દિલ્હીમાં સેના અને રૉની ઓફિસ પર પાકિસ્તાની આતંકવાદી સંગઠનોએ હુમલાનું ષડયંત્ર રચ્યું

પાકિસ્તાનના આતંકી સંગઠન જમાત-ઉદ-દાવા અને લશ્કર-એ-તૈયબાએ રાજધાની દિલ્હીમાં સેના અને રૉની ઓફિસ પર હુમલાનું ષડયંત્ર રચ્યું છે. આ વાતનો ખુલાસો બુધવારે ન્યૂઝ એજન્સીના એક રિપોર્ટમાં કરવામાં આવ્યો હતો. તે પ્રમાણે ગુપ્તચર એજન્સીઓ પાસે ઇનપુટ છે કે આતંકી સંગઠનોએ હુમલાની યોજનાઓ બનાવી છે. ઓક્ટોબરના અંતમાં હુમલો કરવાનું ષડયંત્ર ગુપ્તચર એજન્સીઓ પ્રમાણે સૂત્રોએ દાવો કર્યો છે કે […]

Continue Reading

BSNL-MTNL મર્જર થશે, સરકારે 68751 કરોડનું પેકેજ મંજૂર કર્યું

આર્થિક તંગીનો સામનો કરી રહેલી સરકારી દૂરસંચાર કંપની બીએસએનએલ અને એમટીએનએલમાં પ્રાણ ફૂંકવા માટે કેન્દ્ર સરકારે બુધવારે રૂ. 68,751 કરોડના પેકેજને મંજૂરી આપી હતી. આ કંપની બંધ થવાની અટકળો ફગાવાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં બીએસએનએલ અને એમટીએનએલના વિલયને પણ સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ. વિલયની પ્રક્રિયા પૂરી થવા સુધી એમટીએનએલ બીએસએનએલની સહાયક તરીકે કામ […]

Continue Reading

J&K:નૌશેરામાં આતંકીઓ સાથે અથડામણમાં સેના અધિકારી શહીદ, અવંતીપોરામાં ત્રણ આતંકીઓનો ખાતમો

જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં મંગળવારે એલઓસી (Line of Control)પાસે આતંકી સાથે થયેલી અથડામણમાં એક જૂનિયર કમીશન્ડ ઓફિસર શહીદ થયા છે. વર્તમાન સ્થિતિની જાણકારી મુજબ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકી સાથે અથડામણ ચાલુ છે. આ પહેલા મંગળવારે કાશ્મીરના અવંતીપોરામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં ત્રણ આતંકીઓનો ખાતમો કરવામાં આવ્યો હતો. આતંકીઓ પાસેથી […]

Continue Reading

સોશિયલ મીડિયાના દુરોપયોગને રોકવાની ક્ષમતા ન હોય તો કંપનીઓએ અહીં આવવું જ ન જોઇએ: હાઇકોર્ટ

સોશિયલ મીડિયાના દુરોપયોગને રોકવા માટે હાઇકોર્ટે તમામ અરજીઓ સ્વીકારી લીધી છે અને હવે ટૂંક જ સમયમાં અરજીઓ પર સુનાવણી શરુ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ફેસબુક, ટ્વિટર અને વ્હોટ્સએપ જેવી સોશિયલ મીડિયા કંપનીઓની ટ્રાન્સફર અરજીઓ હોઇકોર્ટે મંજૂર કરી છે અને 15મી જાન્યુઆરી 2020 સુધી આ માટે કાયદો તૈયાર કરવામાં આવશે. અરજીઓ સ્વીકારતા હોઇકોર્ટે રજિસ્ટ્રીને જણાવ્યું […]

Continue Reading

બિહારમાં RJDને મોટો ફટકો, ઉપાધ્યક્ષ શિવાનંદ તિવારીએ નિવૃત્તિ લીધી

બિહારમાં લાલૂ પ્રસાદ યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળને મોટો ફટકો પડ્યો છે. આરજેડી અધ્યક્ષ લાલૂ પ્રસાદના અંગત માની શકાય એવા પાર્ટીના ઉપ અધ્યક્ષ શિવાનંદ તિવારીએ મંગળવારે રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. શિવાનંદ તિવારી નિવૃત્તિ પાછળ ‘મનનો થાક’ હોવાનું કારણ દર્શાવ્યું હતું. આ સાથે તેમણે જીવન આધારિત પુસ્તક લખવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તિવારીએ મંગળવારે […]

Continue Reading

પીએમ મોદીએ નોબેલ વિજેતા અભિજીત સાથે મુલાકાત કરી , કહ્યું – માનવતાને સશક્ત બનાવવામાં તમારું પ્રદાન સરહાનીય

અર્થશાસ્ત્રમાં નોબેલ વિજેતા અભિજીત બેનરજીએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. ‘વૈશ્વિક ગરીબીને હટાવવા માટેના પ્રયોગ’ પર શોધ કરવાથી ભારતીય મૂળના અમેરિકન અભિજીત બેનરજીને તાજેતરમાં જ નોબેલ પ્રાઈઝ આપવાની જાહેરાત કરવામાં આવી છે. અભિજીત બેનરજી સાથે મુલાકાત કર્યા અંગેની જાણકારી વડાપ્રધાન મોદીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આપી છે. એસ્થર ડુફ્લો અને માઈકલ ક્રેમરની […]

Continue Reading

સીરિયા પર ફરીથી બોમ્બ વરસાવી શકે છે તુર્કી, રાષ્ટ્રપતિ એર્દોગને આપી ચેતવણી

કુર્દિશ લડવૈયાઓ વિરુદ્ધ મોરચો ખોલનારા તુર્કીના રાષ્ટ્રપતિ રેશેપ તૈયબ એર્દોગને ફરીથી સીરિયા પર બોમ્બ વરસાવાની ફરી ધમકી આપી છે. એર્દોગને મંગળવારે ચેતાવણીભર્યા સૂરમાં કહ્યું કે જો સીરિયાથી કુર્દિશ લડવૈયાઓ સમયમર્યાદાની અંદર પાછા નહીં ખેંચે તો તેઓ ફરીથી સૈન્ય કાર્યવાહી કરવા તૈયાર છે. યુએસ અને તુર્કી વચ્ચેના કરાર મુજબ કુર્દિશ લડવૈયાઓને 120 કલાકની અંદર રવાના થવા […]

Continue Reading

અરબી સમુદ્રમાં સક્રિય લો પ્રેશર સિસ્ટમનાં કારણે રાજ્યમાં મેઘો વિફર્યો, ખેડૂતોને પડતા પર પાટુ

દિવાળી પૂર્વે સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડયો હતો. જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના, કેશોદમાં બે, માંગરોળ, વંથલી, સાવરકુંડલા, માધવપુરમાં એક ઈંચ વરસાદ પડયો હતો. કમોસમી વરસાદના કારણે મગફળી સહિતના પાકોને નુકસાન પહોચ્યું છે. જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના અને કેશોદમાં બે ઈંચ વરસાદ પડયો હતો. જેના કારણે ઉભા પાકને નુકસાન પહોચ્યું છે. જયારે વથલી, માંગરોળમાં 1 ઈંચ અને વિસાવદરમાં 15મીમી […]

Continue Reading

ગુજરાત ST દિવાળીના તહેવારોને પગલે આજથી 27મી સુધી ભાડા વધારા વગર એકસ્ટ્રા બસ દોડાવશે

ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા દિવાળીના તહેવારોને અનુલક્ષીને એકસ્ટ્રા બસો દોડાવાશે. કોઈપણ પ્રકારના ભાડા વધારા વગર પ્રવર્તમાન ભાડાએ જ મુસાફરો પોતાના વતન જઈ શકશે. આજથી એટલે કે 22મી ઓક્ટોબરથી 27મી ઓક્ટોબર સુધી એકસ્ટ્રા બસો દોડાવાશે. તમામ એકસ્ટ્રા સંચાલન અન્વયેની સર્વિસો માટે કાઉન્ટર ઉપરાંત www.gsrtc.in ઉપરથી મુસાફરો ઓનલાઈન બુકિંગ પણ કરી શકશે. ગયા વર્ષે […]

Continue Reading

રાંચીમાં ઓછા દર્શકો મેચ જોવા આવતા કોહલી નારાજ, કહ્યું – ટેસ્ટ ફોર્મેટને જીવંત રાખવા પાંચ ટેસ્ટ સેન્ટર નક્કી કરો

વિરાટ કોહલીનું માનવું છે કે ટીમ ઇન્ડિયાએ ઘરઆંગણે પાંચ જગ્યાઓ પર જ ટેસ્ટ મેચ રમવી જોઈએ. દક્ષિણ આફ્રિકાનો 3-0થી વ્હાઇટવોશ કર્યા પછી કોહલીએ કહ્યું કે, ટેસ્ટ ક્રિકેટને જીવતું રાખવા માટે આ પગલું લેવું જરૂરી છે. એવી જગ્યાઓ પર મેચ રાખીને કોઈ મતલબ નથી કે જ્યાં લોકો મેચ જોવા આવશે કે નહીં તે નક્કી નથી. 2015થી […]

Continue Reading