PM મોદી અને ઇમરાન ખાનની મુલાકાત નહી થાય: વિદેશ મંત્રાલય

વિદેશ મંત્રાલયે SCO સમિટમાં ભારત અને પાકિસ્તાનની દ્વિપક્ષીય વાતચીતની ખબરને ફગાવી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, SCO સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન વચ્ચે મુલાકાતનો કોઇ કાર્યક્રમ નક્કી નથી. આ પહેલા તેવી અટકળો હતી કે, SCO શિખર સમ્મેલન સિવાય વડાપ્રધાન મોદી અને ઇમરાન ખાન વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઇ […]

Continue Reading

એટીએમમાંથી પૈસા કાઢવા પર લાગતો ચાર્જ ખતમ કરાશે?

રિઝર્વ બેન્ક એટીએમમાંથી પૈસા કાઢવા માટે થતા ચાર્જને લઈને મોટો નિર્ણય લે તેવી સંભાવના છે. જેના ભાગરૂપે એટીએમ ચાર્જને જ ખતમ કરી દેવામાં આવે તેવી પણ શક્યતાઓ છે. હાલમાં અન્ય બેંકના એટીએમમાં અમુકથી વધારે ટ્રાન્ઝેક્શન કરવા પર અલગ અલગ ચાર્જ બેંકો લગાડે છે. આ ચાર્જની સમીક્ષા કરવા માટે RBI દ્વારા આ માટે એક કમિટી બનાવવામાં આવી […]

Continue Reading

કેપ્ટન અમરિંદર સિંહે નવજોતસિંહ સિદ્ધૂનું મંત્રાલય બદલ્યું, આપ્યું ઉર્જા મંત્રાલય

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધૂ વચ્ચે વિખવાદ ચાલી રહ્યો છે. આ વિખવાદ વચ્ચે એક સમાચાર મળી રહ્યાં છે કે, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે નવજોત સિંહ સિદ્ધૂને હવે ઉર્જા મંત્રાલય સોંપી દીધું છે. પહેલા સિદ્ધૂ પાસે શહેરી વિકાસ અને પર્યટન મંત્રાલય હતું. આ અગાઉ એકતરફ લોકસભાની ચૂંટણીમાં હારની […]

Continue Reading

ઓમ શાંતિ બ્રહ્માકુમારીઝના ગુજરાતના ઝોનલ હેડ સરલા દીદીનું નિધન

ઓમ શાંતિ બ્રહ્માકુમારીઝના ગુજરાતના ડાયરેક્ટર અને ઝોનલ હેડ રાજયોગિની બ્રહ્માકુમારી સરલા દીદીનું નિધન થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સરલા દીદીએ આજે બપોરે 12.10 કલાકે અંતિમ શ્વાસ લીધો હતો. આજે તેમનો પાર્શ્વ દેહ સાંજે 5 કલાકથી 8 કલાક સુધી અમદાવાદના બ્રહ્માકુમારી, સુખ શાંતિ ભવન, ભૂલાભાઈ પાર્ક રોડ, કાંકરીયા અમદાવાદ ખાતે પુષ્પાંજલિ માટે રાખવામાં આવશે. ત્યારબાદ શુક્રવારે […]

Continue Reading

માઉન્ટ આબુમાં ભૂકંપને પગલે પ્રવાસીઓ હોટલો છોડી રસ્તા પર ઉતર્યા

પાલનપુર/ માઉન્ટ આબુ: ઉત્તર ગુજરાતની પડખે આવેલા પર્યટન સ્થળ માઉન્ટ આબુથી લઇ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં બુધવારે રાત્રીના 10:31 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેને પગલે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. 4.8 તીવ્રતાના ભૂકંપના આંચકાથી પ્રવાસીઓ હોટલો છોડીને બહાર નીકળી ગયા હતા. જ્યારે ત્યાંની ઈમારતોની દીવાલોમાં તિરાડ પડી હતી. ભૂકંપનું એપિસેન્ટર પાલનપુરથી 31 કિલોમીટર દૂર નોંધાયું હતું […]

Continue Reading

સ્ટાર્કની 5 વિકેટની મદદથી કાંગારુંએ વિન્ડીઝને 15 રને હરાવ્યું

વર્લ્ડકપની 10મી મેચમાં ટ્રેન્ટબ્રિજ ખાતે ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઇન્ડિઝને 15 રને હરાવીને ટૂર્નામેન્ટમાં સતત બીજી મેચ જીતી હતી. 289 રનના લક્ષ્યનો પીછો કરતા વિન્ડીઝની ટીમે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 273 રન કર્યા હતા. કાંગારું માટે મિચેલ સ્ટાર્કે 10 ઓવરમાં 1 મેડન સહિત 46 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. તેના આ પ્રદર્શન થકી વિન્ડીઝનું લોવર […]

Continue Reading

બિલ્કીશબાનુ કેસના આરોપી IPS ભગોરા, ડૉ. અરુણ અને સંગીતા બરતરફ કરાયા

વર્ષ 2002માં ગુજરાતમાં વ્યાપાક પ્રમાણમાં ફાટી નિકળેલી હિંસા દરમિયાન દાહોદમાં અનેક લોકો માર્યા ગયા હતા. બિલ્કીશ બાનુ કેસ સહિતના આ મામલે પહેલા પોલીસ અને બાદમાં સીબીઆઈએ તપાસ કરી હતી. આ મામલે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન સુપ્રીમ કોર્ટે આરોપી પોલીસ અધિકારીઓ અને ડૉક્ટર સામે કેમ કોઈ કાર્યવાહી કરી નથી તેવી પૃચ્છા કરતા ગુજરાત સરકારે […]

Continue Reading

નીતિ આયોગની પુનઃરચના માટે પીએમ મોદીએ મંજૂરી આપી, આ બનશે નવા સભ્ય

ગુરુવારે પીએમ મોદીએ નીતિ આયોગની પૂનઃરચનાને મંજૂરી આપી દીધી છે. જેમાં કેટલાક નવા સભ્યો સામેલ થઈ ગયા છે. પીએમ મોદી નીતિ આયોગની અધ્યક્ષતા કરશે અને રાજીવ કુમાર ઉપાધ્યક્ષ તરીકે પોતાના પદ પર બન્યા રહેશે. નીતિ આયોગના અન્ય સભ્યોમાં વીકે સારસ્વત, રમેશ ચંદ અને ડૉ. વીકે પૉલનું નામ સામેલ છે. મોદી સરકારના બીજા કાર્યકાળમાં નીતિ આયોગની સંચાલન […]

Continue Reading

ખંભીસરમાં બીજા દિવસે કઈ રીતે વરઘોડો નીકળ્યો?

ગાંધીનગર રેન્જ આઈજી(ઇન્સપેક્ટર જનરલ) મયંકસિંહ ચાવડાએ જણાવ્યું, “12 મેએ વરઘોડામાં જે વિવાદ થયો એ પછી રાત્રે અમે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ડીએસપી(ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ) વચ્ચે બેઠક બોલાવી હતી અને સમુદાયો વચ્ચે સુમેળ કરાવ્યો હતો. જે દુર્ઘટના થઈ છે એની પોલીસ ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે.” ખંભીસર ગામમાં બહુમતી સવર્ણો છે અને તેમાં 40 જેટલાં ખોરડાં […]

Continue Reading

પાણીગેટ પર ફેથ હોસ્પિટલમાં ભીષણ આગ, 30 લોકોને સલામત ખસેડાયા

પાણીગેટ વિસ્તારમાં આવેલી ફેથ હોસ્પિટલમાં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ લાગી છે. હોસ્પિટલના ચોથા માળે સોલાર પેનલમાં શોર્ટ સર્કિટ થતાં એકાએક આગ લાગી હતી. હાલમાં શહેર ફાયર ફાઈટરની 3 ટીમ ઘટના સ્થળે છે. હોસ્પિટલમાં સ્ટાફ અને દર્દીઓ સહિત 30થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા છે.

Continue Reading