો મુખ્ય હેતુ વર્તમાન સમયમાં દેશની અર્થવ્યવસ્થાને ગતિમાન કરવા અને બેરોજગારી સામે નવા રોજગાર ઉભા કરવા માટે સરકાર 100 દિવસના એજન્ડાને અંતિમ રુપ આપવાનો હતો. સૂત્રો મુજબ વડાપ્રધાન આવાસ પર યોજાયેલી આ […]

Continue Reading

બંધારણમાં સંશોધન થકી ‘એક દેશ, એક ચૂંટણી’ સંભવ બની શકે

દેશમાં ‘એક દેશ, એક ચૂંટણી’ને લઈને મંથન શરુ થઈ ગયું છે. મંગળવારે દેશના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ટીએસ કૃષ્ણમૂર્તિએ એને આકર્ષક વિચાર જણાવીને કહ્યું કે, બંધારણમાં સંશોધન કરીને જ ‘એક દેશ, એક ચૂંટણી’નો વિચારને અમલમાં લાવી શકાશે. ટીએસ કૃષ્ણમૂર્તિએ વધુમાં ઉમેર્યું કે, ‘એક દેશ, એક ચૂંટણી’નો વિચાર ખૂબ જ આકર્ષક છે પરંતુ વિધાનસભાનો કાર્યકાળ નિર્ધારિત કરવા […]

Continue Reading

જે.પી.નડ્ડા બન્યા ભાજપના કાર્યકારી અધ્યક્ષ, સંસદીય બોર્ડની બેઠકમાં લેવાયો નિર્ણય

ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડાને બનાવવાનો નિર્ણય લેવાયો છે. બેઠકમાં રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું કે, અમિત શાહે પાંચ વર્ષ સુધી પાર્ટી અધ્યક્ષનું દાયિત્વ સફળતાપૂર્વક નિભાવ્યું, હવે તેઓ ગૃહમંત્રી છે તેથી તેમણે અન્ય કોઇને અધ્યક્ષ પદ આપવાનો આગ્રહ કર્યો. સંસદીય બોર્ડે જે.પી.નડ્ડાને કાર્યકારી અધ્યક્ષ બનાવવાનું નક્કી કર્યું છે. ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં જગત પ્રકાશ […]

Continue Reading

પાક. લશ્કર અને ISIના કરતૂતો બહાર લાવનારા 22 વર્ષના પાક. પત્રકારની હત્યા

પાકિસ્તાનના કટ્ટરપંથીઓ વાજબી ટીકા પણ સહન કરી શકતા નથી તેના અનેક ઉદાહરણો જોવા મળે છે. એનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પાકિસ્તાનના ૨૨ વર્ષના બ્લોગર-પત્રકાર મોહમ્મદ બિલાલ ખાનની પાક. લશ્કરની ટીકા કરવા બદલ હત્યા કરી નાખવામાં આવી હતી. પાકિસ્તાનનો ૨૨ વર્ષનો બ્લોગર-પત્રકાર મોહમ્મદ બિલાલ ખાન પાક. લશ્કર અને ગુપ્તચર એજન્સી આઈએસઆઈના કરતૂતો બહાર લાવતો […]

Continue Reading