આરટીઆઇ અંગે સરકારને મહત્ત્વનો પરિપત્ર કેમ કરવો પડ્યો અને તેમાં શું છે?

2005માં કેન્દ્રમા કોંગ્રેસની યુપીએ સરકારે રાઈટ ટુ ઈન્ફોર્મેશન એટલે કે માહિતી અધિકારનો કાયદો લાવ્યો હતો આ કાયદા હેઠળ સમગ્ર દેશમાં અને ગુજરાતમાં પણ અનેક કૌભાંડો બહાર આવ્યા છે વિવિધ સરકારી કચેરીઓમાં આરટીઆઇ હેઠળ માહિતી માંગીને જાગૃત નાગરિકો ભ્રષ્ટાચારને ઉજાગર કરતા હોય છે પરંતુ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી આરટીઆઈના કાયદા નો ભંગ કરવામાં આવે છે. મ્યુનિસિપલ […]

Continue Reading

અયોધ્યા આતંકી હુમલાના કેસમાં 4ને આજીવન કેદ, એક નિર્દોષ જાહેર

અયોધ્યા રામજન્મ ભૂમિ પરિસરમાં વર્ષ 2005માં થયેલા બ્લાસ્ટ મામલે પ્રયાગરાજની સ્પેશ્યલ કોર્ટે 4 દોષિતોને આજીવન કેદની સજા સંભળાવી છે અને એક આરોપીને નિર્દોશ છોડ્યો છે. પોલીસ દ્વારા લગાવવામાં આવેલા આરોપોમાં 2 સંપ્રદાયો વચ્ચે શત્રુતા વધારવા અને સાંપ્રદાયિક સૌહાર્દ નષ્ટ કરવા તથા એક સંપ્રદાયની લાગણીને ઠેસ પહોંચાડવાનો ઇરાદો હતો. હુમલો કરનારા પાંચ આતંકીઓએ રામલલ્લા પરિસરની બેરીકેટિંગને […]

Continue Reading

LRD તાલીમાર્થીઓનો દિક્ષાંત સમારોહ;629 પૈકીના 8 એન્જિનિયર, 248 સ્નાતક

વડોદરા શહેરમાં પ્રતાપનગર ખાતે પોલીસ તાલીમ શાળા આવેલી છે. છ દાયકા કરતાં વધુ સમયથી કાર્યરત આ શાળામાં આગામી રવિવારે લોકરક્ષક દળનો દિક્ષાંત સમારોહ યોજાવાનો છે. આ દિક્ષાંત સમારોહમાં 629 તાલીમાર્થીઓને દળમાં જોડવામાં આવશે. ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપ સિંહ જાડેજાની ઉપસ્થિતિમાં યોજાનાર સમારોહમાં હથિયારી લોકરક્ષક દળની બીજી બેચમાં અતિ શિક્ષિત તાલીમાર્થીઓ પણ પોલીસમાં જોડાશે. 629 તાલીમાર્થીઓમાંથી […]

Continue Reading

પાંચમો વિશ્વયોગ દિવસઃ મહાત્મા મંદિર ખાતે ગાંધીજીના પોષાકમાં યોગ કાર્યક્રમ યોજાશે

ગાંધીનગર જિલ્લામાં પાંચમા વિશ્વ યોગ દિવસ ઉજવણી અંતર્ગત મહાત્મા મંદિર ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. મહાત્મા મંદિર ખાતે યોજાનાર યોગ દિવસની ઉજવણીમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની સાથે દાંડી યાત્રામાં જોડાયા હતા. તેટલા જ વ્યક્તિઓ ગાંધીજીના પોષાકમાં મહાત્મા મંદિર ખાતે આવેલા બ્રિજ ઉપર યોગ કરશે. આ યોગનો કાર્યક્રમ સ્વર્ણિમ પાર્ક ખાતે યોગ કાર્યક્રમ બાદ યોજાય તેવું […]

Continue Reading

શોએબની હુક્કા પાર્ટી પર સાનિયાએ કહ્યું – ‘હું પાક ટીમની મા નથી’

વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનની મેચની આગલી રાત્રે પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેટલાક ખેલાડીઓએ કાફેમાં હુક્કા પાર્ટીની મજા માણી હતી. પાકિસ્તાનને મેચમાં મળેલા કારમા પરાજય બાદ આ તસવીર સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ હતી. વર્લ્ડ કપની ભારત સામેની મેચની આગલી રાત્રે ખેલાડીઓને હુક્કા પાર્ટી કરતા જોઈને પાકિસ્તાની ફેન્સ તેમના પર ભડકી ઉઠ્યા હતા. ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા […]

Continue Reading

ગુજરાતભરમાં મેઘમંડાણ, અમદાવાદ-સૌરાષ્ટ્ર-કચ્છ સહિત અનેક વિસ્તારોમાં મેઘો મંડાયો

વાયુ વાવાઝોડાની અસરથી પ્રિ-મોનસુન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી માહોલ સર્જાયો છે. છેલ્લા ચારેક દિવસથી વાદળછાયુ વાતાવરણ સર્જતાં સાબરકાંઠા અને અરવલ્લીમાં છૂટા છવાયા ઝાપટાં પડી રહ્યા છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાનો શરૂ થયો છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને અસહ્ય ગરમીમાંથી લોકોને રાહત મળી છે. હાલ મળતી […]

Continue Reading

AN-32 વિમાન : બ્લેક બોક્સ ડેમેજ થયું હોવાથી અકસ્માતનો ભેદ ઉકેલવામાં મુશ્કેલી

દુર્ઘટનાગ્રસ્ત બનેલાં AN-32 વિમાનના કાટમાળમાંથી બ્લેક બોક્સ મળી આવ્યું હતું. ફ્લાઈટ રેકોર્ડર અને કોકપિટ રેકોર્ડરના આધારે અકસ્માતનું કારણ જાણી શકાશે એવી આશા વ્યક્ત થઈ હતી, પરંતુ બ્લેકબોક્સ ડેમેજ હોવાથી ડેટા મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. આસામમા જોરહાટથી અરૂણાચલ પ્રદેશના મેચુકા જઈ રહેલું AN-32 વિમાન અરૂણાચલ પ્રદેશની દુર્ગમ પહાડીઓ વચ્ચે તૂટી પડયું હતું. તેનો કાટમાળ મળ્યો […]

Continue Reading

જે.પી.નડ્ડા બન્યા ભાજપના કાર્યકારી અધ્યક્ષ, સંસદીય બોર્ડની બેઠકમાં લેવાયો નિર્ણય

ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડાને બનાવવાનો નિર્ણય લેવાયો છે. બેઠકમાં રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું કે, અમિત શાહે પાંચ વર્ષ સુધી પાર્ટી અધ્યક્ષનું દાયિત્વ સફળતાપૂર્વક નિભાવ્યું, હવે તેઓ ગૃહમંત્રી છે તેથી તેમણે અન્ય કોઇને અધ્યક્ષ પદ આપવાનો આગ્રહ કર્યો. સંસદીય બોર્ડે જે.પી.નડ્ડાને કાર્યકારી અધ્યક્ષ બનાવવાનું નક્કી કર્યું છે. ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં જગત પ્રકાશ […]

Continue Reading

મમતાએ શરતો વગર બધી માગો સ્વીકારી લેતા ડોક્ટરોએ હડતાળ પાછી ખેંચી

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી હડતાળ પર ઉતરેલા ડોક્ટરોને મનાવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. મમતાએ ડોક્ટરોની માગ મુજબ તેમની સાથે બેઠક યોજી હતી. જે દરમિયાન ડોક્ટરોએ જે પણ માગણીઓ મુકી તેને સ્વીકારી લીધી હોવાનું મમતાએ આ બેઠક બાદ કહ્યું હતું. મમતાએ જણાવ્યું હતું કે મે ડોક્ટરોની સાથે વાતચીત કરી લીધી છે, તેઓ તાત્કાલીક કામ […]

Continue Reading

રાજસ્થાનની સુમન રાવે મિસ ઇન્ડિયા વર્લ્ડ 2019નો ખિતાબ જીત્યો

રાજસ્થાનની સીએની વિદ્યાર્થીની સુમન રાવે મિસ ઇન્ડિયા વર્લ્ડ ૨૦૧૯નો ખિતાબ પોતાના નામ પર કર્યો છે. મુંબઇના સરદાર વલ્લભભાઇ પટેલ ઇનડોર સ્ટેડિયમમાં આ કાર્યક્રમ યોજાયો હતો. સુમન રાવે જણાવ્યુ કે, ‘આ ખિતાબ મળવાથી તે ખુશી અને સમ્માનનો અનુભવ કરે છે. મને હજુ પણ વિશ્વાસ નથી થતો. મને એવુ લાગે છે કે હું જે સમાજમાંથી આવું છું […]

Continue Reading