યુપીમાં ફાયરિંગ દરમિયાન 6 લોકોના મોત, દિલ્હીમાં જામા મસ્જિદ વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો

નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધ શુક્રવારે દિલ્હી અને ઉતર પ્રદેશના આગ્રામાં દેખાવો થયા હતા. ઉતર પ્રદેશમાં ફાયરિંગ દરમિયાન 6 લોકોના મોત થયા છે. બિજનોરમાં 2 વ્યક્તિના મોત થયા છે, જ્યારે ફિરોઝાબાદ, સંભલ અને મેરઠમાં એક-એક વ્યક્તિનું મોત થયું છે. લખનઉમાં ગુરુવારે ઘાયલ થયેલા યુવકનું શુક્રવારે સારવાર દરમિયાન મોત થયું. અહીં ઘણાં જિલ્લાઓમાં પોલીસ સ્ટેશન અને પોલીસ […]

Continue Reading

જામિયા અને AMUમાં હિંસા પર સુપ્રીમ કોર્ટનો ન્યાયિક તપાસથી ઇનકાર, હાઇકોર્ટ જવા આદેશ આપ્યો

વિદ્યાર્થીઓ તરફથી વકીલ ઇન્દિરા જયસિંહ સહિત બે વકીલ રજૂ થયા કોર્ટે કહ્યું કે તેલંગાણા એન્કાઉન્ટર મામલામાં, એક આયોગના મામલાને જોઇ શકીએ છે. જોકે, આ મામલામાં અલગ-અલગ ઘટનાઓ બની છે અને એક આયોગ પાસે એ પ્રકારના અધિકાર ક્ષેત્ર ના હોઇ શકે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ મામલામાં તપાસને લઇને હાઇકોર્ટ કોઇપણ નિર્ણય લઇ શકવામાં સ્વતંત્ર છે. […]

Continue Reading

સિટિઝન કાયદાનો હિંસક વિરોધ દુ:ખદ : વડાપ્રધાનની શાંતિની અપીલ

વિદ્યાર્થીઓ, એક્ટિવિસ્ટ્સ દ્વારા દેશભરમાં કેન્દ્ર સરકારના નાગરિક્તા સુધારા કાયદાનો વિરોધ કરી રહ્યા છે. જેમાં અનેક શહેરોમાં હિંસાની ઘટના પણ સામે આવી છે. આસામ, દિલ્હીમાં હિંસક દેખાવો થયા હતા અને લોકોએ સરકાર સમક્ષ આ કાયદાને પરત લેવા માગણી કરી હતી. આ સિૃથતિ વચ્ચે દેખાવકારો અને હિંસા ફેલાવનારાઓને તેના કપડાના આધારે ઓળખી કાઢો તેવું કહેનારા વડા પ્રધાન […]

Continue Reading

નાગરિકતા કાયદો, NRC લાગુ નહીં જ થાય, કેન્દ્ર મારી સરકારને હટાવી બતાવે : મમતા

નાગરિકતા સંશોધન કાયદાને લઈ પશ્ચિમ બંગાળમાં છેલ્લા પાંચ દિવસથી ભારે હિંસા વ્યાપેલી છે ત્યારે આ બધા વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે એક વિશાળ રેલીનું આયોજન કરી તેનો વિરોધ કર્યો હતો.  તૃણમૂલ કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલી રેલીમાં હાજર રહેલા મમતા બેનર્જીએ કોમી સંવાદિતા તેમનું મુખ્ય લક્ષ્ય હોવાનું જણાવીને તેઓ પશ્ચિમ બંગાળમાં એનઆરસી લાગુ નહીં થવા […]

Continue Reading

CAA : જામિયા બહાર વિદ્યાર્થીઓ, સ્થાનિકોનો શાંતિપૂર્ણ વિરોધ યથાવત

નાગરિકતા સંશોધન કાયદો (CAA) તેમજ નેશનલ રજીસ્ટર ઓફ સિટિઝન્સ (NRC) વિરુદ્ધ રોષને પગલે દિલ્હીની જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટી બહાર વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિકો શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવા એકત્ર થયા છે. દિલ્હીની કડકડતી ઠંડીમાં પ્રદર્શનકારીઓ હાથમાં પ્લેકાર્ડ તેમજ રાષ્ટ્રધ્વજ લઈને શાંતિથી વિરોધ કરી રહ્યા છે. નાગરિકતા સંશોધન કાયદાની વિરોધમાં જામિયામાં રવિવારે થયેલી હિંસા બાદ ઉકળતા ચરૂ જેવી […]

Continue Reading

દિલ્હી હિંસા : પોલીસે 10ની ધરપકડ કરી, એકપણ વિદ્યાર્થી સામેલ નથી

નાગરિકતા સુધારણા કાયદા (સીએએ)ને લઇને દેશભરમાં વિરોધ થઇ રહ્યા છે. દિલ્હીની જામિયા યુનિવર્સિટીમાં સોમવારે થયેલા હિંસક પ્રદર્શનો બાદ મંગળવારે પોલીસે હિંસા ફેલાવવાના આરોપમાં 10 લોકોની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું છે કે, ધરપકડ કરાયેલા તમામ લોકો ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવે છે. એકપણ વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી નથી. સાઉથ દિલ્હીની ન્યુ ફ્રેન્ડ્સ કોલોનીમાં થયેલી હિંસા મામલે દિલ્હી […]

Continue Reading

બિહાર ફરી શર્મસારઃ વધુ એક ‘નિર્ભયા’ સળગી, દુષ્કર્મનો વિરોધ કરતાં મોત મળ્યું

દેશભરમાં દુષ્કર્મની ઘટનાઓને સામે આક્રોશ પ્રવર્તી રહ્યો છે. ત્યારે બિહારમાં ફરીવાર માનવતા શર્મસાર થઇ છે. બિહારના મુઝફ્ફરપુરમાં એક 20 વર્ષીય યુવતી પર તેના જ પાડોશી યુવકે દુષ્કર્મનો પ્રયાસ કર્યો. પરંતુ જ્યારે યુવતીએ તેનો વિરોધ કર્યો ત્યારે આ યુવકે યુવતીને જીવતી સળગાવી દીધી. યુવતીને સારવાર માટે પટનાની અપોલો બર્ન હોસ્પિટલમાં લાવવામાં આવી પરંતુ સોમવારે તેનું મોત […]

Continue Reading

લક્ષચંડી મહાયજ્ઞમાં હાજરી આપવાનું હાર્દિક પટેલનું સપનું આ કારણે રહેશે અધુરૂ

ઉંઝા ખાતે લક્ષચંડી હવનમાં હાજરી આપવાનું હાર્દિક પટેલનું સપનું રોળાતુ દેખાઈ રહ્યું છે. હાર્દિકના વકીલે જવાબ રજૂ કરવા કોર્ટ પાસે સમય માંગ્યો છે. ઉમિયા ધામમાં હાર્દિક પટેલને લક્ષચંડી હવનમાં હાજરી આપવી છે. સરકાર તરફે આજે કોર્ટમાં એડિશનલ એફિડેવિટ રજુ કરાયું હતું. હાર્દિકની મહેસાણામાં પ્રવેશ મામલે વધુ સુનાવણી 19મી ડિસેમ્બરે હાથ ધરાશે. ગુજરાત હાઇકોર્ટમાં મહેસાણામાં પ્રવેશ […]

Continue Reading

નર્સિંગ કર્મચારીઓના વોશિંગ-યુનિફોર્મ એલાઉન્સમાં વધારો, 20 હજારથી વધુ કર્મચારીઓને લાભ મળશે, 1 જાન્યુ.થી અમલ

રાજ્ય સરકારે નર્સિંગ કર્મચારીઓને મળતા યુનિફોર્મ એલાઉન્સ અને વોશિંગ એલાઉન્સમાં વધારો કર્યો છે. યુનિફોર્મ એલાઉન્સમાં પ્રતિમાસ રૂ.350ને બદલે રૂ.490 અને વોશિંગ એલાઉન્સ રૂ.150ના બદલે રૂ. 210 આપવાનો નિર્ણય કર્યો છે. આમ યુનિફોર્મ એલાઉન્સમાં રૂ. 140નો અને વોશિંગ એલાઉન્સમાં રૂ.60નો વધારો થયો છે. જેનો રાજ્યના 20 હજારથી વધુ નર્સિંગ કર્મચારીઓને લાભ મળશે. જેનો અમલે 1 જાન્યુઆરી […]

Continue Reading

પ્રદર્શનકારી હિંસાથી દૂર રહે, શાંતિપૂર્વક વિરોધ કરવાના અધિકારનું રક્ષણ અને સન્માન કરવામાં આવેઃ અમેરિકા

અમેરિકાએ કહ્યું છે કે તે ભારતમાં નાગરિકતા કાયદાના વિરોધમાં થઈ રહેલા પ્રદર્શન પર નજર રાખી રહ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રાલયે સોમવારે કહ્યું હતું કે પ્રદર્શનકારીઓએ હિંસાથી બચવુ જોઈએ.અધિકારીઓએ પણ શાંતિપૂર્વક પ્રદર્શન કરવાના લોકોના અધિકારનું રક્ષણ અને સન્માન કરવું જોઈએ. કાયદા અંતર્ગત ધાર્મિક સ્વતંત્રતા અને સમાન વ્યવહારનું સન્માન અમેરિકા અને ભારત બન્ને દેશના મૌલિક સિદ્ધાંત રહ્યા […]

Continue Reading