પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરથી તેનો સમાજ નારાજ, ચૂંટણીમાં મત ન આપવા આહવાન

પાટણ: રાધનપુરનાં પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સામે તેનો જ સમાજ લાલઘૂમ થયો છે. સાંતલપુર તાલુકાના ઝઝામ ગામે ઠાકોર સમાજ શક્તિ પ્રદર્શન કર્યું હતું. સમાજે અલ્પેશને મત ન આપવા આહવાન કર્યું હતું. જ્યારે કોંગ્રેસને પણ ચીમકી આપી હોય તેમ સ્થાનિક ઉમેદવાર હોય તો જ કોંગ્રેસને જીતાવવા નિર્ધાર કર્યો હતો. સમાજને વસવસો અલ્પેશ ઠાકોરે પોતાના અંગત સ્વાર્થ […]

Continue Reading

રાજ્યપાલે કહ્યું- પોલીસ નહીં ભ્રષ્ટ નેતાઓની હત્યા કરે આતંકી

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે રવિવારે એક વિવાદી નિવેદન કરી દીધું. મલિકે કહ્યું કે આતંકીઓએ પોલીસવાળાને બદલે ભ્રષ્ટ નેતાઓ અને અમલદારશાહોની હત્યા કરવી જોઇએ. તેમના આ નિવેદનની માજી મુખ્યમંત્રી સહિતના નેતાઓએ ટીકા કરી છે. એમને મારો જેમણે તમારો દેશ લૂંટ્યો છે કારગિલમાં ભાષણ આપતા રાજ્યપાલે કહ્યું કે ‘ આ યુવાનો જે બંદૂક હાથમાં લઇ અમસ્તા […]

Continue Reading

ઉત્તર પ્રદેશમાં વીજળીએ વેર્યો કહેર, 33 લોકોનાં મોત, અનેક સારવાર હેઠળ

ઉત્તર પ્રદેશમાં આકાશમાંથી વીજળી પડવાનાં કારણે 33 લોકોનાં મોત થઈ ગયા છે. વીજળી પડવાનાં કારણે કાનપુરમાં 7, ઝાંસીમાં 5, હમીરપુરમાં 7, રાબરેલીમાં 2, ચિત્રકૂટમાં 1 અને જાલૌનમાં 4 લોકોનાં મોત થયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંબંધિત જિલ્લા અધિકારીઓને નિર્દેશ કર્યો છે કે પ્રત્યેક મૃતકનાં પરિવારને 4 લાખ રૂપિયાની રાહત રકમ આપવામાં આવે. ઘાયલોનાં ઇલાજ માટે […]

Continue Reading

ગુજરાતના નવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું એરપોર્ટ પર લાલ જાજમ બિછાવી સ્વાગત

ગુજરાતના રાજ્યપાલ પદે નવા વરાયેલા પદનામિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ગુજરાત આવી પહોંચતા અમદાવાદ હવાઈ મથકે તેમનું સ્વાગત મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ કર્યું હતું. ગૃહ રાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદના મેયર બીજલ બહેન પટેલ, મુખ્ય સચિવ ડો જે એન સિંહ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, સામાન્ય વહીવટના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ તેમજ પોલીસ મહાનિદેશક શિવાનંદ […]

Continue Reading

શીલા દીક્ષિતનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન, નિગમબોધ ઘાટ પર અંતિમ વિદાય

કોંગ્રેસના સિનિયર નેતા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શિલા દીક્ષિતનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થયો છે અને આ સાથે જ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતે દુનિયાને અલવિદા કહી દીધી છે. દિલ્હીમાં વરસાદ વચ્ચે પણ લોકો તેમને અંતિમ વિદાય આપવા પહોંચ્યાં છે. આ અગાઉ તેમના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે નિગમ બોધ ઘાટ લાવવામાં આવ્યો છે. જ્યાં તેમના […]

Continue Reading

ટ્રમ્પના ‘પરત જાઓ’ ટ્વીટ પછી અમેરિકામાં મંદિર પાસે પૂજારી પર હુમલો

ન્યૂયોર્કના ફ્લોરેલ પાર્કમાં એક મંદિર પાસે એક હિંદૂ પુજારી પર 52 વર્ષીય શખ્સે હુમલો કર્યો હોવાની એક ઘટના બની છે. એણે પોતાનો ધાર્મિક પોશાક પહેર્યો હતો. અમેરિકન મીડિયાના અહેવાલ અનુસાર, સ્વામી હરીશ ચંદ્ર પુરીએ કહ્યું કે, ગુરુવારે સ્થાનિક સમય અનુસાર સવારે 11 કલાકે એ પોતાના ધાર્મિક વસ્ત્રમાં શિવશક્તિ પીઠ પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે […]

Continue Reading

લાખો સપનાઓ પહોંચશે ચંદ્ર પર, સોમવારે ચંદ્રયાન-2 લોન્ચ થશે: ઈસરો

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) દ્વારા ‘બાહુબલી’ નામના જીએસએલવી માર્ક-3 રોકેટનું રિહર્સલ સંપન્ન થયું છે અને આ સાથે ઈસરોએ ટ્વીટ કરીને જાહેરાત કરી છે કે લાખો સપના ચંદ્ર પર જશે, ચંદ્રયાન-2 આજે લોન્ચ થશે. ઈસરોના જણાવ્યા પ્રમાણે, સોમવારે બપોરે 2.43 વાગ્યે ચંદ્રયાન-2ને લોન્ચ કરવામાં આવશે. અગાઉ 15 જુલાઈએ જ ચંદ્રયાન-2 લોન્ચ થવાનું હતું પરંતુ અંતિમ […]

Continue Reading

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રસ નેતા શિલા દીક્ષિતનું નિધન

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ સિનિયર નેતા શિલા દીક્ષિતનું 81 વર્ષની વયે નિધન થયું છે. તેઓ સૌથી વધારે 1998 થી 2013 સુધી 15 વર્ષ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે રહ્યાં છે. તેઓ છેલ્લા ઘણાં સમયથી બિમાર હતા અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. શિલા દીક્ષિત 1998 થી 2013 સુધી દિલ્હીના મુખ્યમંત્રી તરીકે રહ્યાં. આ ઉપરાંત તેઓ […]

Continue Reading

6 રાજ્યપાલોની નિમણૂંક, આનંદીબેનની ઉત્તરપ્રદેશના ગર્વનર તરીકે બદલી

મોદી સરકારની બીજી ઈનિંગમાં 6 રાજ્યપાલોની નિમણૂંક કરવામાં આવી છે. આ પૈકી કેટલાક રાજ્યપાલોની બદલી કરાઈ છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને યુપીના રાજ્યપાલ બનાવાયા છે જ્યારે જગદીપ ધનખડને પશ્ચિમ બંગાળના રાજ્યપાલની જવાબદારી અપાઈ છે. યુપીના રાજ્યપાલ રામ નાઈકને મોદી સરકારે બીજી કોઈ જવાબદારી આપી નથી. હાલમાં આનંદીબેન મધ્યપ્રદેશના રાજ્યપાલ છે. તેમની બદલી યુપીના રાજ્યપાલ […]

Continue Reading

ઝિમ્બાબ્વે બાદ પાકિસ્તાન ક્રિકેટ પર પણ ICC લગાવી શકે છે પ્રતિબંધ, ઇમરાન ખાન છે કારણ?

આંતરરાષ્ટ્રિય ક્રિકેટ પરિષદે ઝિમ્બાબ્વે ક્રિકેટ પર પ્રતિબંધ મુકી દીધો છે. જો કે આ નિર્ણયની ટીકા ઝિમ્બાબ્વે સહિત અન્ય દેશોનાં ક્રિકેટરો કરી રહ્યા છે. હવે ઝિમ્બાબ્વે ક્રિકેટને આઈસીસી ફંડિંગ નહીં મળે અને તે આઈસીસી ટૂર્નામેન્ટ્સમાં પણ ભાગ નહીં લઇ શકે. આઈસીસીએ આનું કારણ ઝિમ્બાબ્વે ક્રિકેટની લોકશાહી પદ્ધતિથી નિષ્પક્ષ ચૂંટણી કરાવવામાં અસફળતા બતાવ્યું. આ સાથે ઝિમ્બાબ્વે ક્રિકેટ […]

Continue Reading