દસ્તાવેજ કે બાયોમેટ્રિક રીતે નહીં, App દ્વારા થશે NPR માટે વસતી ગણતરી- પ્રકાશ જાવડેકર

નાગરિકતા સંશોધન એક્ટ (CAA) મામલે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે તે દરમિયાન આજે મોદી કેબિનેટની મહત્વની બેઠક થઈ હતી. આ બેઠકમાં મોદી સરકારે રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NPR)ને મંજૂરી આપી દીધી છે. હવે સરકાર દ્વારા એનપીઆરનો ડેટા અપડેટ કરવામાં આવશે. એનપીઆર અપડેશન માટે કેબિનેટ દ્વારા રૂ. 3900 કરોડના ફંડને પણ મંજૂરી આપી દીધી છે. […]

Continue Reading

કશ્મીરના કિસ્તવાડમાં થયેલા ગોળીબારમાં બે જવાનોને ઇજા

જમ્મુ કશ્મીરના કિસ્તવાડ શહેરની સેમિના કોલોનીમાં વૉટર ફિલ્ટરેશન પ્લાન્ટ પર ચોકી કરી રહેલા બે સિક્યોરિટી જવાન પર અજાણ્યા લોકોએ રવિવારે રાત્રે ગોળીબાર કરતાં બંને જવાનોને ઇજા થઇ હતી. આ ગોળીબાર કરનારાનો હેતુ શો હતો એ સ્પષ્ટ થયું નહોતું પરંતુ આ ઘટના બનતાં સિક્યોરિટી દળોએ તરત આખા વિસ્તારને ઘેરી લીધો હતો. આતંકવાદીઓ પીવાના પાણીના આ ફિલ્ટરેશન […]

Continue Reading

ઝારખંડમાં ત્રિશંકુ વિધાનસભા બનવાની શક્યતા

ઝારખંડ વિધાનસભા ચૂંટણીની મતગણતરી આજે સવારે શરૂ થઇ ત્યારે શરૂમાં એવી છાપ પડી હતી કે ભાજપ લીડમાં છે અને ફરી એકવાર આજસૂ સાથે મળીને સરકાર રચશે. પરંતુ થોડી મિનિટમાં આંકડા બદલાઇ ગયા હતા અને જેમએમએમ તથા કોંગ્રેસના મોરચાએ લીડ ભાજપના હાથમાંથી ઝૂંટવી લીધી હતી. 81 બેઠકો ધરાવતી ઝારખંડ વિધાનસભામાં ભાજપ 30 બેઠકો પર આગળ હતો […]

Continue Reading

ફ્લાઈટ 45 મિનિટ મોડી કરાવી વિમાનના પ્રવાસીઓ પ્રજ્ઞા ઠાકુર પર ભડકયા

પોતાના નિવેદનોથી અવાર-નવાર ચર્ચાનો વિષય બનનારી ભારતીય જનતા પાર્ટીની સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર ફરી એક વખત ચર્ચાના વંટોળમાં ફસાઈ ગયા છે. આ વખતે તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેમને ફ્લાઈટમાં બેઠેલા પ્રવાસીઓના ગુસ્સાનો ભોગ બનવું પડ્યું છે. ફ્લાઈટમાં સીટ માટે પ્રજ્ઞા ઠાકુર અને ક્રૂ મેમ્બર્સ સાથે વિવાદ સર્જાયો […]

Continue Reading

ઝારખંડ વિધાનસભા પરિણામ: કોંગ્રેસ-JMMના ગઠબંધને બહુમતી મેળવી, ભાજપને ધોબી પછાડ

મહાગઠબંધનમાંથી હેમંત સોરેન રાજ્યના નવા મુખ્યમંત્રી બને તેવી પૂર્ણ શક્યતાઓ છે. તેઓ આ અગાઉ પણ રાજ્યની ગાદી સંભાળી ચૂક્યા છે. અત્યાર સુધીના વલણોમાં બીજેપી 24 અને કોંગ્રેસ ગઠબંધન 46 બેઠકો પર આગળ છે. વળી, જેવીએમ ત્રણ, આજસૂ ચાર અને અન્ય ચાર પર લીડ કરી રહ્યાં છે. ઝારખંડમાં સોમવારે વહેલી સવારથી જ વિધાનસભાની 81 બેઠકો માટે […]

Continue Reading

જૈસલમેરમાં ભારત-પાક બોર્ડર પર ચાર એન્ટી ટેન્ક માઈંસ મળ્યા, BSFની તપાસ શરૂ

રાજસ્થાનના જેસલમેરમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર ચાર એન્ટી ટેન્ક માઈંસ મળી આવ્યા છે. લોંગેવાલામાં ઓએનજીસીના તેલ અને ગેસની શોધ કરતી વખતે ટેન્ક માઈંસ મળી આવ્યા છે. 1965 અને 1971માં લોંગેવાલામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. ઓએનજીસીના મજૂરોએ ખોદકામ દરમિયાન એન્ટી ટેન્ક માઈંસ બહાર કાઢ્યા હતા. બીએસએફના અધિકારીઓએ ઘટનાસ્થળ પર પહોંચી જઈને મામલાની તપાસ હાથ […]

Continue Reading

મિસ્ટર વડાપ્રધાન શું તમે અમને બધાને મારી નાખવા માગો છો?: પ્રકાશ રાજ

બોલિવૂડ અભિનેતા પ્રકાશ રાજ પોતાના ટ્વીટ્સના કારણે હંમેશા ચર્ચાઓમાં રહે છે. પ્રકાશ રાજ અવાર-નવાર સમાજના સળગતા મુદ્દાઓ પર પોતાનું મંતવ્ય રજૂ કરતા જોવા મળતા રહે છે. આ વખતે તેમણે નાગરિકતા સુધારણા કાયદા અને એનઆરસીનો વિરોધ કરી રહ્યા છે. તેમણે પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર એક વડિયો પોસ્ટ કર્યો છે.  Mr. PRIME MINISTER..Mr.HOME MINISTER..is this the way you […]

Continue Reading

જીરા ગામે કુદરતી હાજતે ગયેલા મજૂરને ગળાના ભાગેથી દબોચી 500 મીટર સુધી ઢસડી સિંહે ફાડી ખાધો, માનવભક્ષી પાંજરે પુરાયો

દલખાણીયા રેન્જના કરમદડી બીટમાં આવેલા જીરા ગામમાં ખેત મજૂર કદુભાઇ મોતીભાઇ ભીલાડ (ઉ.વ.55) કુદરતી હાજતે ગયો હતો. પરંતુ અચાનક પાછળથી આવેલા સિંહે ગળાના ભાગેથી દબોચી 500 મીટર સુધી ઢસડી જઇ ફાડી ખાધો હતો. ઠંડીને કારણે ઓઢેલી શાલ લોહીથી લથબથ મળી આવી હતી. તેમજ મજૂરનું પેન્ટ પણ લોહીના ડાઘ સાથે મળી આવ્યું હતું. ઘટનાસ્થળે લોહીથી ભરેલા […]

Continue Reading

‘હેલ્લારો’ની 13 એક્ટ્રેસિસને સ્પેશિયલ જ્યૂરી એવોર્ડ, અમિતાભને 29 ડિસેમ્બરે ફાળકે સન્માન મળશે

66મા નેશનલ એવોર્ડ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાઈ ગયા. એવોર્ડ ઉપ રાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ આપ્યાં હતાં. આ પ્રસંગે માહિતી તથા પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર, સચિવ રવિ મિત્તલ, જ્યૂરી પ્રમુખ રાહુલ રવૈલ, ઉત્પલ બોરપુજારી, ફિરદૌસુલ હસન, અશોક દુબે તથા વિનર્સ હાજર રહ્યાં હતાં. આ વર્ષે ઓગસ્ટમાં નેશનલ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. વિજેતાઓને સ્વર્ણ […]

Continue Reading

10 દિવસમાં કરોડો તીડનું ટોળું 150 કિમી સુધી ગુજરાતમાં ઘૂસ્યું, ગાંધીનગર સુધી પણ ત્રાટકી શકે

ગુજરાતમાં તીડનું આક્રમણ વધી રહ્યું છે. ખાસ કરીને બનાસકાંઠાના વાવથી 10 દિવસ પહેલા ઘૂસેલું કરોડો તીડનું ટોળું ધીમે-ધીમે પાટણ થઈને મહેસાણાના સતલાસણા સુધી પહોંચી ગયું છે. એટલે કે, તીડનું આક્રમણ 150 કિમી સુધી આવી ગયું છે. હજુ તીડના આક્રમણ પર અંકુશ મૂકવામાં નહીં આવે તો માત્ર 100 કિમી દૂર ગાંધીનગર સુધી તીડનું ટોળું પહોંચી શકે […]

Continue Reading