વડોદરા પાતરવેણી ગામની બાળકીના અપહરણ બાદ ઝડપાયેલા આરોપીને લોકોએ માર મારતા થયું મોત

વડોદરા જિલ્લાના પોર નજીક પાતરવેણી ગામમાં એક બાળકીના અપહરણ બાદ ઝડપાયેલા આરોપીને લોકોએ ઢોર માર મારતા તેનું મોત થતા પોર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પાતરવેણી ગામમાં રહેતા અજય ભાઈની પુત્રી રેણુકા ઉ.વર્ષ ૪ ધુળેટીના દિવસે રાત્રે 7.30 વાગ્યાના અરસામાં પોતાના આંગણમાં રમતી હતી. ત્યારે રેણુકાને પટાવી ફોસલાવીને તે જ […]

Continue Reading

અમિત શાહના નામની ગાંધીનગર બેઠક માટે ઘોષણા સાથે ભાજપનું સેન્સ લેવાનું કામ નોનસેન્સ સાબિત થયું

ગત એકાદ અઠવાડિયાથી ભાજપમાં સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી હતી. જેમાં ગુજરાતભરમાં ત્રણ દિવસો સુધી કાર્યકરો અને બાદમાં ત્રણ દિવસ પ્રદેશ નેતાઓ દ્વારા કઈ સીટ માટે કોણ ઉમેદવાર યોગ્ય છે. તેનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયાથી ભાજપા દ્વારા કહેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે, પાર્ટીમાં ઉમેદવારોનું ચયન લોકશાહી પરંપરાથી થાય છે. જેમાં સેન્સ […]

Continue Reading

જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્ર સરકારે અલગાવવાદી નેતા યાસીન મલિકના સંગઠન JKLF પર લગાવ્યો પ્રતિબંધ

જમ્મુ-કાશ્મીરમાં અલગાવવાદીઓ પર મોદી સરકારે જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (જેકેએલએફ) ઉપર આતંક વિરોધી કાનૂન પ્રમાણે પ્રતિબંધ લગાવ્યો છે. કેન્દ્રનો આ નિર્ણય અલગાવવાદીઓ ઉપર મોટી કાર્યવાહીના રૂપમાં જોવામાં આવે છે. કેબિનેટની સુરક્ષા સમિતિની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. અલગાવવાદી નેતા યાસીન મલિક જેકેએલએફનો પ્રમુખ છે. કેંદ્રીય ગૃહ સચિવ રાજીવ ગાબાએ પત્રકાર પરિષદમાં કહ્યું, કેન્દ્ર સરકારે આજે […]

Continue Reading

આર્મી જવાનનો પગ લપસી જતા અંબિકા નદીમાં ડૂબી જવાથી મોત

ધુળેટીના કલરફુલ રંગો નવસારીના વિજલપોરના જવાનના પરિવાર માટે બેરંગ બન્યા છે. ધુળેટીની બેદિવસની રજા માણવા આવેલ વિજલપોરના સુશીલ બોરી નામના જવાન જે મહારાષ્ટ્રના પૂનામાં આર્મી જવાન ફરજ બજાવતા જવાન બપોર સુધી ઘરમાં અને મિત્રો સાથે ધુળેટી મનાવી હતી. ત્યાર બાદ નવસારીના ઉન ગામે સાંઈ મંદિરે દર્શને મિત્રો સાથે ગયા હતા. અને ત્યારબાદ મટવાડ ગામે થી પસાર […]

Continue Reading

ગાંધીનગર બેઠક માટે અમિત શાહની પસંદગી કેમ કરાઈ?

ગાંધીનગર બેઠક પરથી ભાજપ અધ્યક્ષ અમિત શાહની ઉમેદવાર તરીકે જાહેરાત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગર બેઠક પરથી અત્યાર સુધી ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સાંસદ હતા. પહેલી યાદીમાં લાલકૃષ્ણ અડવાણીનું નામ નથી પણ હજી બે યાદી જાહેર થવાની બાકી છે. રાજકીય વિશ્લેષકોના મત પ્રમાણે તેમનું નામ અન્ય યાદીમાં આવવાની શક્યતા બહુ ઓછી છે. ભાજપના સંગઠનને મજબૂત […]

Continue Reading

ગુજરાતના પદ્મશ્રી કલાકાર હકુ શાહનું 85 વર્ષે નિધન

ગુજરાતના પદ્મશ્રી કલાકાર અને શાંતિનિકેતન દ્વારા સન્માનિત હકુભાઈ શાહનું ગુરુવારે બપોરે 85 વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. તેમની અંતિમયાત્રા તેમના અમદાવાદ સ્થિત નિવાસસ્થાન નેમનાથ સોસાયટી શાંતિવન પાલડી ખાતેથી શુક્રવાર સવારે 8.30એ નિકળશે. પદ્મશ્રી હકુભાઈ શાહની અંતિમવિધિ વીએસ સ્મશાન ગૃહ ખાતે કરવામાં આવશે.

Continue Reading

હરિદ્વાર પદયાત્રા પર જઇ રહેલા પોરબંદરના 4 યાત્રાળુઓના મોત

હરિદ્વાર પદયાત્રાએ જતા પોરબંદરના પદયાત્રીઓ પર રાજસ્થાનના પુલવા નજીક ટ્રક ફરી વળ્યો. જેમા 4ના મોત, 6ને ઇજા પાલી જિલ્લા નજીક એક ટ્રેક અડફેટે લીધા હતા. આ ઘટનામાં 4 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 2 લોકોને ઇજા થઇ છે. જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ પદયાત્રીઓ પર રાજસ્થાનના પુલવા નજીક અજાણ્યો ટ્રક ફરી વળતા ઘટનાસ્થળે […]

Continue Reading

વેરાવળના દરિયામાં 2 યુવાનો ડૂબી ગયા

આજે ધૂળેટીના અવસરે લોકો એક-બીજાને રંગ લગાવીને આ ખાસ તહેવારની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે વેરાવળથી એક ખુબ જ આઘાટજનક સમાચાર મળી રહ્યા છે. વેરાવળના દરિયામાં 2 યુવાનો ડૂબી ગયા છે. બંન્ને યુવાનો ધૂળેટી રમ્યા બાદ દરિયામાં ન્હાવા ગયા હતા આ દરમિયાન સ્થાનિકોએ એક યુવકને બચાવી લીધો છે. અને એકની શોધખોળ ચાલુ છે. લાપતા સગીરનો […]

Continue Reading

ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્રીજી વખત કરાયું મેગા ઓપરેશન ડિમોલીશન

ઉધનામાં પાલિકાએ બુધવારે ફરી મોટુ ઓપરેશન ડિમોલીશન હાથ ધર્યુ હતું. લક્ષ્મીનારાયણ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં 4 પ્લોટ ઉપર ડિમોલીશન કરાયુ હતું. 8હજાર ચોરસ ફૂટથી વધારે બાંધકામ જમીનદોસ્ત કરી દીધું હતું. 30થી વધારે સ્ટાફ અને ડિમોલીશન માટે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરના માણસોની અલગ-અલગ ટીમ બનાવી હતી. સિક્યુરિટી સ્ટાફ પણ સાથે રાખ્યો હતો. ઉધના ઝોનના કાર્યપાલક ઇજનેર રાજેશ જરીવાળાની આગેવાનીમાં આ ઓપરેશન […]

Continue Reading

લોકસભાની ચૂંટણી વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી અને ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ લડશે.

ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી બેઠકથી ફરી વખત ચૂંટણી લડશે અને ગાંધીનગર બેઠક પરથી ભાજપ અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડશે. પત્રકાર પરિષદ યોજીને ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. બેઠકોના ઘટનાક્રમ બાદ આજે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. ગઈ લોકસભાની ચૂંટણીમાં એટલે કે 2014માં […]

Continue Reading