અમિતાભ બચ્ચને ફાઈવસ્ટાર હોટેલ બનાવવા ગિફ્ટ સિટી પાસે 2011માં ખરીદેલી જમીન પર ખેતી થાય છે

2009માં બોલિવૂડ સમ્રાટ એટલે કે બિગ-બી એટલે કે અમિતાભ બચ્ચન સાથે મોદીની નિકટતા વધી અને જન્મ થયો ઐતિહાસિક ‘ખૂશ્બુ ગુજરાત કી’ એડ કેમ્પેઈનનો. ત્યારબાદ બોલિવૂડ ફિલ્મસ્ટાર્સના ગુજરાતમાં આંટાફેરા વધી ગયા હતા. તો એવું કહેવાય છે અને ખુદ બચ્ચને પણ જાહેરમાં કહ્યું છે કે, ખૂશ્બુ ગુજરાત કી… કેમ્પેઈન માટે તેમણે એક રૂપિયો નથી લીધો. પરંતુ એક […]

Continue Reading

મુકેશ અંબાણીના પુત્ર આકાશના શનિવારે શ્લોકા મહેતા સાથે લગ્નગ્રંથીથી જોડાયા

દેશના સૌથી શ્રીમંત અને વિશ્વના છઠ્ઠા ક્રમના અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર આકાશના શનિવારે લગ્ન થયા હતા. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રની અનેક હસ્તીઓ પહોંચી હતી. મુકેશ અંબાણીના નિવાસ સ્થાન એન્ટિનિયાને ફૂલો અને રંગબેરંગી રોશનીથી સજાવવામાં આવ્યું હતું. લગ્ન જિયો વર્લ્ડ સેન્ટર ખાતે યોજાયા હતા. આકાશની જાન એન્ટિલિયા ખાતેથી બપોરે નીકળી હતી. તે સમયે મુકેશ અંબાણી […]

Continue Reading

ચપ્પલ ઘસી નાખવા હોય તો ભાજપમાં જાવ, ભાજપમાં મિનિસ્ટર થવું હોય તો કોંગ્રેસી બનો

કોંગ્રેસના બે ધારાસભ્યોને ગુજરાતની ભાજપ સરકારમા મંત્રી પદ મળતાં મૂળ ભાજપી આગેવાનો ખફા થયા છે. બીજી તરફ આ ઘટનાક્રમ બાદ સોશિયલ મીડિયા પર મેસેજ વાયરલ થયા હતા, જેમાં કહેવાયું હતું કે, ‘ગુજરાત સરકારમાં મંત્રી બનવું હોય તો ભાજપમાંથી નહિ પણ કોંગ્રેસમાંથી જીતવું પડે, બાકી તો મંજીરા જ વગાડવાના.. ‘ એ જ રીતે અન્ય રસપ્રદ મેસેજ […]

Continue Reading

કોલકાતામાં ગુડ્ઝ વાહનમાંથી ૧,૦૦૦ કિલોગ્રામ વિસ્ફોટકો મળતાં ચકચાર

કોલકાતા પોલીસે શનિવારે વહેલી સવારે બીટી રોડ પરના તાલા બ્રિજ નજીકથી એક બાતમીના આધારે એક માલ સામાનના વાહનને આંતરીને આશરે ૧,૦૦૦ કિલોગ્રામ વિસ્ફોટકો જપ્ત કર્યા હતા. હાલમાં દેશમાં ચૂંટણીના માહોલ વચ્ચે પોટેશિયમ નાઇટ્રેટનો આટલો મોટો જથ્થો ૨૭ થેલામાં મળી આવ્યો હતો. આ જથ્થો ક્યાં જવાનો હતો અને તેનો શું ઉપયોગ થવાનો હતો તે સંદર્ભમાં પોલીસ […]

Continue Reading

આગામી 2 થી 3 દિવસમાં લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાની સંભાવના

આ વર્ષે લોકસભાની ચૂંટણીઓ ક્યારે યોજાશે તેની તારીખોની જાહેરાતની કાગડોળે રાહ જોવાઈ રહી છે ત્યારે શનિવારે ચૂંટણી પંચની બેઠકમાં તમામ રાજ્યોમાં લોકસભાની ચૂંટણીની કેવી તૈયારી કરાઈ છે તેને અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો. મંગળવાર સુધીમાં લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવે તેવા સંકેતો છે. બે -ત્રણ દિવસમાં ચૂંટણીની ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે. આ […]

Continue Reading

આચારસંહિતા લાગુ થયા બાદ ચૂંટણીનો ફાયદો લેવા સુરક્ષાદળની તસવીરો કે તેના નામનો રાજકીય પક્ષો ઉપયોગ ન કરે

આચારસંહિતા લાગુ થયા બાદ ચૂંટણીનો ફાયદો લેવા સુરક્ષાદળની તસવીરો કે તેના નામનો રાજકીય પક્ષો ઉપયોગ ન કરે. ચૂંટણીપંચે શનિવારે સ્પષ્ટ કર્યું છે કે આચારસંહિતા લાગુ થયા બાદ આવા કિસ્સામાં કડક કાર્યવાહી કરાશે. પંચનું એવું પણ માનવું છે કે આર્મીના વડા અને સૈન્ય સાથે સંકળાયેલી બાબતોની રજૂઆત રાજકીય જાહેરાત માટે કરવી જોઈએ નહીં. શનિવારે લોકસભાની ચૂંટણીની […]

Continue Reading

શુક્રવારે રમાયેલી ત્રીજી વન-ડે ક્રિકેટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતને પરાજયનો સામનો કરવો પડ્યો

સળંગ બીજી મેચમાં સદી ફટકારીને વિરાટ કોહલીએ વર્લ્ડ કપ અગાઉ તમામ હરીફને ચેતવી દીધા છે પરંતુ શુક્રવારે અહીં રમાયેલી ત્રીજી વન-ડે ક્રિકેટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 313 રનના પડકારજનક સ્કોર નોંધાવ્યા બાદ 32 રનથી વિજય હાંસલ કર્યો હતો. આ સાથે વર્તમાન સિરીઝ જીવંત રહી હતી જેમાં ભારત 2-1ની સરસાઈ […]

Continue Reading

સુરતમાં પૂણા ગામ સ્થિત લેસના વેપારીનું લાખોમાં ઉઠમણું

પૂણા ગામ સ્થિત શ્રીકૃપા લેસના માલિકોએ રૂપિયા 66.67 લાખના માલની ખરીદી કરીને દુકાન બંધ કરી ભૂર્ગભમાં ચાલ્યા જતાં માલ વેચનાર વેપારી દ્ધારા ફરિયાદ દાખલ નોંધાવવામાં આવી છે. સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મોટા વરાછા શાંતિ નિકેતન સોસાયટીમાં રહેતા અનિલ માવજી મેઘાણીએ ગણપતસિંહ પહાડસિંહ ચૌહાણ, જોખમકુંવર ગણપતસિંહ, મહેન્દ્રસિંહ પહાડસિંહ, વિક્રમસિંહ પહાડસિંહ, મહેન્દ્રસિંહ હેમજી ઉમટ, ચેતનસિંહ ઉમટ […]

Continue Reading

બુધવારે દસ્તાવેજો ચોરાયા હતા, શુક્રવારે તે ઝેરોક્સ નકલ બની ગયા.

રાફેલના ગુપ્ત દસ્તાવેજોને લઈને એટોર્ની જનરલ (એજી) કે કે વેણુગોપાલે કરેલા જાહેર નિવેદન બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે તેમના પર કટાક્ષ કર્યો હતો. કે વેણુગોપાલ સુપ્રીમ કોર્ટમાં કરેલી દલીલ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે ‘રાફેલના દસ્તાવેજો રક્ષા મંત્રાલયમાંથી ચોરાયા નથી અને તેમનો કહેવાનો તાત્પર્ય એ હતો કે અરજકર્તાએ તેમની અરજીમાં દસ્તાવેજોની ઝેરોક્સ નકલનો ઉપયોગ […]

Continue Reading

મેચ ફીના 1 કરોડ રૂપિયા ભારતીય ક્રિકેટરોએ ડિફેન્સ ફંડમાં ડોનેટ કર્યા

પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના ૪૦થી વધુ જવાનો શહીદ થયા બાદ દેશભરમાંથી શહીદ જવાનોના પરીવારજનોની મદદ માટેના પ્રયાસો થઈ રહ્યા છે. હવે ટીમ ઈન્ડિયા પણ તેમાં જોડાઈ છે. ભારતીય ક્રિકેટરોએ ઓસ્ટ્રેલિયા સામે રાંચીમાં રમાયેલી શ્રેણીની ત્રીજી વન ડેની મેચ ફી નેશનલ ડિફેન્સ ફંડમાં દાન કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. ભારતીય ટીમની કુલ મેચ ફીની રકમ […]

Continue Reading