પબુભા માણેકનું MLA પદ રદ કરવા કોંગ્રેસની વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ રજૂઆત

કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે આજે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ તરફથી દ્વારકાની બેઠક પર ગેરલાયક ઠરેલા પબુભા માણેકનું ધારાસભ્ય પદ રદ કરવાની તેમજ પક્ષવિરોધી પ્રવૃત્તિ કરવા બદલ અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવાની રજૂઆત કરવામાં આવી હતી. કોંગ્રેસે રજૂઆત કરી હતી કે […]

Continue Reading

એર ઇન્ડિયાની ફ્લાઇટનું ઓસ્ટ્રિયામાં ઇમરજન્સી લેન્ડિંગ, 360 મુસાફરો અટવાયા

મુંબઇથી લંડન જતી એરઇન્ડિયાની ફ્લાઇટનું ઓસ્ટ્રિયામાં ઇમરજન્સી લેન્ડિક કરવામાં આવ્યું છે. આ ફ્લાઇટમાં સવાર 350થી વધારે મુસાફરો અહીં છેલ્લા 36 કલાકથી અટવાયા છે. જેમાં મોટાભાગે ગુજરાતી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ અંગે એર ઇન્ડિયા દ્વારા કોઇ પ્રકારની કાર્યવાહી કરવામાં ન હોવાનું મુસાફરે જણાવ્યું હતું. જોકે, સ્થાનિક તંત્ર દ્વારા તેમને મદદ કરવામાં આવી રહી છે. […]

Continue Reading

સાબરકાંઠાઃ ભાજપના MLA હિતુ કનોડિયાને ઠાકોર સમાજે રાખ્યા અંધારામાં

ઉત્તર ગુજરાત સહીત સાબરકાંઠા-અરવલ્લી જીલ્લામાં કેટલાક સમાજમાં હજુ પણ બાળવિવાહની પ્રથા યથાવત જોવા મળી રહી છે. સાબરકાંઠાના વડાલી ખાતે અખાત્રીજના શુભમુહર્તમાં ઠાકોર સમાજના સમૂહ લગ્નમાં ઇડર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અને ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા હિતુ કનોડિયા ઉપસ્થિતિમાં યોજાયેલ સમૂહ લગ્નમાં જીલ્લા બાળ કલ્યાણ વિભાગની ટીમે ત્રાટકી ૩૧ યુગલો માંથી ૨૧ યુગલો સગીરવયના હોવાથી લગ્ન અટકાવતા […]

Continue Reading

અલ્પેશ ઠાકોર અંગે પરેશ ધાનાણીની ઉગ્ર રજૂઆત, અધ્યક્ષ પર લગાવ્યા વિસંગતતાનાં આરોપ

કોંગ્રેસમાં તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપનાર અલ્પેશ ઠાકોર સામે કોંગ્રેસે આક્રામક કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે કોંગ્રેસનાં પ્રતિનિધિ મંડળ દ્ગારા વિધાનસભા અધ્યક્ષને રજૂઆત કરાઈ હતી. જેમા વિપક્ષ નેતા પરેશ ધાનાણી, અમિત ચાવડા સહિત કોંગ્રેસના 10 ધારાસભ્યો આજે વિધાનસભા અધ્યક્ષને મળીને પબુભા માણેકના ધારાસભ્ય પદને પણ રદ કરવા માટે રજૂઆત કરી હતી. કોંગ્રેસનાં પ્રતિનિધિ મંડળ […]

Continue Reading

મુકેશની મદદ છતાં પણ અનિલ અંબાણીની આરકોમ પર દેવાળિયા કાર્યવાહી શરૂ

અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ પર મંગળવારે દેવાળિયા કાર્યવાહી શરૂ કરવામાં આવી. નવા રિઝોલ્યુશન પ્રોફેશનલ(આરપી) નિયુક્ત કરવા અને ક્રેડિટર્સની કમિટી(સીઓસી) બનાવવા માટે આરકોમના લેન્ડર્સ નેશનલ કંપની લો ટ્રીબ્યુનલે(એનસીએલટી) પહોંચ્યા. આ કોઈ કંપનીની વિરુદ્ધ દેવાળિયા પ્રક્રિયા શરૂ કરવાનું પ્રથમ પગલું છે. આરકોમે 2 વર્ષ પહેલા ઓપરેશન્સ બંધ કર્યા હતા આરકોમે ગત વર્ષે દેવાળિયા પ્રક્રિયા પર સ્ટે […]

Continue Reading

ગુજરાત માત્ર નર્મદા ભરોસે, 6.50 કરોડ જનતાને એક મહિના માટે માત્ર 20 ટકા પાણી

ગુજરાતમાં કાળઝાળ ગરમી સાથે પાણીની સમસ્યા પણ વિકટ બની રહી છે. જેની ગંભીર અસર કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં છે. ગુજરાત જળ સંપત્તિના આંકડા પર નજર કરીએ તો રાજ્યના કુલ 203 જળાશયોમાંથી 177 જળાશયોમાં 25 ટકાથી પણ ઓછા પાણીનો સંગ્રહ છે. જ્યારે 19 જળાશયોમાં 25થી 50 ટકા, 5 જળાશયોમાં 50થી 70 ટકા, 2 જળાશયોમાં 70થી […]

Continue Reading

ઈઝરાયેલ પાસેથી વાયુસેના ખરીદશે વધુ સ્પાઈસ-2000 બોમ્બ, બાલાકોટમાં મચાવી હતી તબાહી

પુલવામા હુમલાનો બદલો લેવા માટે વાયુસેનાએ બાલાકોટ એરસ્ટ્રાઈક કરી હતી.આ એર સ્ટ્રાઈક માટે ઉપયોગમાં લેવાયેલા સ્પાઈસ-200 પ્રકારના બોમ્બની સફળતા જોઈને વાયુસેનાએ આવા વધુ બોમ્બ ઈઝરાયેલ પાસે ખરીદવાનુ નક્કી કર્યુ છે. સ્પાઈસ 2000 પ્રકારના બોમ્બ કોઈ પણ પ્રકારની ઈમારતને ભેદીને તેની અંદર જઈને બ્લાસ્ટ કરી શકે છે.હવે વાયુસેના પોતાના વધુ વિમાનોને આ બોમ્બથી સજ્જ કરવા માંગે છે. બાલોકોટમાં […]

Continue Reading

ખેડૂતોને વળતર ચૂકવ્યા વગર જ જૂનાગઢ બાયપાસનુ કામ શરૂ કરાતા ખેડૂતોમાં રોષ

જૂનાગઢ બાયપાસનુ કામ ખેડૂતોએ 9 વર્ષથી રોકેલું હતું, ચૂંટણી પહેલા કેન્દ્રના રાજ્યકક્ષાના મંત્રી મનસુખ માંડવીયા આવ્યા હતા તેમજ ખાતરી આપી હતી કે ખેડૂતોને વળતર આપ્યા પછી જ નેશનલ હાઈવે પરની જમીનમાં કામ ચાલુ કરાશે. પરંતુ ખેડુતોને વળતર ચૂકવ્યા વગર જ આજે અચાનક કામ શરૂ કરતા, ખેડૂતોમાં રોષ ફેલાયો છે અને જેસીબીને કામ કરતા રોકી દીધા. […]

Continue Reading

બાલાકોટ એરસ્ટ્રાઇકમાં 130-170 આતંકી માર્યા ગયા હોવાનો વિદેશી પત્રકારનો દાવો

પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલી એરસ્ટ્રાઇકને લઇને નવો ખુલાસો સામે આવ્યો છે. વિદેશી જર્નાલિસ્ટે આ એરસ્ટ્રાઇકમાં જૈશ-એ-મોહમ્મદના 130-170 આતંકીઓ માર્યા ગયા હોવાનો દાવો કર્યો છે. પત્રકાર ફ્રાંસેસ્કા મૈરિનોએ રિપોર્ટમાં લખ્યું કે, સ્થાનિક સુત્રોનું કહેવું છે કે, શિબિરમાં અત્યારે પણ લગભગ 45 વ્યક્તિઓની સારવાર ચાલી રહી છે. જ્યારે લગભગ 20 લોકોના મોત સારવાર દરમિયાન […]

Continue Reading

પ્રિયંકા ગાંધીનો મોદીને પડકાર, નોટબંધી-GST પર ચૂંટણી લડો

લોકસભાની ચૂંટણીનો જંગ પુરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે દિલ્હીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યું કે, એક દિલ્હીની છોકરી તમને ખુલ્લો પડકાર આપે છે, ચૂંટણીના છેલ્લા બે તબક્કા નોટબંધી પર લડો, GST પર લડો, મહિલાઓની સુરક્ષા પર લડો અને તે વચનો પર લડો જે તમે સમગ્ર […]

Continue Reading