હચમચી ધરતી: આસામમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ

આસામમાં શનિવાર સાંજે 4.37 કલાકે ભૂકંપના આંચકા અનુભવવામાં આવ્યા છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ ઘટનામાં કોઈ જાન-માલની જાણકારી સામે નથી આવી. પ્રાપ્ત માહિતી અનુસાર, રિક્ટર સ્કેલ પર 5.2ની તીવ્રતાનો ભૂકંપ નોંધવામાં આવ્યો છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભારત મ્યાંમાર બોર્ડર વિસ્તાર બતાવવામાં આવી રહ્યું છે. ભૂકંપની ઊંડાઈ જમીનથી 80 કિમી નીચે હોવાની માહિતી મળી રહી છે.

Continue Reading

વર્લ્ડકપમાં પહેલીવાર ભાગ લઇ રહેલી અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમને અમૂલ સ્પોન્સર કરશે

કો-ઓપરેટીવ ક્ષેત્રે મોટું નામ ધરાવતી અમૂલે આ વખતે ઈંગ્લેંડ અને વેલ્સમાં રમનારા ક્રિકેટ વર્લ્ડકપમાં પહેલીવાર ભાગ લઇ રહેલી અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમને સ્પોન્સર કરવાનો નિર્ણય કર્યો છે. આવું પહેલી વાર નથી કે અમૂલ દ્વારા કોઈ દેશની ક્રિકેટ ટીમને સ્પોન્સર કરવામાં આવી હોય, અગાઉ 2011ના ક્રિકેટ વર્લ્ડકપમાં ટીમ સ્પોન્સર કરી હતી . કંપનીના મેનેજીંગ ડિરેક્ટર આર. એસ. […]

Continue Reading

દિલ્હીમાં રોડ શો દરમિયાન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને થપ્પડ પડી

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હીમાં રોડ શો દરમિયાન કોઈ વ્યક્તિએ થપ્પડ મારી દીધી. થપ્પડ મારનાર વ્યક્તિને સમર્થકોએ પકડી લીધો હતો. ત્યારપછી પોલીસે પણ તેની અટકાયત કરી લીધી છે. આ વ્યક્તિ કોણ હતો તે વિશેની હજી કોઈ માહિતી મળી નથી. આજે અરવિંદ કેજરીવાલ નવી દિલ્હીમાં લોકસભા સીટ માટે કરમપુરા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. રોડ શો દરમિયાન […]

Continue Reading

ફ્લોરિડામાં બોઈંગ વિમાન રનવે પરથી ફસડાઈ નદીમાં પડ્યું, 136 મુસાફરો સુરક્ષિત

ફ્લોરિડામાં શુક્રવારે મિયામી એર ઈન્ટરનેશનલનું બોઈંગ 737 વિમાન રનવે પરથી લપસીને સીધું જેક્સનવિલે સ્થિત સેન્ટ જોન્સ રિવરમાં ખાબક્યું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં મુસાફરી કરી રહેલા 136 પ્રવાસીનો આબાદ બચાવ થયો હતો. ખરાબ હવામાન વચ્ચે વિમાન લેન્ડ થઈ રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. સ્થાનિક માધ્યમોના જણાવ્યા મુજબ વિમાન રનવે પરથી લપસી ગયું હતું અને […]

Continue Reading

SGVP દ્વારા USAના સવાનાહમાં સનાતન મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા સંપન્ન

અમેરિકા(USA)નાં જ્યોર્જિયા રાજ્યના સવાનાહ ખાતે તાજેતરમાં સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્-SGVPની નૂતન શાખા સ્વામિનારાયણ સનાતન મંદિર, સવાનાહ ખાતે SGVPના અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા અન્ય સંતોની ઉપસ્થિતિમાં હિન્દુ ધર્મની તમામ ધારાઓના સમન્વય કરતા દેવોની વિવિધ સ્વરૂપોની ૧૮ મૂર્તિઓ પધરાવી વૈદિક વિધિ સાથે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ સનાતન મંદિર […]

Continue Reading

શાહીદ આફ્રિદીને ભારતમાં સારવાર માટે ગૌતમ ગંભીરની ઓફર

પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર ક્રિકેટર અને ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી ચર્ચામાં છે. પોતાની આત્મકથા ‘ગેમ ચેન્જર’માં આફ્રિદીની ઉંમરને લઈને થયેલા ખુલાસાથી વિવાદ જાગ્યો છે. જોકે આફ્રિદીને ટાંકીને ભારતીય ક્રિકેટર અને ભાજપના નેતા ગૌતમ ગંભીરે કોમેન્ટ કરીને તેમાં ઘી હોમ્યું છે. ગૌતમ ગંભીરે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન આફ્રિદીને મનોચિકિત્સક પાસે લઈ જવાની ઓફર પણ કરી છે. આફ્રિદીએ પોતાના […]

Continue Reading

સુરતઃ તાપી કિનારે તાપી બચાવવા માનવસાંકળ રચાઇ

નવગુજરાત સમય, સુરત લવ તાપી, કેર તાપી ટીમ દ્રારા રવિવારે તાપી બચાવો અભિયાન અંતગર્ત માનવસાંકળ રચવાના કાર્યક્રમમાં શહેરના અનેક લોકો જોડાયા હતા અને તાપીને ફરી હરિયાળી કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.મહિલાઓએ પણ માનવસાંકળના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.શહેરીજનોએ તાપી કિનારે નારા પણ લગાવ્યા હતા. શહેરની જીવાદોરી તથા આન, બાન અને શાન સમાન તાપી નદીને બચાવવા થોડા […]

Continue Reading

બજરંગ પુનિયાએ રશિયાની કુસ્તી ટુર્નામેન્ટમાં ગોલ્ડ જીત્યો

ભારતના ટોચના કુસ્તીબાજ બજરંગ પુનિયાએ શાનદાર દેખાવ જારી રાખતાં રશિયામાં યોજાયેલી અલી અલીયેવ કુસ્તી ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. બજંરગે ફ્રિસ્ટાઈલ કુસ્તીની ૬૫ કિગ્રા વજન વર્ગની ઈવેન્ટમાં આ સફળતા મેળવી હતી. તાજેતરમાં જ તેણે ચીનમાં યોજાયેલી એશિયન કુસ્તી ચેમ્પિયનશીપ જીતી હતી અને ત્યાર બાદ તેણે આ સફળતા હાંસલ કરી હતી. રશિયાના કાસ્પીસ્કમાં રમાયેલી અલી […]

Continue Reading

125 દિવસમાં PM મોદીએ 200 જેટલી સભાઓ સંબોધી

લોકસભાની હાલની ચૂંટણીમાં સૌથી વધારે ઝંઝાવાતી પ્રચાર જો કોઈ કરી રહ્યુ હોય તો તે PM નરેન્દ્ર મોદી છે. NDAને બીજી વખત સત્તા પર પાછી લાવવા માટે પીએ મોદી કોઈ કસર છોડી રહ્યા નથી. તેમણે છેલ્લા 125 દિવસોમાં 200 સભાઓ કરી છે. તેઓ દેશના દરેક હિસ્સામાં જઈને લોકોને સંબોધન કરી ચુક્યા છે. PM મોદીના ટુર પ્રોગ્રામ અંગે તેમની […]

Continue Reading

ખાસ પ્રકારની ટ્રેનિંગ માટે કાશ્મીર ગયા હતા આત્મઘાતી હુમલાખોરો: શ્રીલંકન સેના પ્રમુખ

શ્રીલંકન સેના પ્રમુખનું કહેવું છે કે, ઇસ્ટર સન-ડે પર શ્રીલંકામાં થયેલા આત્મઘાતી હુમલામાં પોતાને ઉડાવી દેનારા હુમલાખોરો ખાસ પ્રકારની તાલીમ અથવા અન્ય વિદેશી સંગઠનો સાથે સંબંધો મજબૂત કરવા માટે કાશ્મીર અથવા કેરળ ગયા હતા. આ પહેલીવાર છે જ્યારે કોઇ શ્રીલંકાના ટોચના સુરક્ષા અધિકારીએ પુષ્ટી કરી કે આતંકવાદીઓએ ભારતની મુલાકાત કરી હતી. તેમણે કહ્યું કે, તેઓ […]

Continue Reading