મિલિટરી એન્જિનીયરીંગ કોલેજમાં અભ્યાસ દરમિયાન સસ્પેન્શન બ્રિજ તૂટ્યો, 2 જવાનોના મોત

મિલિટરી એન્જિનીયરીંગ કોલેજ (CME)માં ગુરુવારે બ્રિજિંગ એક્સરસાઈઝ ચાલી રહી હતી એ વખતે સસ્પેન્શન બ્રિજ તૂટ્યો હતો. આ દુર્ઘટનામાં 2 જવાનોનું મૃત્યુ થયું છે જ્યારે 5 ઘાયલ છે. ઘાયલોમાં એક જૂનિયર કમીશન્ડ ઓફિસર પણ સામેલ છે. જોકે, સેના તરફથી ઘટનાની પુષ્ટિ કરવામાં આવી નથી. CMEમાં સેનાના ત્રણેય વિંગ, કોમ્બેટ એન્જિનીયરીંગ ડિપાર્ટમેન્ટ, બોર્ડર રોડ એન્જિનીયરીંગ સાથે જોડાયેલા […]

Continue Reading

નવું ગતકડું આવ્યું, થરાદના શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવવાની જગ્યાએ ઢોલ-નગારા લઇને તીડ ઉડાવવા જશે !

બનાસકાંઠા: સરકારના કેટલાક નિર્ણયો ઘણી વખત હાસ્યાસ્પદ અને શિક્ષણ વ્યવસ્થા નબળી પાડનારા હોય છે, આવું જ જોવા મળ્યું છે બનાસકાંઠામાં, અહીના ખેડૂતો હાલમાં મુશ્કેલીમાં છે, તીરના આક્રમણને કારણે ખેતીને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, ત્યારે થરાદમાં તંત્ર દ્વારા તીરના ઉપદ્રવ સામે લડવા આદેશ કરાયો છે, શિક્ષકોએ હવે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાની જગ્યાએ તીડ ઉડાવવાના છે, તેઓ […]

Continue Reading

મોદી સરકારે પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફને આપી મંજૂરી, 4 સ્ટાર જનરલનો મળશે દરજ્જો

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ(CDS)ને મંજૂરી આપવામાં આવી છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના પદ પર ફોર સ્ટાર રેન્કના સૈન્ય અધિકારીની નિયુક્તિ કરવામાં આવશે. તેમને સૈન્ય વિભાગના વડા પણ બનાવવામાં આવ્યા છે. દેશની ત્રણે સેનાઓ સૈન્ય વિભાગ હેઠળ આવશે. સરકાર દ્વારા સીડીએસને મંજૂરી આપવામાં આવી છે. પરંતુ આ પદ માટે અત્યાર સુધી કોઈ નામની […]

Continue Reading

મારુતિના પૂર્વ એમડી જગદીશ ખટ્ટર સામે રૂ. 110 કરોડના કૌભાંડ બદલ સીબીઆઈએ કેસ કર્યો

મારુતિના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર જગદીશ ખટ્ટર વિરુદ્ધ સીબીઆઈએ છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. સીબીઆઈ અધિકારીઓએ મંગળવારે આ અંગે માહિતી આપી હતી. સીબીઆઈએ દાખલ કરેલી એફઆઈઆર મુજબ ખટ્ટર તેમજ તેમની કંપની કારનેશન ઓટો ઈન્ડિયા રૂ. 110 કરોડના લોન કૌભાંડમાં આરોપી છે. 2015માં કંપનીની લોન એનપીએ જાહેર થઈ હતી ખટ્ટર 1993થી 2007 સુધી મારુતિમાં રહ્યા હતા. 2007માં […]

Continue Reading

રાષ્ટ્રીય વસ્તી પત્રકમાં સુધારણાને કેબિનેટની લીલીઝંડી, રૂ. 8,500 કરોડ ફાળવ્યા

નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેબિનેટ બેઠકમાં રાષ્ટ્રીય વસ્તી પત્રકને અપડેટ કરવાની મંજૂરી આપી દીધી છે. મંગળવારે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવાયો હતો. જેને પગલે દેશભરમાં નાગરિકોની માહિતીનું પત્રક તૈયાર કરાશે. જો કે આ પત્રક નાગરિકતાનું પ્રમાણ ગણાશે નહીં. તેનો ઉપયોગ સરકાર પોતાની યોજનાઓને લાગુ કરવા માટે કરી રહી છે. કેબિનેટે એનપીઆર અને […]

Continue Reading

ઝારખંડમાં કોંગ્રેસને લાગશે લોટરી, સ્પીકર સાથે 5 ધારાસભ્યોને મળશે મંત્રીપદ

ઝારખંડ વિધાનસભાના ચૂંટણી પરિણામો સ્પષ્ટ થઈ ચુક્યા છે. ત્યારે હવે જેએએમ, કોંગ્રેસના મહાગઠબંધને સરકાર રચવાની કવાયત શરૂ કરી છે અને આગામી 27 ડિસેમ્બરે જેએમએમના નેતા હેમંત સોરેન રાંચીના મોરહાબાદી મેદાનમાં મુખ્યપ્રધાન પદના શપથગ્રહણ કરી શકે છે. ચૂંટણી પરિણામોમાં જેએમએમ 30 બેઠક સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. ઝારખંડમાં જેએમએમ-કોંગ્રેસના હીરો રહેલા હેમંત સોરેન […]

Continue Reading

ઉદ્ધવ મંત્રીમંડળનું પહેલું વિસ્તરણ 30 ડિસેમ્બરે, અજિત પવાર ઉપમુખ્યમંત્રી બને તેવી શક્યતા: રિપોર્ટ

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકારનું પહેલું મંત્રીમંડળનું વિસ્તરણ 30 ડિસેમ્બરે થવાની શક્યતા છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા પ્રમાણે, એક એનસીપી નેતાએ જણાવ્યું કે, આ મંત્રીમંડળના વિસ્તરણમાં અજીત પવાર રાજ્યના ઉપમુખ્યમંત્રી તરીકે શપથ લે તેવી શક્યતા છે. 29 નવેમ્બરે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે શિવસેના, કોંગ્રેસ અને એનસીપીના 2-2 નેતાઓએ શપથ લીધા હતા. અંદાજે 15 દિવસ પછી […]

Continue Reading

કેજરીવાલનો મોદીને ટોણો, કહ્યું-રામલીલા મેદાન પરથી વાત કરવી સરળ છે, પણ કામ કરવું મુશ્કેલ

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં રાજ્ય સરકારના પાંચ વર્ષોના કાર્યકાળનો અહેવાલ રજુ કર્યો હતો. તેમણે કહ્યું કે, આઝાદી બાદ સૌથી ઈમાનદાર સરકાર છે. રામલીલા મેદાન પરથી વાત કરવી સરળ છે, પણ કામ કરવું મુશ્કેલ છે. અમારા કેસમાં સૌથી સારી વાત એ જ છે કે અમારી ઈમાનદારીનું પ્રમાણ અમને વિપક્ષીઓએ જ આપ્યું છે. દિલ્હીમાં ક્યાંય […]

Continue Reading

2017માં રોડ તૂટવાનો મામલો, મ્યુ.કમિશનરે 23 ઈજનેરી અધિકારીઓને ચાર્જશીટ આપી, મોટા પાયે નાણાંકીય નુકસાનનો ઉલ્લેખ

વર્ષ 2017માં તૂટેલા રોડ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે 23 ઈજનેરી અધિકારીઓને ચાર્જશીટ આપી છે. જેમાં મ્યુનિસિપલ સિટી ઈજનેર અને સિટી ઈજનેર (રોડ-પ્રોજેક્ટ)નો સમાવેશ થાય છે. આ પહેલા 70થી વધુ રોડ તૂટવાની બેદરકારી અંગે વિજિલન્સ તપાસ કરી દોષિત સાબિત થયેલા ઈજનેર અધિકારીઓને દંડ તથા ઈન્ક્રીમેન્ટ કપાતની સજા કરવામાં આવી હતી. તેમજ તે સમયે(2017) એડિશનલ ઈજનેર તરીકેનો […]

Continue Reading

2008માં કલેક્ટર કચેરીમાં તોડફોડ કેસ, બે પૂર્વ MP-બે પૂર્વ MLA અને વાંકાનેરના ધારાસભ્ય સહિત 12 દોષિતોને એક વર્ષની સજા

2008ની સાલમાં જસદણના તે સમયના કોંગેસના ધારાસભ્ય કુંવરજી બાવળિયાની જમીન કૌભાંડના મામલે સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જેના વિરોધમાં કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરોએ ધરણા અને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજ્યો હતો. બાદમાં ટોળું વિફરતા કલેક્ટર કચેરીમાં પથ્થરમારો કરી તોડફોડ કરી હતી. રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસે તે સમયે 179 કોંગી આગેવાનો સહિત […]

Continue Reading